તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમૂલ્ય ખજાનો:તેલંગાણામાં જમીનનું ખોદકામ દરમિયાન માલિકને સોના-ચાંદીનાં ઘરેણાં ભરેલો ઘડો મળ્યો

એક મહિનો પહેલા
  • જમીનના માલિક નરસિંહુલુના 11 એકરના પ્લોટ પર ખોદકામ ચાલુ હતું અને તે દરમિયાન તાંબાનો ઘડો મળ્યો હતો

તેલંગાણામાં જનગાંવ શહેરમાં જમીન ખોદતી વખતે ઘરેણા ભરેલો ઘડો મળ્યો. સોના-ચાંદીનાં એન્ટિક ઘરેણાં જોઇને બધાને નવાઈ લાગી હતી. જમીનના ખોદકામ દરમિયાન ઘરેણાં મળી આવતા ગામલોકોએ ત્યાં મંદિર હોવાની વાત પણ કહી રહ્યા છે.

જમીનના માલિક નરસિંહુલુના 11 એકરના પ્લોટ પર ખોદકામ ચાલુ હતું અને તે દરમિયાન તાંબાનો ઘડો મળ્યો હતો. JCBનું કામ ચાલુ હતું ત્યારે આ ઘડો અથડાયો અને તેમાંથી સોના-ચાંદીના ઘરેણાં નીકળ્યા હતા.

ઘડામાં 1.727 કિલોગ્રામ ચાંદીના ઘરેણાં અને 187.45 ગ્રામ સોનાનાં ઘરેણાં હતા. તેમાં કાનની બુટ્ટી, નથણી, વીંટી અને હાર સામેલ હતા. જો કે, જમીનનો માલિક આ ઘરેણાં તેની સાથે રાખી નહિ શકે. નિયમ પ્રમાણે આ બધી વસ્તુ પુરાતત્વ વિભાગને સોંપવાની હોય છે. તેની પર કોઈની માલિકી હોતી નથી. ઇન્ડિયન ટ્રેઝર એક્ટ 1878 પ્રમાણે, આ ખજાનો વરંગલ અર્બન ડિસ્ટ્રીક્ટમાં પુરાતત્વ વિભાગ સાચવશે. પુરાતત્વ વિભાગના એક્સપર્ટ આ ખજાના પર રિસર્ચ કરીને જાણશે આ ઘરેણાં કેટલા જૂનાં છે.

ગામવાસીઓને ખજાનાની ખબર પડતા તેમણે તે જમીન પર શ્રીફળ વધેર્યું અને ફૂલ ચડાવ્યા. તેમનું માનવું છે કે આ જગ્યા પર પહેલાં એક દેવીનું મંદિર હતું અને આ ઘરેણાં પણ તેમના જ હોવા જોઈએ. નરસિંહુલુને આશા છે કે, આગળ જતા પણ તેની જમીનમાંથી આવો ખજાનો મળતો રહે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો