હેર ટિપ્સ:લાંબા અને કાળા વાળ માટે લીલા શાકભાજી, તુલસીની ચા અને દૂધીનું જ્યુસ છે ફાયદાકારક

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજની લાઇફસ્ટાઇલ મુજબ અનેક બીમારીઓ ભરડો લઇ લે છે. મહિલાઓને સૌથી વધુ સમસ્યા હોય તો તે છે વાળની અને ત્વચાની. મહિલાઓની ભાગદોડવાળી જિંદગીને કારણે વાળનું ખરવું, રુક્ષ અને વાળ કમજોર થવા સામાન્ય વાત થઇ ગઈ છે. વાળની લંબાઈ વધારવા માટે એલ્કલાઈન ફૂડની જરૂર હોય છે. કાળા લાંબા વાળ સુંદરતાની સાથે-સાથે આત્મવિશ્વાસ પણ વધારે છે.

શું છે એલ્કલાઈન ફૂડ
ડાયેટ મંત્રના ડાયેટિશિયન ડૉ. કામિની કુમારી એલ્કલાઈન ફૂડને લઈને કહે છે કે, દરેક વ્યક્તિને 0-14ની pH વેલ્યુ આપવામાં આવી છે. આપણા શરીરમાં વિવિધ લિકવીડ જોવા મળે છે અને તે બધાનું pH મૂલ્ય અલગ-અલગ હોય છે. પીએચ સ્કેલમાં 0 થી 7 સુધીનું લેવલ હોય છે. 0-7નો pH એટલે શરીર એસિડિક છે, 7 pH ન્યુટ્રલ છે.7-14 pH એલ્કલાઈન છે. આપણા શરીરમાં જે ધાતુઓ હોય છે. જેના કારણે એલ્કલાઈન વસ્તુઓ વધુ સારી લાગેછે.

એસિડિક ગ્રુપમાં ચિકન, માછલી, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા, આલ્કોહોલનો સમાવેશ થાય છે. ન્યુટ્રલ ગ્રુપની વાત કરવામાં આવે તો તેમાં ન્યુટ્રલ ફેટ, સ્ટાર્ચ, શુગરનો સમાવેશ થાય છે. એલ્કલાઈન ગ્રુપમાં ફળ, શાકભાજી અને ડ્રાયફ્રૂટસનો સમાવેશ થાય છે. તીખા અને ખારા ખોરાકને એલ્કલાઈન લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.

એલ્કલાઈન ફૂડ વાળ માટે કેવી રીતે છે ફાયદાકારક ?
એલ્કલાઈન ફૂડ શરીરના pH લેવલ બેલન્સમાં રાખે છે જેના કારણે પાચન ક્રિયા બરાબર થાય છે. ભોજનથી શરીરમાં બધા જ પ્રકારના પોષક તત્વો મળે છે. આ પોષક તત્વો વાળના ગ્રોથ માટે પણ મદદગાર સાબિત થાય છે.

વાળની લંબાઈ માટે આ એલ્કલાઈન ફૂડનું કરો સેવન

અફેદ અનાજને કહો અલવિદા
વ્હાઇટ શુગર,સફેદ રીફાઇન્ડ લોટની બદલે મલ્ટીગ્રેન લોટ જેવા કે રાગી, જુવાર બાજરાના લોટને મિક્સ કરીને સેવન કરો. સફેદ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડનું સેવન કરો.

લીલા શાકભાજી
કાકડી, પાલક, દૂધી, બ્રોકોલી, કારેલા, કઠોળ અને અન્ય લીલા શાકભાજી એલ્કલાઈન ફૂડનો બેસ્ટ વિકલ્પ છે. આ શાકભાજીમાં વિટામિન K અને ફોલેટનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને પીએચ લેવલને પણ બેલેન્સ કરે છે. જ્યારે પાચન બરાબર થશે તો શરીરને તમામ પોષક તત્વો મળી રહેશે.

તુલસીની ચા
તુલસી અને ગોળની ચા પણ વાળ માટે ફાયદાકારક છે. તુલસી, ફુદીના અને દૂધીનું જ્યુસ પણ વાળની લંબાઈ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

અખરોટ
અખરોટમાં આલ્ફા લિનોલેનિક એસિડ હોય છે, જે શરીરમાં બ્લડ ક્લોટ બનવાથી અટકાવે છે. જેના કારણે હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. અખરોટ ખાવાથી રુક્ષ વાળ સુંદર થાય છે આ સાથે જ ત્વચા ઉપર પણ ગ્લો આવે છે. અખરોટ ખાવાની સાથે-સાથે તેનું તેલ પણ વાળને લાંબા કરવા માટે પણ લગાવી શકાય છે.

પપૈયા
પપૈયા એ આલ્કલાઇન અને એસિડિક ફૂડ છે. પપૈયામાં રહેલા મિનરલ્સ, વિટામિન્સ વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવા સિવાય પપૈયાનો હેર માસ્ક બનાવીને પણ લગાવી શકાય છે.