• Gujarati News
  • Lifestyle
  • Good News For Astronauts, These 5 Planets Will Be Seen In A Row On June 24 After 18 Years

અંતરિક્ષમાં 'પ્લેનેટ પરેડ':અંતરિક્ષપ્રેમીઓ માટે સારાં સમાચાર, 18 વર્ષ બાદ 24 જૂને આ 5 ગ્રહો સળંગ જોવા મળશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમને અંતરિક્ષમાં રસ હોય તો જૂન મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને તમે નરી આંખે સળંગ પાંચ ગ્રહોને એકસાથે જોઈ શકશો, આ પાંચ ગ્રહોના નામ છે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ. આ દુર્લભ નજારો 24 જૂનના રોજ જોવા મળી શકે છે. જોકે, એક સળંગ રેખામાં બેથી ત્રણ ગ્રહોનું આવવું સામાન્ય વાત છે, પરંતુ પાંચ ગ્રહોનું સંયોજન બ્રમ્હાંડમાં એક અનોખું જ દ્રશ્ય સર્જે છે. આ દૃશ્યને 'પ્લેનેટ પરેડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કોઈ વૈજ્ઞાનિક વ્યાખ્યા નથી, ખગોળશાસ્ત્રમાં આ શબ્દનો ઉપયોગ માત્ર આ ઘટનાનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે.

ફક્ત એક કલાક માટે જ દેખાશે આ નજારો
અંતરિક્ષ પ્રેમીઓ વહેલી સવારે ટેલિસ્કોપની મદદથી આ નજારો જોઈ શકશે. ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકોએ દક્ષિણ અને પૂર્વ તરફ જોવું પડશે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં રહેતા લોકોએ ઉત્તર અને પૂર્વ તરફ જોવું પડશે. સ્કાય એન્ડ ટેલિસ્કોપ મેગેઝિનના જણાવ્યા અનુસાર આ દ્રશ્ય જોવા માટે તમારી પાસે એક કલાકનો સમય હશે. અહેવાલો પરથી મળતી માહિતી મુજબ તમામ ગ્રહોમાં બુધને સરળતાથી જોઈ શકાય છે. ચંદ્ર એ શુક્ર અને મંગળની વચ્ચે સ્થિત રહેશે. આ દિવસે ચંદ્ર અર્ધચંદ્રાકારનો હશે. જોકે, આ દિવસે બુધ અને શનિ વચ્ચેનું અંતર 107 ડિગ્રી વધી જશે.

હવે વર્ષ 2040માં દેખાશે આ સંયોજન
આ ઘટના 3 અને 4 જૂને પણ ઘટી હતી. આ બે દિવસની સવારે બુધ અને શનિ વચ્ચેનું અંતર 91 ડિગ્રી હતું. આ દ્રશ્ય જોવા માટે લોકો પાસે માત્ર અડધો કલાકનો સમય હતો. આ ઘટના ડિસેમ્બર વર્ષ 2004માં બની હતી. જો તમે 24 જૂને આ નજારો જોવાનું ચૂકી જશો તો ફરી આ નજારો જોવા માટે વર્ષ 2040 સુધી રાહ જોવી પડશે.