• Gujarati News
 • Lifestyle
 • Has Sex Disappeared From Your Life? Take Care Of Your Sex Life This Way Before It's Too Late

સેક્સલેસ મેરેજ:શું તમારા જીવનમાંથી સેક્સ ગાયબ થઈ ગયું છે? મોડું થાય તે પહેલાં તમારી સેક્સ લાઈફનું આ રીતે ધ્યાન રાખો

કમલા બડોની4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો તમે છેલ્લા એક-બે વર્ષથી સેક્સલેસ મેરેજમાં છો તો તમને નોર્મલ સેક્સ લાઈફ માટે વધારે મહેનત કરવી પડશે
 • શરૂઆતમાં કપલને ખબર પણ નથી હોતી કે તેમનાં સેક્સલેસ મેરેજ કેટલા જોખમી હોઈ શકે છે અને ઘણી વખત એટલું મોડું થઈ જાય છે કે પાછા ફરવું મુશ્કેલ થઈ જાય છે

હાર્ટ ટુ હાર્ટ કાઉન્સિલિંગ સેન્ટરના સિનિયર કન્સલ્ટિંગ રિલેશનશિપ કાઉન્સલર ડૉ. રાજન ભોસલે સેક્સલેસ મેરેજના ત્રણ મુખ્ય કારણ માને છે, જેમાંથી સૌથી મુખ્ય કારણ છે સમયનો અભાવ, મોટાભાગે વર્કિંગ કપલ્સ ઈચ્છીને પણ પોતાની સેક્સ લાઈફને એન્જોય નથી કરી શકતા. તેઓ પોતાની કરિયરમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમના જીવનમાંથી સેક્સ ગાયબ થવા લાગે છે અને આગળ જતા આ સ્થિતિ મેડિકલ કન્ડિશનમાં બદલાઈ જાય છે.

સેક્સ માટે સમય નથી
સેક્સલેસ મેરેજના કારણે અને તેનાથી બચવાના ઉપાય જણાવતા ડૉ. ભોસલે જણાવે છે કે, સેક્સ માટે સમય, મૂડ, નવરાશ, માહોલની જરૂર હોય છે જે આજના કપલ્સની પાસે નથી. અત્યારે મોટાભાગના પતિ-પત્ની બંને વર્કિંગ છે અને બંનેની મહત્વકાંક્ષા મોટી છે તેથી બંને પોતાની કરિયરને એટલો વધારે સમય અને એનર્જી આપે છે કે તેમની પાસે સેક્સ માટે સમય નથી બચતો અને ન તો એનર્જી બચે છે. બંનેની સારી ઈન્કમ છે, જેનાથી તેઓ ઘરમાં સારી સુખ-સુવિધાઓ ભોગવી શકે પરંતુ તેમના જીવનમાં સેક્સ નથી. ઘરે આવીને પણ તેઓ ઓફિસના કામમાં વ્યસ્ત રહે છે જેનાથી તેમના સંબંધોમાં સેક્સ ન કરવાની પેટર્ન પેદા થઈ જાય છે અને તેમને અહેસાસ પણ નથી થતો. તેઓ બાળક એટલા માટે પ્લાન નથી કરતા કેમ કે તેને સંભાળશે કોણ?

ફિઝિકલ કન્ડિશન બદલાઈ રહી છે
વ્યસ્ત જીવનશૈલીના કારણે ફાસ્ટ ફૂડ અને અનહેલ્ધી ફૂડનો ટ્રેન્ડ વધી ગયો છે. લોકોનો સૂવાનો અને ઊઠવાનો ટાઈમ પણ ફિક્સ નથી, કામ માટે તેમને ટ્રાવેલ કરવું પડે છે, સિગારેટ-દારૂની આદત, આ બધાની શરીર પર અસર પડે છે અને સેક્સ લાઈફ પર પણ, કેમ કે નિરોગી શરીર જ હેલ્ધી સેક્સની પહેલી જરૂરિયાત છે. લાઈફસ્ટાઈલ ડિસીઝ પણ સેક્સ લાઈફને અનહેલ્ધી બનાવી રહી છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમને સેક્સમાં ઉત્તેજના નથી રહેતી, તો તેમની સેક્સ લાઈફ કેવી રીતે સારી હોઈ શકે છે. આવી સ્થિતિમાં કાઉન્સિલર અથવા ડૉક્ટર તમારી મદદ કરી શકે છે.

જ્યારે એક પાર્ટનર સેક્સલેસ મેરેજમાં હોય છે
જ્યારે એક પાર્ટનરનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હોય છે તો તે પોતાની મેરિડ લાઈફ પર ધ્યાન નથી આપતો અને બીજો પાર્ટનર ન ઈચ્છતા હોવા છતાં પણ સેક્સલેસ મેરેજનો સામનો કરે છે. આવી સ્થિતિમાં એક પાર્ટનરને નુકસાન વધારે થાય છે કેમ કે બીજાની જરૂરિયાત ઘરની બહાર પૂરી થઈ જાય છે. આ સ્થિતિ વધારે ખરાબ હોય છે કેમ કે રહસ્ય ખુલવા પર વિશ્વાસ તૂટે છે અને સંબંધ પણ.

સેક્સલેસ મેરેજથી બચવું સરળ છે
પહેલાની તુલનામાં હવે સેક્સલેસ મેરેજ વધારે જોવા મળે છે. પહેલા પુરુષો વ્યસ્ત રહેતા હતા, ત્યારે મહિલાઓ ઘરે રહેતી હતી અને પુરુષો માટે તેમની એનર્જી દરેક સમયે ઉપલબ્ધ રહેતી પરંતુ હવે આવું નથી. હવે મહિલાઓ પુરુષો કરતા વધારે વ્યસ્ત થઈ ગઈ છે, તે ઘર-ઓફિસ બંને સંભાળી રહી છે, તેથી હવે તમારે સેક્સલેસ મેરેજથી બચવા માટે પ્રયાસ કરવો પડશે.

 • જેમ તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે સખત મહેનત કરો છો, તો તમે ક્યાંક ટોચના સ્તર પર પહોંચી શકો છો, તેવી જ રીતે સેક્સલેસ મેરેજથી બચવા માટે પણ સતત પ્રયાસ જરૂરી છે.
 • ફોન અથવા સોશિયલ સાઈટ્સ પર વધારે સમય પસાર કરવાની જગ્યાએ ટાઈમ પાર્ટનરને આપી શકાય છે.
 • રાત્રે થાકી ગયા છો, તો સવારે વહેલા ઊઠીવે સેક્સનું પ્લાનિંગ કરી શકાય છે.
 • જો તમે આખા સપ્તાહમાં વ્યસ્ત છો તો વીકેન્ડમાં સેક્સ માટે સમય કાઢી શકો છો.
 • મહિનામાં એક વીકેન્ડ ટ્રિપ પ્લાન કરી શકાય છે, જ્યાં કોઈ તમને ડિસ્ટર્બ ન કરે અને તમે એક-બીજાને સમય આપી શકો.
 • જો તમે એક બે વર્ષથી સેક્સલેસ મેરેજમાં છો તો કાઉન્સિલર અથવા ડૉક્ટરની હેલ્પ જરૂરથી લો, નહીં તો તમારા સંબંધમાંથી સેક્સ ગાયબ થઈ જશે.