તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષો પછી મેળાપ:દીકરાનાં લગ્નના દિવસે તેની માતાને ખબર પડી કે દુલ્હન તો વર્ષો પહેલાં ખોવાઈ ગયેલી પોતાની જ દીકરી છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ સ્ટોરી સાંભળી મહેમાનોને પણ નવાઈ લાગી હતી - Divya Bhaskar
આ સ્ટોરી સાંભળી મહેમાનોને પણ નવાઈ લાગી હતી
  • માતાએ તેની દીકરીને હાથ પરનાં બર્થમાર્કથી ઓળખી લીધી
  • દીકરી ખોવાઈ ગયા પછી તેણે દીકરાને દત્તક લીધો હતો
  • સગા ભાઈ-બહેન ના હોવાથી તે બંનેએ લગ્ન કર્યા

31 માર્ચ, 2021ના રોજ ચીનના સુઝોઉ શહેરમાં લગ્ન યોજાયા હતા, પણ લગ્નમાં એક મોટું ટ્વિસ્ટ આવી ગયું. આ મેરેજમાં જે યુવતી ઘરની પુત્રવધુ બનવાની હતી તે જ ખોવાયેલી દીકરી નીકળી. આ યુવતીના લગ્ન તેના જ ભાઈ સાથે થવાના હતા પણ એક બર્થમાર્કને લીધે તેની માતાએ તેને ઓળખી લીધી અને વર્ષો પછી તેનો પરિવાર સાથે ભેટો થયો.

સ્થાનિક મીડિયા રીપોર્ટ પ્રમાણે, સાસુ એ તેની પુત્રવધુના હાથ પર એક બર્થમાર્ક જોયું. આ જ નિશાન તેની વર્ષો પહેલાં ખોવાઈ ગયેલી દીકરીના હાથ પર પણ હતું. એક સમય માટે તો તેમને શું બોલવું, કઈ રીતે બોલવું તેની કઈ ખબર ના પડી.

20 વર્ષ પહેલાં દીકરી ખોવાઈ હતી
મેરેજ પહેલાં તે મહિલાએ તેના દીકરાની થનારી પત્નીના પરિવારને પૂછ્યું કે, આ તમારી દીકરી છે કે તેને 20 વર્ષ પહેલાં દત્તક લીધી હતી? આ પ્રશ્ન સાંભળીને પરિવારજનો ચોંકી ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા. દીકરીને દત્તક લીધાની સિક્રેટ વાત બધા સામે આવી ગઈ. એ પછી મહિલાની શંકા હકીકતમાં ફેલાઈ ગઈ. તેના દીકરાની દુલ્હન તેની પોતાની જ દીકરી હતી.
તેને ઉછેરનારા પરિવારે કહ્યું, ઘણા વર્ષો પહેલાં અમને તે રસ્તા પરથી મળી હતી. અમે ઘરે લાવ્યા અને તેને મોટી કરી.

દીકરી ખોવાઈ જતા મહિલાએ એક દીકરાને દત્તક લીધો હતો. ઘણા લોકોએ વાંધો પણ ઉઠાવ્યો કે ભાઈ-બહેન મેરેજ ના કરી શકે પણ આ મહિલાએ દીકરાને દત્તક લીધેલો છે. તે બંને સગા ભાઈ-બહેન નથી. શાંતિપૂર્ણ લગ્ન પૂરા થયા અને છૂટા પડેલા મા-દીકરી મળી ગયા.

સાંભળવામાં ફિલ્મી લાગતી આ સ્ટોરીમાં વેડિંગમાં આવેલા મહેમાનો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો