• Gujarati News
  • Lifestyle
  • Goldfish Floating In The Water Came Out Of The Comfort Zone, Drove A Car On The Ground And Managed To Trace Its Target.

ઈઝરાયલ:પાણીમાં તરતી ગોલ્ડ ફિશે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જમીન પર કાર ચલાવી, પોતાના ટાર્ગેટને ટ્રેસ કરવામાં સફળ રહી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માછલી માટે કાર બનાવી
  • વૈજ્ઞાનિકોએ માછલીઓને કાર ચલાવવાના ટ્રેનિંગ આપી

અત્યાર સુધી તમે નાનાં બાળક, શ્વાન કે વાનરને કાર ચલાવતાં જોયા હશે તમે ક્યારે માછલીને કાર ચલાવતાં જોઈ છે?! સાંભળે માનવામાં ન આવતી આ વાત સાચી છે. ઈઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માછલી માટે કાર બનાવી છે. પાણીમાં તરતી માછલીઓ આ કાર સરળતાથી જમીન પર ચલાવી શકે છે. આ કારનાં માધ્મયથી વૈજ્ઞાનિકો એ સાબિત કરવા માગતા હતા કે માછલીઓ વિપરિત પરિસ્થિતિમાં પણ પોતાની દિશા ભૂલતી નથી. તે ગમે તે રીતે ટાર્ગેટની ઓળખ કરી તે દિશામાં જ પ્રયાણ કરે છે.

વૈજ્ઞાનિકોના પ્રયોગમાં માછલીઓ ખરી સાબિત થઈ. ગોલ્ડ ફિશે જમીન પર કાર ચલાવી અને સફળ રીતે ટાર્ગેટ સુધી પહોંચી. આ પહેલાં 2014માં નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ માછલીઓ માટે કાર બનાવી હતી. જોકે આ પ્રોજેક્ટ કમ્પ્યુટરની સંભાવના પ્રદર્શિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

આ રીતે ડેવલપ થઈ માછલી માટે કાર
વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારની રોબોટિક કાર બનાવી. આ કાર પર એક પાણીની ટેન્ક ફિટ કરી તેમાં ગોલ્ડ ફિશ રાખવામાં આવી. માછલીના મોંઢાની દિશા સમજવા માટે એક કમ્પ્યુટરાઈઝ ડિવાઈસ અટેચ કરાયું. તેની નીચે માછલીની મૂવમેન્ટ ટ્રેક કરવા કેમેરા અટેચ કરાયો. કમ્પ્યુટરને આ તમામ ડેટા મળે ત્યારે તે માછલીના મોંઢાની દિશા પ્રમાણે કારને આગળ ધપાવે છે.

આ રીતે ગોલ્ડ ફિશે રોબોટિક કાર ચલાવી

વૈજ્ઞાનિકોએ માછલીઓને ટ્રેનિંગ આપી
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ પ્રયોગ માટે 6 ગોલ્ડ ફિશને ટ્રેનિંગ અપાઈ. પહેલાં એક નાના રૂમમાં માછલીને ટ્રેનિંગ અપાઈ ત્યારબાદ બહાર રસ્તા પર તેમને કાર ચલાવવાનો ટાસ્ક અપાયો.

શરુઆતમાં માછલીને કારમાં ટાર્ગેટ સુધી પહોંચવામાં 30 મિનિટનો સમય લાગતો હતો. ક્યારેક માછલી રસ્તો પણ ભટકી જતી હતી. જોકે ધીરે ધીરે આ સમય ઘટીને 1 મિનિટનો થઈ ગયો. માછલીઓને ટાર્ગેટમાં ખાવાની વસ્તુ અપાતી હતી.

કાર ચલાવવામાં માછલીઓ એક્સપર્ટ બની
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, માછલીઓ પોતાની આવડત સાથે કાર ડ્રાઈવ કરી. માછલીઓ અલગ વાતાવરણમાં પણ પોતાના ટાર્ગેટને ન ભૂલી અને યોગ્ય દિશામાં આગળ વધતી રહી. ટાર્ગેટનું સ્થાન બદલવામાં આવતું તો પણ માછલી તેને ટ્રેક કરવામાં સફળ રહી.

આ પ્રયોગ પહેલાં ઉંદર અને શ્વાન પર થયો હતો. તેમના માટે પણ આવા વ્હીકલ્સ બનાવાયા હતા. પ્રયોગમાં ટાર્ગેટની ઓળખ કર્યા બાદ શ્વાન અને ઉંદર પણ ટાર્ગેટને ટ્રેક કરવામાં સફળ રહ્યા.

અન્ય સમાચારો પણ છે...