• Gujarati News
  • Lifestyle
  • Grow In The Home Garden With A Little Care. These 5 Medicinal Plants, Lemongrass Is Effective In Relieving Colds And Coughs.

હોમ ગાર્ડનિંગ:થોડી માવજાત રાખીને ઘરે બગીચામાં ઉગાડો આ 5 ઔષધીય છોડ, લેમનગ્રાસ શરદી-ઉધરસ દૂર કરવામાં અસરકારક છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વની બે તૃતીયાંશ વસ્તી સારવાર માટે પરંપરાગત જડીબુટ્ટીઓ પર નિર્ભર છે. ઘરના બગીચામાં ઔષધીઓ ઉગાડવાના બે ફાયદા છે, એક તો ક્રિએટિવ સેટિસ્ફેક્શન અને બીજી પરંપરાગત બીમારીની ઘરે જ સારવાર. હોમ ગાર્ડનિંગમાં આ વખતે એવા ઔષધીય છોડ વિશે જાણીશું જેને ઘરના બગીચામાં ઉગાડી શકાય છે. એ પણ જાણીશું કે, આ છોડમાં કેવી માટી નાખવામાં આવે છે, કેટલી સિંચાઈ કરવી જોઈએ અને છોડની સંભાળ કેવી રીતે રાખવી.

એલોવેરા
શા માટે અસરકારક છે?
એલોવેરા અથવા કુંવરપાઠુ અનેક બીમારીમાં કામ આવે છે. ત્વચાને યુવાન અને સુંદર બનાવે છે, આંતરડાનાં રોગમાં ઉપયોગી છે, બળતરાને દૂર કરવા અને જંતુના કરડવાથી દુખાવાથી રાહત આપે છે અને સોજો પણ ઘટાડે છે.

કેવી રીતે સંભાળ રાખવી?
એલોવેરાને રેતાળ માટીની જરૂર પડે છે. એવી જગ્યાએ ઉગાડવું, જ્યાં સવારે તડકો આવતો હો. કાળજીપૂર્વક અને માત્ર ત્યારે જ સિંચાઈ કરો જ્યારે જમીન સૂકી હોય. બે મહિનામાં એક વખત સડેલું ગાયનું છાણ નાખવું. શિયાળામાં ઠંડીથી બચાવવો.

ગિલોય
શા માટે અસરકારક છે?
ગિલોય બીમારીની વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વધારે છે, તે એન્ટિપ્રાયરેટિક. કિડનીને સ્વસ્થ રાખે છે અને જૂના ચેપને દૂર કરે છે. તે શ્વાસના રોગ અને ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે.

કેવી રીતે સંભાળ રાખવી?
આમ તો તેના વેલાને વધારે સંભાળની જરૂર નથી હોતી, પરંતુ શરૂઆતમાં વધારે તડકાથી બચાવવો. બાદમાં તે કઠોર છોડી થઈ જાય છે. તેની એક ડાળી મોટા કુંડા અથવા કયારાઓમાં માટીમાં ઉગાડવો. એક મહિનામાં મૂળ વધી જાય છે. તે સરળાતી કરમાતો નથી.

લેમનગ્રાસ
શા માટે અસરકારક?
લેમનગ્રાસ એન્ટિ બેક્ટેરિયલ છે, ઉધરસ, શરદી અને માથાના દુખાવાને દૂર કરે છે. નાડીના રોગોમાં પણ ઉપયોગી છે અને પાચનમાં મદદ કરે છે. આ છોડને કુંડા અથવા કયારાઓમાં ઉગાડી શકાય છે.

કેવી રીતે સંભાળ રાખવી?
આ છોડ માટે માટીમાં પાણીનો નિકાલ સારી રીતે થવો જરૂરી છે. કુંડામાં માટી કરતાં રેતીની માત્રા વધારે હોવી જોઈએ, જેથી વધારે પાણી હોય તો તેને સરળતાથી કાઢી શકાય. શિયાળામાં ઓ છોડ સૂકાવા લાગે છે, પરંતુ સિઝન બદલાતા તે પહેલા જેવો થઈ જાય છે.

મંડૂકપર્ણી
શા માટે અસરકારક છે?
તેને ગોટુ કોલા પણ કહેવામાં આવે છે. કેટલાક લોકોને બ્રાહ્મી પણ સમજે છે કેમ કે બંને છોડના ઔષધીય ગુણ મળતા આવે છે. તે તણાવ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય માનસિક રોગોને દૂર કરવામાં સહાયક છે. તે ઉપરાંત તેનું સેવન કરવાથી યાદશ્કિત વધે છે.

કેવી રીતે સંભાળ રાખવી?
મંડૂકપર્ણીને વધારે માત્રામાં ખાતરની જરૂર પડે છે એટલે કે એક ભાગ માટી, એક ભાગ રેતી અને બે ભાગ ખાતરનું મિશ્રણ હોવું જોઈએ, જેમાં ભેજ બરાબર હોય. સાથે પાણીનો નિકાસ યોગ્ય રીતે થવો જોઈએ. નિયમિત સિંચાઈ કરવી.

અશ્વગંધા
શા માટે અસરકારક છે?
તે યુવાની જાળવી રાખે છે, શરીરને સ્વસ્થ રાખે છે અને મગજને પણ તંદુરસ્ત રાખે છે. તે રોગની વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વધારે છે, તણાવ દૂર કરે છે અને માનસિક રોગોમાં લાભકારી છે.

કેવી રીતે સંભાળ રાખવી?
આ છોડને ઉગાડવાનો ફાયદો એ છે કે, તેના મૂળ અને પાંદડાઓ બંનેનો દવામાં ઉપયોગ થાય છે. આ એક નાનો છોડ છે જેનેકુંડામાં સરળતાથી ઉગાડી શકાય છે. વધારે સિંચાઈની પણ જરૂર નથી પડતી. રેતાળ જમીન વધુ યોગ્ય છે, આ જ માટીને કુંડામાં નાખો.