અલર્ટ:ગ્લોબલ વોર્મિંગ માટે 99.9% માણસો જવાબદાર, 8 વર્ષની 88 હજાર સ્ટડી સમજ્યા પછી વૈજ્ઞાનિકોએ કરેલો દાવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ એશિયાની વસતીએ વધારે ગરમીનો સામનો કરવો પડશે

ગ્લોબલ વોર્મિંગ માટે માણસો 99.9% જવાબદાર છે. છેલ્લા 8 વર્ષોમાં થયેલી 88,125 સ્ટડી આ વાતની સાબિતી છે. રિસર્ચ કરનારી ન્યૂ યોર્કની કોર્નેલ યુનિવર્સીટીના વૈજ્ઞાનિક માર્ક લાઈનસે કહ્યું કે, 2012થી લઈને 2020 સુધી અલગ-અલગ જર્નલ્સમાં પબ્લિશ થયેલા 88 હજારથી વધારે રિસર્ચ વાંચ્યા અને સમજ્યા. પરિણામે એક વાત ખબર પડી કે, ગ્લોબલ વોર્મિંગ માટે વ્યક્તિ પોતે જવાબદાર છે.

ઇંગ્લેન્ડમાં ક્લાઈમેટ ચેન્જ પર એક મોટી કોન્ફરન્સ થવાની છે ત્યારે રિસર્ચનું રિઝલ્ટ આવ્યું. આ કોન્ફરન્સમાં દુનિયાના ઘણા મોટા નેતા સામેલ થવાના છે. કોન્ફરન્સનો લક્ષ્ય દુનિયાભરમાં વધી રહેલા તાપમાનને કેવી રીતે કન્ટ્રોલ કરવું તે વાત પર ચર્ચા કરવાનો છે. વધતું તાપમાન કન્ટ્રોલ કરવા માટે 2015માં પેરિસ ક્લાઈમેટ અગ્રીમેન્ટ થયું હતું, પરંતુ વર્લ્ડ લીડર્સ માટે ગ્લોબલ વોર્મિંગ રોકવું એક મોટી પરીક્ષા સમાન છે.

ગ્લોબલ વોર્મિંગના જોખમ સમજો
પ્રથમ જોખમ:
બરફ પીગળશે, દરિયાની સપાટી વધશે

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2021થી 2025 દરમિયાન એક વર્ષ એવું આવશે જ્યારે રેકોર્ડ બ્રેક ગરમી પડશે. 40% સુધી 1.5 ડિગ્રી તાપમાન વધવાનું જોખમ છે. વર્ષ 2016માં પડેલી ગરમીનો પણ રેકોર્ડ બ્રેક કરશે.

WMOના મહાસચિવ પ્રો. પેટેરી તાલાસે કહ્યું કે, તાપમાન વધવાથી બરફ પીગળશે અને સમુદ્રસપાટી વધશે. વાતાવરણ બગડશે. તેની અસર ભોજન, હેલ્થ, પર્યાવરણ અને વિકાસ પર પડશે. આવનારા સમયમાં અલર્ટ રહેવાનું છે. દુનિયાભરમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવાની જરૂર છે.

બીજું જોખમ: વ્યક્તિની હાઈટ અને મગજનું કદ ઘટી શકે છે
કેમ્બ્રિજ અને ટબિઝેન યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જ માણસોની હાઈટ ઓછી અને મગજનું કદ નાનું કરી શકે છે. છેલ્લા લાખો વર્ષમાં વ્યક્તિની હાઈટ પર અસર થઈ રહી છે. તેનું ડાયરેક્ટ કનેક્શન ટેમ્પરેચર સાથે છે. જે રીતે દર વર્ષે તાપમાન વધી રહ્યું છે અને ગરમી વધી રહી છે, તેની પર વૈજ્ઞાનિકોનું રિસર્ચ અલર્ટ કરનારું છે.

ત્રીજું જોખમ: 40% શાર્ક અને રે માછલીઓ લુપ્ત થવાને આરે
આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, દુનિયાભરમાં 40% શાર્ક અને રે માછલીઓ લુપ્ત થવાને આરે છે. તેનું કારણ છે જરૂર કરતાં વધારે શિકાર અને ક્લાઈમેટ ચેન્જ. 2014માં લુપ્તનું જોખમ 24 હતું હાલ તે ડબલ થઈ ગયું છે.

સંશોધકોએ કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જે ઘણી માછલીઓની તકલીફ વધારી છે. તેનાથી સમુદ્રમાં તાપમાન પણ ઝડપથી વધી રહ્યું છે.

ચોથું જોખમ: દક્ષિણ એશિયા પર જોખમ વધશે
અમેરિકા, ચીન સહિત દુનિયાભરના 10 દેશોના વૈજ્ઞાનિકોએ વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, દુનિયામાં આશરે એક ચતુર્થાંશ વસતી દક્ષિણ એશિયામાં રહે છે. આ વિસ્તાર પહેલેથી ગરમીનો સામનો કરી રહ્યો છે. વધતું તાપમાન એક મોટું જોખમ છે. અહીંના 60% લોકો ખેતી કરે છે. ખુલ્લા મેદાનમાં કામ કરવાથી લૂનું જોખમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...