તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Gym For Years, Tried Dieting But Did Not Lose Weight, Now Earns Millions Of Rupees By Showing A 34 Inch Thick Sack.

અમેરિકા:વર્ષો સુધી જીમ, ડાયટિંગ ટ્રાય કર્યું પણ વજન ના ઘટ્યું, હવે 34 ઇંચની જાડી સાથળ બતાવીને લાખો રૂપિયા કમાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
4 બાળકોની માતા હિથર ચરબી ઓછી કરવા માટે જીમ, એક્સર્સાઈઝ અને ડાયટિંગ કર્યું પરંતુ ચરબી ઓછી થતી નહોતી. આ દરમિયાન તેને ખબર પડી કે તેને આ સમસ્યા જન્મજાત છે અને આ કંડીશનને લિપેડેમા કહેવામાં આવે છે. - Divya Bhaskar
4 બાળકોની માતા હિથર ચરબી ઓછી કરવા માટે જીમ, એક્સર્સાઈઝ અને ડાયટિંગ કર્યું પરંતુ ચરબી ઓછી થતી નહોતી. આ દરમિયાન તેને ખબર પડી કે તેને આ સમસ્યા જન્મજાત છે અને આ કંડીશનને લિપેડેમા કહેવામાં આવે છે.
  • હિથરને લિપેડેમા નામથી બીમારી જન્મજાત છે, તેના કારણે તેનું વજન ઘટતું નથી
  • હિથરની ઉંમર 31 વર્ષની હતી ત્યારે તેનું વજન 192 કિલોગ્રામ હતું
  • ગેસ્ટ્રિક સ્લીવ સર્જરી દ્વારા 74 કિલો વજન ઓછું કર્યું

અમેરિકાના સાઉથ કેરોલિનાની રહેવાસી હિથર જ્હોન્સન ઈચ્છતી હતી કે તે પણ સામાન્ય મહિલાઓ જેમ સ્લિમ દેખાય, પરંતુ તેની જાંઘ, હિપ્સ અને હાથ પરની ચરબી નથી ઘટતી. વર્ષો સુધી વજન ઘટાડવા માટે પરેશાન રહેતી હતી, આખરે તેણે પોતાના શરીરના આ ભાગો પર જામેલી ચરબીમાંથી પૈસા કમાવવાનો રસ્તો શોધી કાઢ્યો. હવે તે લાખો રૂપિયા કમાય છે.

હિથર જહોન્સન સુંદર છે, પરંતુ તેના શરીરનાના કેટલાક ભાગ પર વધારે ચરબી જામા થઈ ગઈ છે. 4 બાળકોની માતા હિથર ચરબી ઓછી કરવા માટે જીમ, એક્સર્સાઈઝ અને ડાયટિંગ કર્યું પરંતુ ચરબી ઓછી થતી નહોતી. આ દરમિયાન તેને ખબર પડી કે તેને આ સમસ્યા જન્મજાત છે અને આ કંડીશનને લિપેડેમા કહેવામાં આવે છે.

38 વર્ષીય હિથરના પગ જાડા છે અને તેમાં દુખાવો પણ પહે છે. લિપેડેમા નામની બીમારીના કારણે આ અસમાન્ય મેદસ્વિતાને કારણે તેને ઘણી સમસ્યા પણ થાય છે. તેના હાથ, પગ અને બોટમ પર ઘણી ચરબી છે જ્યારે કમર આ ભાગ કરતા પાતળી દેખાય છે. જ્યાં ચરબી જમા છે ત્યાંની ત્વતા પણ ઘણી સોફ્ટ છે અને તેમાં ખાડાઓ પડે છે. જ્યાં સુધી હિથરને પોતાની બીમારી વિશે ખબર નહોતી ત્યાં સુધી ઘણી ડાયટિંગ કરી હતી, બાદમાં જ્યારે તેને ખબર પડી કે વજન વધવાનું કારણ તેને 6 વર્ષની ઉંમરે થયેલી બીમારી છે. જ્યારે હિથરની ઉંમર 31 વર્ષની હતી ત્યારે તેનું વજન 192 કિલોગ્રામ હતું.

ડૉક્ટરની સલાહ પર હિથરે ગેસ્ટ્રિક સ્લીવ સર્જરી દ્વારા 74 કિલો વજન ઓછું કર્યું. અત્યારે તેનું વજન 129 કિલોગ્રામ છે. હિથરની લંબાઈ 5 ફૂટ 9 ઈંચ છે, ત્યારે આટલું વજન તેને હેવી લુક આપે છે. રસપ્રદ વાત એ છે કે તેની કમર માત્ર 39 ઈંચની છે જ્યારે હિપ્સ અને જાંઘ 59 અને 34 ઈંચના છે. હિથર પોતાની બીમારી વિશે જાણવ્યા બાદ પોતાના કરિયરને બદલવાને લઈને ગંભીર થઈ ગઈ અને તેને સોશિયલ મીડિયા દ્વારા મોડલિંગ શરૂ કર્યું. તેને બોડી પોઝિટિવ બ્રાન્ડ્સ માટે મોડલિંગ શરૂ કર્યું અને લોકોને પોતાના શરીરનો સ્વીકાર કરવા માટે જાગૃત કર્યા. તેના દ્વારા તેને સારી એવી કમાણી પણ થાય છે.

હિથર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરે છે. વિવિધ સુંદર કપડાંમાં તેના ફોટોને લોકોની તરફથી સારો રિસ્પોન્સ પણ મળે છે. પુરુષોની તરફથી તેને કોમ્પિલમેન્ટ્સ પણ મળે છે. હિથર જણાવે છે આવી વસ્તુઓથી તેનો આત્મવિશ્વાસ વધે છે.