વિશ્વભરની દરેક એરલાઇન્સની એક વિશેષ ગાઈડલાઈન્સ હોય છે અને તેને લઈને તે ખૂબ જ કડક હોઈ શકે છે. જો કે, શુભંકર મિશ્રા નામના યુઝરે ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેની મદદથી તમે તમારો બધો જ સામાન એક નાનકડા બેગમાં ભરી શકશો અને શાંતિથી ટ્રાવેલિંગ કરી શકશો. ટ્વિટર પર અપલોડ કરેલા આ વીડિયોમાં એક મહિલા બ્લેક પ્લાસ્ટિક બેગમાં કપડાં પેક કરતી જોવા મળી રહી છે. સામાન મૂક્યા પછી તે બેગમાંથી બધી હવાને બહાર કાઢવા માટે વેક્યુમ પાઇપનો ઉપયોગ કરે છે. ખૂબ જ ટૂંક સમયમાં, બેગ અડધી સાઇઝમાં આવી જાય છે. આ ટેકનીકથી તમે સરળતાથી ટ્રાવેલિંગ સમયે વધુ સામાન સાથે લઈ જઈ શકશો.
આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે કે, ‘ટ્રાવેલિંગમાં વધુ સામાન સાથે લઈ જતા લોકો માટે આ ટેકનીક વરદાન સાબિત થશે.’
અપલોડ થયા પછી આ વીડિયોને 4Kથી વધુ વ્યૂઝ મળી ગયા છે. એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરી, ‘વેક્યુમ ક્લીનર ભી સાથ લેકે જાના હેં ક્યા?? આતે વક્ત ભી કરના પાડેગા ના’ અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરી, ‘વાહ, આ એક સરસ વિચાર છે, આભાર.’ અમુક લોકોએ તેમના પોતાના કેપ્શન સાથે આ વીડિયો રીટ્વીટ કર્યો છે. એક યૂઝરે કોમેન્ટ કરી, ‘આ આશ્ચર્યજનક છે, આ અમારા જેવા લોકો માટે છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી. એક યુઝરે તો આ વીડિયોમાં ‘સ્ત્રી’ મૂવીનો ફેમસ ડાયલોગ કોમેન્ટ કર્યો અને કહ્યું, ‘વો સ્ત્રી હે સાહબ, વો કુછ ભી કર સકતી હે’ અન્ય એક યુઝરે તો એવી કોમેન્ટ કરી કે, ‘આ માટે વેક્યુમ બેગ્સનો પણ યુઝ થઈ શકે, અદ્દભૂત!’
આ પહેલા ફુકેટમાં એક ભારતીય પર્યટક હિમાંશુ દેવગનને કહેવામાં આવ્યું હતું કે, ‘તે વિમાનમાં ગુલાબજાંબુનું ટીન લાવી શકશે નહીં. જો કે, દેવગણે તે ટીનને છોડી દેવાને બદલે કંઈક અણધાર્યું કામ કર્યું હતું. તેનામાં રહેલો ભારતીય આ રીતે ભોજનને વેડફાતું જોઈ શકતો ન હતો, તેથી તેણે ગુલાબજાંબુ સુરક્ષા તપાસ અધિકારીઓને આપવાનો નિર્ણય લીધો. ઈન્સ્ટાગ્રામ પર પોતાને સિંગર અને આર્ટિસ્ટ તરીકે વ્યાખ્યાયિત કરતા દેવગણે તે સમયનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જ્યારે તેણે ગુલાબજાંબુના ટીન ખોલ્યા હતા અને ફુકેટ એરપોર્ટના સ્ટાફને ઓફર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.