ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ હવે કોઈપણ વ્યક્તિની પ્રતિભા દર્શાવવાનું સરળ કરી દીધું છે. હાલમાં જ ઘણા મેકઅપ આર્ટિસ્ટે પોતાની કલાનો ઉપયોગ કરીને આશ્ચર્યચકિત કરી દે તેવું ટ્રાન્સફોર્મેશન કર્યું છે. કેટલાક આર્ટિસ્ટે તો લોકોનો ચહેરો પણ બદલી નાખ્યો છે. જો કે, તમે લગ્નમાં માત્ર દુલ્હનને જ મેકઅપની સાથે જોઈ હશે, પરંતુ જ્યારે એક મેકઅપ આર્ટિસ્ટ પોતાનું હુનર બતાવે તો તે કોઈનો પણ ચહેરો બદલી શકે છે.
યુવતીએ પોતાની દાદી જેવો મેકઅપ કર્યો
એક મેકઅપ આર્ટિસ્ટે એવું કારનામું કરી બતાવ્યું છે, જેના પર કોઈને સરળતાથી વિશ્વાસ પણ ન આવે. પ્રિયંકા પવાર તરીકે ઓળખાતી મેકઅપ આર્ટિસ્ટે પોતાન દાદીના જેવો મેકઅપ કરીને તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. થોડા દિવસો પહેલા જ તેણે એક સુંદર વીડિયો શેર કર્યો, જેમાં તેણે પોતાની દાદીને સન્માનિત કરવા માટે પોતાનો ચહેરો બદલી નાખ્યો.
મેકઅપ આર્ટિસ્ટે પોસ્ટમાં જણાવી કહાની
તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @makeupbypriyankapanwar પર વીડિયો શેર કર્યો અને ઈમોશનલ કેપ્શન લખ્યું. પ્રિયંકાએ લખ્યું, 'આ તમારા માટે છે માતા. તે હવે અમારી વચ્ચે નથી અને તેને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હું દરરોજ તેને યાદ કરું છું. મને પ્રેમનો ડેલી ડોઝ મળતો હતો, જ્યારે હું કામ પર જતી હતી તો તેમણે ગળે લગાડતી હતી અને કિસ કરતી હતી. જે દિવસે તે આ દુનિયા છોડીને જતી રહી તે દિવસે સવારે મને કામ માટે મોડું થઈ રહ્યું હતું અને ગળે મળ્યા વગર હું જતી રહી હતી. તેમણે મને કહ્યું હતું કે, દીકરી મારી પાસે આવી જા, પરંતુ મને મોડું થઈ રહ્યું હતું છે માતા, તેથી હું જતી રહી પરંતુ મને તેનો આજે પણ અફસોસ છે. એટલો અફસોસ છે કે હું એ દિવસે તેમને કેમ ન મળી. એક જોઈન્ટ ફેમિલીમાં ભણીગણી છું અને તમને તમારા દાદા-દાદી સાથે આટલો સમય પસાર કરવા મળે છે. મારી સૌથી સુંદર યાદો તેમની સાથે છે અને હું તેણે જીવનભર સાચવીને રાખીશ.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા
આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાઈરલ થઈ ગયો છે, જેને જોઈ લોકો ભાવુક થઈ ગયો. એક યુઝરે લખ્યું, 'આ ઈન્ટરનેટ પર સૌથી સુંદર વીડિયો છે. હું આ વીડિયો જોઈ ઈમોશનલ થઈ ગયો. ઘણો બધો પ્રેમ.' અન્ય એક યુઝરે લખ્યું, 'તમે એક પ્રેરણા છો મેમ.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.