તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયલેન્ડમાં મેઘ કહેર:ગ્રીનલેન્ડના સૌથી ઊંચાં શિખરે પ્રથમ વખત મૂશળધાર વરસાદ વરસ્યો, બરફ પીગળવાનો દર 7ગણો વધતાં વૈજ્ઞાનિકોની ચિંતા વધી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 ઓગસ્ટે પ્રથમ વખત 10,551 ફીટ ઊંચાં શિખરે 7 કરોડ ટન પાણી વરસ્યું
  • આ વરસાદને કારણે 8.72 લાખ વર્ગ કિલોમીટર વિસ્તારનો બરફ પીગળ્યો

દુનિયાના સૌથી ઊંચા આયલેન્ડ 'ગ્રીનલેન્ડ' પર પ્રથમ વખત મૂશળધાર વરસાદ વરસ્યો છે. આ વરસાદે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સમિટ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, 14 ઓગસ્ટે પ્રથમ વખત 10,551 ફીટ ઊંચાં શિખરે 7 કરોડ ટન પાણી વરસ્યું છે. આવા મૂશળધાર વરસાદને કારણે ત્યાંની બરફની ચાદર વિખેરાઈ છે.

વર્ષ 1950થી ગ્રીનલેન્ડનું તાપમાન રેકોર્ડ કરવાનું શરૂ થયું છે. ત્યારથી લઈને અત્યાર સુધી આ પ્રથમ વરસાદ છે. જ્યારે બરફ પીગળવાનો દર રોજ કરતાં 7ગણો વધ્યો છે.

ગ્રીનલેન્ડમાં ઝડપથી બરફ પીગળી રહ્યો છે
અમેરિકાના NSIDC (નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટર)ના રિપોર્ટ પ્રમાણે, 14 ઓગસ્ટે થયેલા વરસાદને કારણે 8.72 લાખ વર્ગ કિલોમીટર વિસ્તારમાં બરફ પીગળી ગયો. NSIDCના સંશોધક ટેડ સ્કેમબોસનું કહેવું છે કે, આટલાં ઊંચા શિખરે ક્યારેય આટલો બધો વરસાદ પડ્યો નથી. આ વરસાદને કારણે જેટલો બરફ પીગળ્યો છે તેટલો બરફ પીગળતા સામાન્ય રીતે અનેકો અઠવાડિયાં અથવા વર્ષો લાગી જાય છે. પર્યાવરણમાં જે રીતે ફેરફાર આવી રહ્યા છે તેનાથી ગ્રીનલેન્ડ ભૂતકાળ બનવા તરફ જઈ રહ્યો છે.

ગ્રીનલેન્ડના સૌથી ઊંચા શિખરે થયેલા વરસાદનું કારણ એન્ટિસાઈક્લોન છે. એન્ટિસાઈક્લોન એક પ્રેશરવાળું ક્ષેત્ર હોય છે જ્યાં હવા નીચેની તરફ દબાતા ગરમ થઈ જાય છે. આમ થવા પર પ્રેશર બને છે અને વરસાદ આવે છે.

ક્લાઇમેટ ચેન્જે ચિંતાતૂર કર્યાં
ટેડ સ્કેમબોસનું કહેવું છે કે, છેલ્લાં 20 વર્ષોમાં ક્લાઇમેટ ચેન્જમાં એટલો ફેરફાર આવ્યો છે કે તાપમાન અને વરસાદ જેવાં પરિબળો વિશે ચોક્કસ અનુમાન લગાવવું મુશ્કેલ બન્યું છે. દુનિયાભરમાં ક્લાઇમેટ ચેન્જને લીધે પર્યાવરણ જે રીતે ગરમ થઈ રહ્યું છે તે સીમા વટાવી ચૂક્યું છે. દુનિયાભરમાં વાયુ પ્રદૂષણ એટલું વધ્યું છે કે બરફવાળા વિસ્તારમાં જોખમ વધ્યું છે.

જુલાઈમાં વધારે બરફ પીગળ્યો
ગ્રીનલેન્ડમાં આ વર્ષે જુલાઈમાં ખતરનાક સ્તરે બરફ પીગળ્યો છે. અહીં દરરોજ 937 કરોડ ટન બરફ પીગળ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ગ્રીનલેન્ડનો બધો બરફ પીગળી જાય તો સમુદ્ર સપાટી 20 ફૂટ ઉપર આવી શકે છે.