- Gujarati News
- Lifestyle
- Got Paint On Everything From Your Face To Your Furniture?, This Remedy Will Remove The Paint Without Causing Any Damage
ધુળેટીની ઉજવણી કરો ચિંતામુક્ત થઈને:ચહેરાથી લઈને ફર્નિચર પર રંગ લાગી ગયો છે?, આ ઉપાય કરવાથી રંગ પણ દૂર થશે અને નુકસાન પણ નહીં થાય
આજે ધુળેટીનો તહેવાર છે. લોકો રંગ અને ગુલાલથી ધામધૂમપૂર્વક ઉજવણી કરશે. પરંતુ આ બધા વચ્ચે જો કોઈ ઘરમાં આવીને જબરદસ્તીથી કલરથી રમે છે તો મુશ્કેલી સર્જાય છે. ઘરમાં આવીને આખું ઘર કલરથી ખેદાન-મેદાન કરી જાય છે.
આજે આપણે કામના સમાચારમાં જાણીશું કે રંગને દૂર કરવા માટે શું ઉપાય કરી શકાય જેથી ઘર પણ સાફ રહે અને હોળીની ઉજવણીમાં ભંગ પણ ન થાય
સૌથી પહેલા તો કપડાં પર રંગ લાગી જાય છે તો શું કરવું જોઈએ?
ઉપાય : હોળીના દિવસે કપડાં પર લાગેલા રંગને દુર કરવા માટે તમે આ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો...
- નેલ પેન્ટ રિમુવર : રૂમાં નેલ પેન્ટ રિમુવરને લઇને જે જગ્યા પર દાગ હોય તે જગ્યાએ ઘસો. આ બાદ કપડાંને ધોઇ લો.
- ટુથ પેસ્ટ : જે જગ્યાએ રંગ લાગેલો હોય તે જેલવાળી ટૂથપેસ્ટ લગાવી દો, ટૂથપેસ્ટ સુકાઈ જાય બાદમાં કપડાંને સાબુથી ધોઈ લો.
- કોર્ન સ્ટાર્ચ : કોર્ન સ્ટાર્ચમાં દુધમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને જે જગ્યા પર દાગ હોય ત્યાં લગાવો અને થોડાં સમય માટે રાખી દો, આ બાદ બ્રશથી સાફ કરી દો.
- આલ્કોહોલ : તો કપડાંમાં જે જગ્યાએ રંગ લાગેલો છે તે જગ્યાએ આલ્કોહોલના 2-3 ટીપા નાખીને ઘસી નાખો, આ બાદ સાબુથી ધોઈ લો.
- લીંબુનો રસ : જે કપડાંમાં રંગ લાગેલો હોય તે કપડાંને લીંબુના રસમાં પલાળીને રાખી દો, આ બાદ અડધો કપ લીંબુનો રસ કપડાં પર લગાવીને સાબુથી ધોઈ લો.
- દહીં : રંગ લાગેલા કાપડને દહીંમાં થોડો સમય પલાળી રાખો. આ પછી ડાઘને ઘસીને ધોઈ લો.
- બેકિંગ સોડા : લાઈટ કલરના કપડાંમાંથી રંગ કાઢવા માટે બ્લીચ સાથે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
જો વાળમાં હાઈલાઈટ કરાવેલી હોય અને રંગ ન નીકળે તો શું કરવું જોઈએ?
ઉપાય : જો શેમ્પુ અને ચોખ્ખા પાણીથી વાળ ધોયા બાદ પણ હોળીનો રંગ ન નીકળે તો ઘરગથ્થુ ઉપાય કરી શકો છો.
- વાળમાંથી રંગ કાઢવા માટે તલનું તેલ ગરમ કરો અને તેમાં ઈંડાનો સફેદ ભાગ ઉમેરો અને પેસ્ટની જેમ વાળ પર લગાવો. અડધા કલાક પછી શેમ્પૂ કરો. આ પછી અડધા કપ ગુલાબજળમાં લીંબુ મિક્સ કરી ચોખ્ખા પાણીથી ધોઈ લો.
- હોમમેઇડ હેર ક્લીંઝરનો પણ ઉપયોગ કરી શકો છો. અરીઠા,આંબળા અને શિકાકાઈને લગભગ એક લિટર પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. પાણી ઠંડુ થાય ત્યારે ગાળી લો અને વાળ ધોઈ લો.
જો ચહેરા પર પાકો રંગ લાગી ગયો હોય ત્યારે શું કરવું જોઈએ?
જવાબ : આ 5 ઘરગથ્થુ ઉપાય કરી શકો છો...
- કાકડીના રસમાં ગુલાબજળ અને એક ચમચી વિનેગર મિક્સ કરો અને મિશ્રણથી ચહેરો ધોઇ લો. જેના કારણે રંગ તો દૂર થશે અને ત્વચામાં પણ ચમક જોવા મળશે.
- મૂળાના રસમાં દૂધ અને ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટનો ઉપયોગ ચહેરા ઉપરાંત શરીરના અન્ય ભાગો માટે પણ કરી શકાય છે.
- ચણાના લોટમાં લીંબુ અને દૂધ મિક્સ કરવાથી ચહેરા પર જે રંગ હશે તે દૂર થશે.
- થોડું કાચું પપૈયું દૂધમાં પીસીને મિક્સ કરી લો. તેમાં મુલતાની માટી અને બદામનું તેલ ઉમેરો. આ પેસ્ટને ઓછામાં ઓછા અડધા કલાક સુધી ચહેરા પર લગાવો. આ બાદ ચોખ્ખા પાણીથી ચહેરાને ધોવાથી રંગ દૂર થશે.
- જો ચહેરા પર ખીલ હોય અને રંગ જામી ગયો હોય તો સંતરાની છાલ, દાળ અને બદામને પીસીને દૂધમાં મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો.
જો હથેળીમાંથી રંગ ન જતો હોય ત્યારે શું કરવું જોઈએ?
જવાબ : હંમેશા એક વાતને યાદ રાખો કે, ક્યારે પણ રંગને દૂર કરવા માટે સીધો સાબુનો ઉપયોગ ન કરો, સીધો સાબુનો ઉપયોગ કરવાથી સ્કિન ડ્રાય થઇ શકે છે. પહેલા કોઈ તેલ કે ક્રીમ હાથ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.
- લોટમાં હળદર, ચણાનો લોટ અને તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો, આ પેસ્ટનો ઉપયોગ રંગને દૂર કરવા માટે થઈ શકે છે.
- મુલતાની માટી અને ગુલાબજળની પેસ્ટ પણ હથેળી પર લગાવી શકાય છે.
- રંગથી છૂટકારો મેળવવા માટે તમારા હાથને ખૂબ ઘસશો નહીં. જેના કારણે શુષ્કતા અને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓ પણ થશે.
- રંગ દૂર કર્યા બાદ હાથ પર કોઇપણ તેલ કે મોઇશ્ચરાઇઝર લગાવો.
- નખમાંથી રંગ દૂર કરવા માટે એક બાઉલમાં લીંબુનો રસ લો. તેમાં નખને થોડીવાર પલાળી રાખો, પછી બ્રશથી સાફ કરી લો.
બાથરૂમમાંથી કલરને દૂર કરવા માટે શું કરી શકાય?
હોળીની ઉજવણી બાદ સૌથી વધુ રંગ ક્યાંય જોવા મળતો હોય તો તે બાથરૂમમાં છે. આવી સ્થિતિમાં, પ્લાસ્ટિકના મોજા પહેરીને બાથરૂમમાં ફિક્સર એટલે કે નળ, શાવર અથવા ટુવાલ હેંગરને સ્પર્શ કરો.
- બાથરૂમનો ઉપયોગ કરતા પહેલા ફિક્સર પર પેટ્રોલિયમ જેલી અથવા તેલ લગાવો, જેથી પાછળથી રંગ સરળતાથી દૂર કરી શકાય.
- હોળી પછી સ્નાન કરવા અને રંગોને દૂર કરવા માટે બાથટબનો ઉપયોગ કરો અને જેથી બાથરૂમની ફ્લોર અને અન્ય ફિક્સરને નુકસાન ન થાય.
- કલર-પલાળેલા કપડાં સીધા જ વોશિંગ મશીનમાં નાંખો. તેમને ધોઈને ડસ્ટર અથવા વાઇપ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
હોળીના દિવસે મોઢા પર કેમિકલવાળા રંગ મોઢા પર લાગી ગયો હોય અને સ્કિન ફાટી ગઈ હોય તો શું કરવું જોઈએ? ઉપાય : હોળીના દિવસે ઘણા લોકો કેમિકલવાળા પાકા કલરનો પણ ઉપયોગ કરે છે. જેના કારણે ત્વચા ખરાબ થાય છે. આ રાસાયણિક રંગોથી બચવા માટે આ રહી ટિપ્સ-
- હોળી રમવાના ઓછામાં ઓછા 15 મિનિટ પહેલા ચહેરા પર બરફથી મસાજ કરો. જેના કારણે ત્વચાના છિદ્રો ઓછા થઈ જાય છે. આ કારણે કેમિકલ કલર્સ સ્કિનની અંદર જઈ શકશે નહીં.
- ત્વચા અને વાળ પર નાળિયેર અથવા બદામનું તેલ લગાવો અને હોઠ પર લિપ બામ લગાવવાથી સુરક્ષિત રહી શકાય છે.
કેમિકલ કલરને કારણે ચામડી ફાટી ગઈ હોય તો કરો આ ઉપાયો...
- ગરમ પાણી અને ફેસવોશથી ચહેરો સાફ ન કરો. તેનાથી બળતરા વધશે.
- નારિયેળ તેલને રૂ પર લો અને હળવા હાથથી ચહેરા પર લગાવો. જ્યારે તમને લાગે કે ચહેરા પરથી ઘણો રંગ નીકળી ગયો છે, તો પછી આલ્કોહોલ-ફ્રી મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરો. આ રીતે ચહેરા પરથી આખો રંગ નીકળી જશે.
- આ સિવાય અલગ-અલગ રંગને કારણે ત્વચામાં બળતરા થતી હોય તો દહીં લગાવો અને આ દહીં સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ લો.
- કેમિકલ કલરથી થતી બળતરા દૂર કરવા માટે ગાયના ઘીથી ચહેરા પર મસાજ કરો.
- એલોવેરા જેલ એન્ટી એલર્જી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. રંગને કારણે થતી ફોલ્લીઓ અથવા એલર્જી પર લગાવી શકો છો.
જો કોઈ નવી ગાડી પર રંગ લાગી ગયો હોય તો દુર કરવા માટે શું કરવું જોઈએ?
ઉપાય : ગાડી પર રંગ લાગી ગયો હોય તો આ રીતે છુટકારો મેળવી શકો છો...
- કારમાંથી દૂર રંગને દૂર કરવા માટે હાર્ડ ડિટરજન્ટનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. હાર્ડ ડિટરજન્ટથી કારના પેઇન્ટને નુકસાન થઈ શકે છે.
- કાર વોશ શેમ્પૂનો ઉપયોગ કરો. તે મુલાયમ છે અને કારના પેઇન્ટને નુકસાન પહોંચાડશે નહીં. હોળીનો રંગ દૂર કરવા માટે થોડું વધારે કાર વોશ શેમ્પૂનો ઉપયોગ કરો.
- જ્યાં રંગ લગાવામાં આવે છે ત્યાં વધારે ફોર્સ કે જોરદાર દબાણથી કારને ઘસશો નહીં. દબાણ સાથે આ વિસ્તારને ધીમે-ધીમે અને હળવાશથી ઘસો. આમ કરવાથી કાર પરના ડાઘ દૂર કરવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તમારી કારનો રંગ સુરક્ષિત રહેશે.
- કાર ધોવા માટે કપડાંનો ઉપયોગ કરવાનું ટાળો. આ માટે સોફ્ટ વોશિંગ ફીણનો ઉપયોગ કરો અને તેનાથી કારને ઘસો. જેના કારણે કાર પર સ્ક્રેચ નહીં પડે.
ફર્નિચર પરથી રંગને દૂર કરવા માટે શું કરવું જોઈએ?
ઉપાય મોટાભાગનું ફર્નિચર દિવાલો પર અડીને જ રાખો જેથી રૂમમાં જગ્યા પણ રહેશે અને તેમના પર રંગની સંભાવના ઓછી થશે.
- જો સરળતાથી ફર્નિચર તૂટી જાય તો તેને એક રૂમમાં મૂકીને લોક કરી દો.
- ફર્નિચરને જૂની બેડશીટથી ઢાંકી દો.
- આ ઉપાયો છતાં જા ફર્નિચર રંપર રંગ લાગી જાય હાઇડ્રોજન પેરોક્સાઇડ સ્પ્રે છાંટો અને તેને સુતરાઉ કાપડ અથવા સ્પોન્જથી ધીમે-ધીમે સાફ કરો. એસિટોનથી પલાળેલા રૂથી ફર્નિચર પરના રંગના ડાઘાઓ પણ દૂર થઈ શકે છે. જો કે, તે વાર્નિશ દૂર કરી શકે છે, તેથી રૂ ઉપયોગ ઓછો કરવો જોઈએ.