તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Gucci Purple Rubber Shoes Cost Around Rs 35,000, User Said Such Shoes Can Be Found In The Local Market For ₹ 199

ગુચીને લીધે ફરી ગડમથલ:ગુચીના પર્પલ રબર શૂઝની કિંમત અધધ 35,000 રૂપિયા, યુઝરે કહ્યું આવા જૂતાં તો લોકલ માર્કેટમાં ₹199માં મળી જાય

7 દિવસ પહેલા
  • આટલી મોંઘી કિંમતના શૂઝનો પ્રાઈસ ટેગ સાથેનો ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે
  • ગુચી ઈટાલિયન ફેશન બ્રાન્ડ છે. તે હંમેશાં તેની પ્રોડક્ટસની મોંઘી કિંમતને કારણે ચર્ચાનું કેન્દ્ર બને છે

વર્લ્ડ ફેમસ ફેશન બ્રાન્ડ ગુચીએ ઘૃણાસ્પદ પ્રતિક્રિયાઓ મેળવવાનું જ જાણે મન મનાવી લીધું છે. એ વાત હજુ વાસી પણ નહોતી થઈ જ્યારે ગુચીએ સામાન્ય ઈન્ડિયન કુર્તા જેવાં લાગતાં આઉટફિટને તેનો ટેગ લગાવી 2.5 લાખ રૂપિયામાં વેચતી હતી. તેવામાં ગુચીને એક અન્ય પ્રોડક્ટ ઈન્ટરનેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુચી રબર શૂઝની એક પેર 35 હજાર રૂપિયામાં વેચી રહી છે. ઈન્ટરનેટ પર ગુચીના આ શૂઝના પ્રાઈસ ટેગ સાથેના ફોટોઝ જબદરસ્ત વાઈરલ થઈ રહ્યા છે.

not GUCCI CROCS 😩😩😩💀 make it stop pic.twitter.com/EaEJTXCGLR

પર્પલ કલરના આ રબર શૂઝની કંપનીએ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ કિંમત રાખી છે. પુરુષો માટે આ શૂઝ $420 (આશરે 31 હજાર રૂપિયા) અને મહિલાઓ માટે આ શૂઝ $470 (આશરે 35 હજાર રૂપિયા )માં અવેલેબલ છે.

અધધ કિંમત સાથે વાઈરલ થયેલા શૂઝ પર યુઝર્સ ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક ઈન્ડિયન યુઝરે કહ્યું કે આવી પેર તો માર્કેટમાં 199 રૂપિયામાં જ મળી જાય!

થોડા સમય પહેલાં આવી રીતે ગુચીના '50s અને '60s ઈન્સ્પાયર્ડ કેટ આઈ સન ગ્લાસ પણ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. તેની ડિઝાઈન અપ સાઈડ ડાઉન હતી. આ સનગ્લાસની કિંમત 56,000 રૂપિયા છે. તેના પર પણ યુઝરે ફની કમેન્ટ્સ આપી હતી.