હિટલરની ઘડિયાળ 9 કરોડમાં વેચાઈ:જર્મન ચાન્સેલર બન્યા ત્યારે ગિફ્ટ મળી, પત્ની ઈવા બ્રાઉનનાં અંડરગાર્મેન્ટ્સની 5 લાખની બોલી લાગી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ઘડિયાળ કે જે એડોલ્ફ હિટલરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યું છે, તેની હરાજી કરવામાં આવી હતી. એલેક્ઝાંડર હિસ્ટોરિકલ ઓક્શનમાં આ ઘડિયાળને લગભગ 1.1 મિલિયન ડોલર એટલે કે 8 કરોડ 72 લાખમાં વેચવામાં આવી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે, કે આ ઘડિયાળને વેચતાં પહેલાં જ તેની હરાજી 2 થી 4 મિલિયન ડોલર સુધી થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વોચ પ્રોનાં જણાવ્યા મુજબ એડોલ્ફ હિટલરની એન્ડ્રિયાસ હુબેર નામની આ સોનાની ઘડિયાળ 20 એપ્રિલ, 1933નાં રોજ તેના 44માં જન્મદિવસે મળી હતી. યહૂદી નેતાઓએ મેરીલેન્ડમાં એલેક્ઝાંડર હિસ્ટોરિકલ ઓક્શનમાં થયેલી હરાજીની નિંદા કરી હતી. જો કે, આ ઘડિયાળ કોને વેચવામાં આવી છે તેનો ખુલાસો થયો નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે, કે હિટલરને આ ઘડિયાળ તેનાં જન્મદિવસ પર ભેંટમાં મળી હતી
એવું કહેવામાં આવી રહ્યું છે, કે હિટલરને આ ઘડિયાળ તેનાં જન્મદિવસ પર ભેંટમાં મળી હતી

વર્ષ 1933માં સ્વસ્તિક નિશાનવાળી આ ઘડિયાળ ભેંટમાં મળી હતી
'ધ ડેલીમેલ' અનુસાર આ ઘડિયાળ પર સ્વસ્તિક બનેલું છે અને તેની સાથે જ તારીખ પણ લખવામાં આવી છે. આ તારીખે હિટલરનો જન્મદિવસ છે, જે દિવસે તે જર્મનીનો ચાન્સેલર બન્યો હતો. આ જ દિવસે વર્ષ 1933માં નાઝી પાર્ટીએ ચૂંટણી જીતી હતી. એવું માનવામાં આવે છે, કે હિટલરને તે જ દિવસે જર્મનીનાં ચાન્સેલર તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારે પાર્ટી દ્વારા ઘડિયાળ ભેંટમાં આપવામાં આવી હતી.

ફ્રેન્ચ સૈનિકને ઘડિયાળ મળી હતી
4 મે , 1945નાં રોજ જ્યારે હિટલરની બટાલિયન બાવેરિયાના ઊંચાણવાળા વિસ્તારોમાં બેરખાત્સગાડેનમાં પીછેહઠ કરી ત્યારે એક ફ્રેન્ચ સૈનિકને યુદ્ધની લૂંટ તરીકે ઘડિયાળ મળી. હરાજી કરનારનાં જણાવ્યા પ્રમાણે ઘડિયાળ નિર્માતાઓ અને લશ્કરી ઇતિહાસકારોએ ઘડિયાળની પૃષ્ઠભૂમિનો અભ્યાસ કર્યો છે અને એડોલ્ફ હિટલર ખરેખર તેની માલિકી ધરાવે છે તે સર્વસંમતિ પર પહોંચ્યા છે.

હિટલરની પત્નીનો નાઇટ ડ્રેસ અને હર્મન ગોરિંગની પત્ની એમીના બ્રેસલેટની પણ હરાજી કરવામાં આવી હતી
હિટલરની પત્નીનો નાઇટ ડ્રેસ અને હર્મન ગોરિંગની પત્ની એમીના બ્રેસલેટની પણ હરાજી કરવામાં આવી હતી

હિટલરની પત્ની ઈવા બ્રાઉનની અંડરગાર્મેન્ટ્સની હરાજી કરવામાં આવી
હિટલરની પત્ની ઈવા બ્રાઉનનાં પિંક અંડરગાર્મેન્ટ્સની હરાજી લગભગ 3 લાખ રૂપિયામાં કરવામાં આવી હતી. તેને યુકેનાં એક બિઝનેસમેને ખરીદ્યા હતાં. આ ઉપરાંત બિઝનેસમેને હિટલરની પત્નીનો નાઈટ ડ્રેસ પણ ખરીદ્યો છે, જેની કિંમત 2.5 લાખ હોવાનું કહેવાય છે. ટોસેસ્ટરમાં યોજાયેલી 'હમ્બર્ટ એન્ડ એલિસ હરાજી'ની આ જ હરાજીમાં હર્મન ગોરિંગની પત્ની એમીના બ્રેસલેટની પણ હરાજી કરવામાં આવી હતી. વર્ષ 1938માં બનેલાં આ સોનાનાં બ્રેસલેટમાં એક સ્વસ્તિક સાથે વચ્ચે લોકેટ પણ છે, જેમાં હિટલરની એક ફોટો પણ છે. ગોરિંગ હિટલરનો સૌથી નજીકનો વિશ્વાસુ હતો.