• Gujarati News
  • Lifestyle
  • Happy Mom's Teenagers Stay Away From Daughters, Mental Problems, Father's Love Also Has A Good Effect

માતાનો ગુસ્સો એટલે ડેન્જર:હેપ્પી મોમની દીકરીઓ મેન્ટલ પ્રોબ્લેમથી દૂર રહે છે, ‘ટોક્સિક મધર’ નહીં પણ ‘કૂલ મોમ’ બનો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધારે ગુસ્સો આવતો હોય તો તે સમયે બાળકોની નજીક ના જાઓ

માતાને દેવી માનવામાં આવે છે. તેમનું સ્થાન દુનિયામાં સૌથી ઊંચું છે. સ્ટડી જણાવે છે કે, હેપ્પી મોમના બાળકો માનસિક રીતે હેલ્ધી હોય છે, પરંતુ અમુક માતાના ખરાબ વ્યવહારની ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની જાય છે.

એવી ઘટનાઓ જે આપણને વિચારવા મજબૂર કરે છે
થોડા દિવસ પહેલાં થયેલી ઘટનામાં એક માતાએ 5 વર્ષના બાળકને નિર્દયતાથી માર્યો. તેનો વીડિયો વાઈરલ થયા પછી દિલ્હી મહિલા આયોગે માતાને નોટિસ મોકલી. આની પહેલાંની ઘટનામાં માતા-પિતાએ તના બે બાળકોના પગ સાથે બાંધીને કલાકો માટે ઉંધા લટકાવી દીધા હતા. બાળકો બૂમ પાડતા રહ્યા....રડતા રહ્યા...પણ માતા-પિતાન કોઈ અસર ના થઈ. આ વિશે બાળકોની માતાને પૂછ્યું તો તેણે કહ્યું, તોફાન કરશે તો આવી જ સજા મળશે. ફૂલ જેવા માસૂમ બાળકો સાથેની આવી ઘટનાએ આપણે વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે, માતાનું દિલ પથ્થર કેવી રીતે હોય શકે? સાયન્સ કહે છે, પ્રેમાળ સ્વભાવની માતાના બાળકોના મગજ પર પણ પોઝિટિવ અસર થાય છે.

ટોક્સિક મધર એટલે શું?
વિદેશમાં ટોક્સિક મધર શબ્દ ખૂબ વાપરવામાં આવે છે. જો માતા સતત તેના બાળકો વિશે ખરાબ બોલતી હોય, બાળકોને કંટ્રોલમાં રાખવા ઇચ્છતી હોય, તેમની પર ગુસ્સો કરે..તેવી માતા માટે ટોક્સિક શબ્દ વાપરવામાં આવે છે. પ્રેમ ના કરતી માતા પર લખેલી એક બુક ડોટર ડિટોક્સની રાઈટર પેગ સ્ટ્રિપે કહ્યું, મોટા થઈ રહેલા બાળકો પર માતાની વધારે પડતી દખલગીરીની ખરાબ અસર થાય છે. આથી બંનેએ પોતાની બાઉન્ડ્રી ક્રોસ ના કરવી જોઈએ. નહીં તો રિલેશન બગડી શકે છે.

માતાનું સ્વાસ્થ્ય
મનસા ગ્લોબલ ફાઉન્ડેશન ફોર મેન્ટલ હેલ્થની સાઈકોલોજિસ્ટ ડૉ. શ્વેતા શર્મા જણાવી રહ્યા છે માતાના ગુસ્સાના કારણો અને ગુસ્સો કંટ્રોલ કરવાના ઉપાય:

ગુસ્સાનું કારણ

  • ઘણીવાર માતા પોતાના સ્ટ્રેસને લીધે બધો ગુસ્સો બાળક પર ઉતારે છે. તેવામાં માતા માટે પ્રોબ્લેમનું સોલ્યુશન જાણવું ખૂબ જરૂરી છે.
  • રિલેશનશિપ, કરિઅર અને ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ સામે લડી રહેલી માતાને આવી તકલીફો વધારે થાય છે.
  • અમુક બાળકો ઘણા અગ્રેસિવ હોય છે. આવા બાળકોનો સ્વભાવ માતાને ગુસ્સો કરવા મજબૂર કરે છે.
  • માતાએ તેમના ગુસ્સા પર કંટ્રોલ કરવા માટે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી જોઈએ.

કૂલ કેવી રીતે રહેશો?

  • કોઈ પણ કારણોસર ગુસ્સો આવતો હોય તો થોડા સમય માટે આરામ કરો અથવા તો ઊંઘી જાઓ. જો આ શક્ય ના હોય તો ઊંડા શ્વાસ લો.
  • લોકો ગુસ્સો કાઢવા માટે નબળા ટાર્ગેટ શોધે છે. વધારે ગુસ્સો આવતો હોય તો તે સમયે બાળકોની નજીક ના જાઓ. મ્યુઝિકની મદદ લો. પોતાને કોઈ કામમાં વ્યસ્ત રાખો.
  • જે કામ કરવાથી સારું લાગતું હોય તે કરો..જેમ કે ડ્રોઈંગ, ગાર્ડનિંગ કે મ્યુઝિક સાંભળો. તમારી એનર્જી બીજા કામમાં ખર્ચ કરશો તો મન હળવું થશે. ગુસ્સા પરથી ધ્યાન હટીને બીજા પર કેન્દ્રિત થશે.