તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ સમસ્યાને અવગણશો નહીં:વાળ ખરવા, એક્ને, ડાર્ક સર્કલ્સ- એવી 5 બ્યુટી સમસ્યા જે ગંભીર બીમારી હોવાનો સંકેત હોઈ શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે જેવી આપણને કોઈ બ્યૂટી સંબંધિત સમસ્યા થવા લાગે છે, આપણે સૌથી પહેલા ઘરેલુ ઉપાય શરૂ કરી દઈએ છીએ. રાહત ન થાય તો જાહેરાત જોઈને તેમાં જે લખ્યું હોય તેને માનીને ઘણી બધી પ્રોડક્ટ્સ લઈ લઈએ છીએ. લાંબા સમય સુધી સમસ્યા રહે ત્યારે તમને ડૉક્ટરની યાદ આવે છે. જો કે, જ્યાં સુધી તમે ડૉક્ટરની પાસે જાવ છો ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણે કોઈ ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયા હોઈએ છીએ. અમે તમને 5 એવી બ્યુટી સમસ્યા વિશે જણાવી રહ્યા છે જે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.

1. વાળ ખરવા
વધારે પડતો તણાવ, ઊંઘ ન આવવી, સંતુલિત ખોરાક ન ખાવા જેવા ઘણા કારણો છે, જેના લીધે વાર ખરવા લાગે છે. પરંતુ આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો મોડું કર્યા વગર તરત ડૉક્ટરનો સંપર્ક કરવો. વાળ ખરવા, એનિમિયા, થાઈરોઈડ, પ્રોટિનની ઊણપ વગેરે ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં વહેલી તકે ડૉક્ટરની મદદથી કારણ જાણી શકાશે, અને તેની સારવાર તમે કરાવી શકશો.

2. એક્ને અથવા ખીલ
સામાન્ય રીતે હોર્મોનલ ડિસ્બેલેન્સના કારણે એક્ને સામાન્ય રીતે છોકરીઓને થાય છે, પરંતુ લાંબા સમય સુધી એક્ને અથવા ખીલની સમસ્યા રહે તો ડૉક્ટરને બતાવો. હકીકતમાં ઓવરી સંબંધિત સમસ્યાના કારણે પણ મહિલાઓમાં એક્નેની સમસ્યા વધી શકે છે. મોટાભાગે હોર્મોનલ ચેન્જિસ શારીરિક સમસ્યા વધારી શકે છે, ડૉક્ટર્સનું પણ માનવું છે કે, નબળી રોગ પ્રતિકારક ક્ષમતાના કારણે પણ એક્ને થાય છે. આવી સ્થિતિમાં બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જગ્યાએ ડૉક્ટરની સલાહ લેવી.

3. આંખોની નીચે ડાર્ક સર્કલ
સ્ટ્રેસ અને ઊંઘ ન આવવાને કારણે આંખોની નીચે કાળા ડાઘા થઈ જાય છે, પરંતુ મહિલાઓમાં ડાર્ક સર્કલ્સની સમસ્યા હીમોગ્લોબિનની ઊણપના કારણે પણ થાય છે. જો ડાર્ક સર્કલ્સ એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી રહે છે, તો ડૉક્ટરને બતાવીને યોગ્ય સારવાર કરાવી જોઈએ. એનિમિયાના કારણે પણ મહિલાઓમાં બીજી બીમારી પણ થઈ શકે છે.

4. શુષ્ક અને ફાટેલા હોઠ
સામાન્ય રીતે શુષ્ક સિઝનમાં હોઠ ફાટવા લાગે છે, પરંતુ તે બેક્ટેરિયા અથવા યીસ્ટ ઈન્ફેક્શનના કારણે પણ થઈ શકે છે. શુષ્ક અને ફાટેલા હોઠ ડાયાબિટીસ અથવા સ્ટ્રોકની નિશાની પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં હંમેશાં ડૉક્ટરને બતાવવું વધુ યોગ્ય રહેશે.

5. નબળા નખ
જો નખ એકદમ કમજોર છે, વારંવાર તૂટી જાય છે તો ડૉક્ટરને જરૂર બતાવો. કમજોર નખ કેલ્શિયમની ઊણપ, એનિમિયા અથવા થાઈરોડનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેને અવગણશો નહીં.

એક ખાસ વાત એ પણ છે કે જો કોઈ પણ સમસ્યા વધારે સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. નાની એવી બેદરકારી પણ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે.