ગ્લોબલ વૉર્મિંગ ડેન્ગ્યુ ઘટાડશે:ગરમી વધવાથી ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર નબળા બની જાય છે, તે ન ઉડી શકે છે ન તો માણસને સંક્રમિત કરી શકે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જ્યારે એડીઝ ઈજિપ્ટી મચ્છર ડેન્ગ્યુનો વાહક બને છે તો તેની ગરમી સહન કરવાની ક્ષમતા ઘટી જાય છે
  • આવી સ્થિતિમાં મચ્છર સંક્રમિત કરવા લાયક રહેતો નથી

અમેરિકાના વૈજ્ઞાનિકોએ દુનિયામાં વધતા જતાં ગ્લોબલ વૉર્મિંગનો એક ફાયદો પણ જણાવ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગ્લોબલ વૉર્મિંગને કારણે દેશ-દુનિયામાં ડેન્ગ્યુના કેસ ઘટી શકે છે. રિસર્ચ કરનારી પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક એલિઝાબેથ મેક્ગ્રા કહે છે કે, જ્યારે એડીઝ ઈજિપ્ટી મચ્છર ડેન્ગ્યુનો વાહક બને છે તો તેની ગરમી સહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. તે સંક્રમિત કરવા લાયક રહેતો નથી. આ સિવાય મચ્છરોમાં આ રોગ રોકતાં બેક્ટેરિયા વોલ્બાચિયા પણ એક્ટિવ થઈ જાય છે. તેથી ગ્લોબલ વૉર્મિંગથી ડેન્ગ્યુના કેસ ઘટી શકે છે.

તાપમાન વધવા પર મચ્છરો કેવી રીતે સુસ્ત થાય છે જાણો

  • ઈન્ડોનેશિયામાં ડેન્ગ્યુના કેસ ઘટાડવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો. મચ્છરોમાં વોલ્બાચિયા બેક્ટેરિયા ઈન્જેક્ટ કરવામાં આવ્યા. આ બેક્ટેરિયા ડેન્ગ્યુના વાઈરસ ફેલાતા રોકે છે. આ મચ્છરોને ખુલ્લાં વાતાવરણમાં છોડવામાં આવ્યા. રિસર્ચમાં સામે આવ્યું કે જે જગ્યાએ આ મચ્છરોને છોડવામાં આવ્યાં ત્યાં ડેન્ગ્યુના કેસમાં 77% ઘટાડો થયો.
  • સંશોધક એલિઝાબેથે મચ્છરો પર ક્લાઈમેટ ચેન્જની અસરને સમજવા માટે એક પ્રયોગ કર્યો. ડેન્ગ્યુ અને વોલ્બાચિયાથી સંક્રમિત મચ્છરોને પડદામાં રાખી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાાનવાળા ગરમ પાણીમાં ડુબાડવામાં આવ્યા. દુનિયાના અનેક દેશોમાં આટલું તાપમાન પહોંચે છે.
  • પ્રયોગ બાદ જોવા મળ્યું કે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મચ્છર કેટલા સમય બાદ સુસ્ત થઈ જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે. રિસર્ચમાં સામે આવ્યું કે જે મચ્છરો ડેન્ગ્યુથી સંક્રમિત હતા તેઓ નબળા બન્યા અને 3 ગણા સુધી સુસ્ત થયા. તો વોલ્બાચિયા બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છર 4 ગણા વધારે આળસુ બન્યા.
  • રિસર્ચમાં સાબિત થયું કે ગરમ તાપમાનમાં ડેન્ગ્યુવાઈરસ અને વોલ્બાચિયા બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છર નબળા પડવા લાગે છે. તે બીમારી ફેલાવા લાયક બચતા નથી. તેમની ગરમી સહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. તે ન તો ચાલી શકે છે ન ઉડી શકે છે.

મચ્છરમાં વાઈરસ પોતાની સંખ્યા વધારી શકતા નથી
સંશોધક એલિઝાબેથનું કહેવું છે કે, આટલી ગરમીમાં મચ્છરમાં રહેલા ડેન્ગ્યુના વાઈરસ રેપ્લિકેટ કરી શકતા નથી. અર્થાત આ વાઈરસ પોતાની સંખ્યા વધારી શકતા નથી. જો ગ્લોબલ વૉર્મિંગ વધે છે તો ડેન્ગ્યુના કેસ ઘટી શકે છે. ડેન્ગ્યુ જીવલેણ બીમારી છે અને અત્યાર સુધી તેની કોઈ ચોક્કસ સારવાર શોધાઈ નથી.

50 વર્ષમાં 30 ગણા વધ્યા ડેન્ગ્યુના કેસ
WHOના જણાવ્યા પ્રમાણે, ડેન્ગ્યુનો વાઈરસ દર વર્ષે 40 કરોડ લોકોને સંક્રમિત કરી રહ્યો છે અને 25 હજાર લોકોનો ભોગ લઈ રહ્યો છે. WHOનું કહેવું છે કે છેલ્લાં 50 વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં 30ગણો વધારો થયો છે. ડેન્ગ્યુના વાઈરસના સંક્રમણ બાદ તાવ અને શરીરમાં દુખાવા જેવાં લક્ષણો જણાય છે.

અન્ય સમાચારો પણ છે...