વિકેન્ડ પછી સોમવારે કામ પર જવું મોટાભાગના લોકોને સજા સમાન લાગે. લોકોના આ ગુસ્સા અને નિરાશાને સમજીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR)એ સોમવારને ઓફિશિયલી અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ તરીકે જાહેર કર્યો. આ અંગેની માહિતી GWRએ પોતે ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.
સોશિયલ મીડિયા યૂઝર્સ ખુશ થયા
GWRના ટ્વિટ પછી સોશિયલ મીડિયા યૂઝર્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મીમ્સ અને જોક્સના માધ્યમથી તે આ નિર્ણય અંગે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે GWRને સ્માર્ટ કહ્યું તો બીજા એક યૂઝરે લખ્યું કે, આ કારણોસર જ હું સોમવારના દિવસે ઓફ લઉં છું. એક બીજા યૂઝરે તો સોમવાર પર પ્રતિબંધ લગાવવાની માગ કરી.
સોમવારનો દિવસ લોકો માટે ખૂબ જ કપરો
સોમવારના દિવસે મોટાભાગના લોકોને કામ કે અભ્યાસ શરુ કરવાની ઈચ્છા થતી નથી. આ આળસ સામે લડવા માટે ઘણા ઈન્ફ્લૂએન્સર્સ અને સેલેબ્રિટિઝ મન્ડે મોટિવેશનના રુપમાં પોતાના ફોલોઅર્સને લાઈફ ગોલ્સ પર ધ્યાન આપવાની સલાહ આપે છે. તેમાં કરોડપતિ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ સામેલ છે.
1995માં ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ શરુ થયું હતું
GWR પહેલીવાર 27 ઓગસ્ટ,1955માં પ્રકાશિત થયું હતું. તેને શરૂ કરવાનો શ્રેય બ્રિટિશ-સાઉથ આફ્રિકાના એન્જિનિયર સર હ્યુ બિવરને જાય છે. વર્ષ 1999 સુધી GWR ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ તરીકે ઓળખાતું હતું. આ રેકોર્ડબુકમાં દર વર્ષે માનવીય સિદ્ધિઓ અને કુદરતી વર્લ્ડ રેકોર્ડ છાપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.