તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Haryana 10th Board| Visually Impaired Haryana Girl Supriya Who Secured 2 Marks In Maths, Got 100 Out Of 100 Marks After Re Checking

હરિયાણા બોર્ડનો અજબ ન્યાય:ડિફરન્ટલી એબલ્ડ સુપ્રિયાને બોર્ડે ગણિતમાં 100માંથી માત્ર 2 જ માર્ક્સ આપ્યા, 5000 રૂપિયાના ખર્ચે રિચેકિંગ કરાવ્યું તો પૂરા 100 માર્ક્સ મળ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રિયા આંશિક રીતે દૃષ્ટિહિન છે
  • બોર્ડે જણાવ્યું કે, સુપ્રિયાની આન્સરશીટ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ચેક કરવામાં આવી હતી
  • અન્ય વિષયોમાં પણ સુપ્રિયાને 90થી વધુ માર્ક્સ મળ્યા છે
  • હરિયાણા બોર્ડે 10 જુલાઈએ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું હતું

તમે ઘણીવાર એમ સાંભળ્યું હશે કે પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીએ રિચેકિંગ કરાવ્યું અને તેને મનગમતા માર્ક્સ મળી ગયા. શું તમે ક્યારે એ સાંભળ્યું છે કે ક્યારે કોઈ વિદ્યાર્થીને 2 માર્ક્સ આવ્યા હોય અને રિચેકિંગમાં અધધ 100માંથી 100 આવી જાય. હરિયાણામાં આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. BSHE (હરિયાણા સ્કૂલ શિક્ષા બોર્ડ)માં 10મા ધોરણની સુપ્રિયાને ગણિતમાં માત્ર 2 જ માર્ક્સ આવ્યા હતા. પરિણામથી સંતુષ્ટ ન હોવાથી સુપ્રિયાએ રિચેકિંગ માટે અપ્લાય કર્યું તો તેને 100માંથી 100 માર્ક્સ મળ્યા. સુપ્રિયા આંશિક રીતે દૃષ્ટિહિન છે. તેની આન્સરશીટ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ચેક કરવામાં આવી હતી. તેથી તેના માર્ક્સમાં ભૂલ થઈ હતી.

સામાન્ય વિદ્યાર્થીઓ સાથે સુપ્રિયાની આન્સરશીટ ચેક થઈ
સુપ્રિયા જેવા ડિફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થી માટે અલગથી બધા નિયમ હોય છે. તેઓ પોતાની સાથે રાઈટર લઈ જઈ શકે છે. ગણિતનું પ્રશ્નપત્ર તમામ વિષયો કરતાં અલગ હોય છે. તેમાં A, B અને C કોડના પ્રશ્ન હોય છે. રાઈટરનું કામ પ્રશ્ન બોલવાનું અને પરીક્ષા આપનાર વિદ્યાર્થી જે જવાબ આપે તે લખવાનું હોય છે. સુપ્રિયાના પિતા છજ્જુ રામે જણાવ્યું કે, સુપ્રિયાની આન્સરશીટ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ચેક કરવામાં આવી, તેથી તેના આન્સર અલગ દેખાયા અને તેને માત્ર 2 જ માર્ક્સ મળ્યા.

પિતાએ રિચેકિંગ માટે અપ્લાય કર્યું હતું
સુપ્રિયા જણાવે છે કે, ‘ગણિતમાં માત્ર 2 જ માર્ક્સ જોઈ હું ખૂબ દુ:ખી અને આશ્ચર્યચકિત થઈ હતી. તેથી પિતાએ રિચેકિંગ માટે અપ્લાય કર્યું અને બાદમાં મને 100 માર્ક્સ મળ્યા. હું બોર્ડ પાસે માગણી કરું છું કે આવું કોઈ અન્ય ડિબરન્ટલી એબલ્ડ વિદ્યાર્થી સાથે ન કરે.’

રિચેકિંગમાં 5000 રૂપિયાનો ખર્ચો થયો
છજ્જુ રામ જણાવે છે કે, સુપ્રિયાને તમામ વિષયોમાં 90થી વધારે માર્ક્સ મળ્યા છે ગણિતમાં માત્ર 2 જ માર્ક્સ મળવા પર રિચેકિંગ માટે અરજી કરી. સુપ્રિયાના પિતા પોતે ગણિતના શિક્ષક છે. તેમણે રિચેકિંગ માટે 5000 રૂપિયાનો ખર્ચો કર્યો છે.

સુપ્રિયાનું સન્માન થશે
સુપ્રિયાની આ ઉપલબ્ધિ પર હિસારની સરકારી સિનિયર સેકન્ડી સ્કૂલના પ્રિન્સિપલ હૃષિકેશ કુંડુ સુપ્રિયાને મહેનતુ વિદ્યાર્થી જણાવી કહે છે કે, તે ભણવામાં હોશિયાર છે અને સુપ્રિયાને સ્કૂલ ખૂલે ત્યારે સન્માનિત કરવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો