• Gujarati News
  • Lifestyle
  • Glass Octopus Which Has Transparent Skin And Visible Internal Organs And Digestive Tract Is Caught On Camera In The Depths Of The Pacific Ocean

દુર્લભ ગ્લાસ ઓક્ટોપસ:વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં ચોરસ આંખ ધરાવતો દુર્લભ ઓક્ટોપસ શોધી કાઢ્યો, તે એટલો પારદર્શી છે કે તેનાં શરીરનાં અંગો પણ જોઈ શકાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેમિડિટ ઓશિયન ઈન્સ્ટિટ્યુટની ટીમે ફીનિક્સ આઈલેન્ડ પાસે આ ઓક્ટોપસ શોધી કાઢ્યો
  • ગ્લાસ ઓક્ટોપસનું શરીર 45 સેન્ટિમીટર સુધી વધી શકે છે
  • ઈંડાંની અંદર તેમનું ભ્રૂણ વિકસિત થાય છે

વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં એક દુર્લભ પારદર્શી ઓક્ટોપસ શોધી કાઢ્યો છે. તેને 'ગ્લાસ ઓક્ટોપસ' નામ અપાયું છે. ખાસ વાત એ છે કે ઓક્ટોપસની ચામડી એટલી પારદર્શી છે કે તેના તમામ અંગો નરી આંખે જોઈ શકાય છે. તેને ફીનિક્સ આઈલેન્ડ પાસે ટ્રાવેલ દરમિયાન ડિસકવર કરાયો હતો. વૈજ્ઞાનિક ભાષામાં તેને વિટ્રેલેડોનેલ્લા રિકાર્ડી કહેવાય છે.

આ પ્રજાતિ સુધી પહોંચવું મુશ્કેલ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓક્ટોપસની આ પ્રજાતિ સુધી પહોંચવું મુશ્કેલ છે કારણ કે, તેઓ પાણીના ખુબ ઉંડાણમાં જીવન પસાર કરે છે. તેને ત્યારે જોવામાં આવ્યો જ્યારે કોઈ અન્ય જીવે તેને પોતાનો શિકાર બનાવ્યો.

શેમિડિટ ઓશિયન ઈન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર ડૉ. જ્યોતિકા વીરમાની કહે છે કે, વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે જળયાત્રા કરવા પર વિજ્ઞાન સંબંધિત વસ્તુઓ શોધવામાં આવી. ગ્લાસ ઓક્ટોપસ પણ પાણીની અંદર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જોવા મળ્યો.

ગ્લાસ ઓક્ટોપસની આંખો ચોરસ હોય છે
સંશોધકોનું કહેવું છે કે, ગ્લાસ ઓક્ટોપસ પર અત્યાર સુધી કોઈ મોટું રિસર્ચ કરવામાં આવ્યું નથી. તેથી તેના વિશે વધારે માહિતી સામે આવી નથી. તેનું શરીર 45 સેન્ટિમીટર સુધી વધી શકે છે. ગ્લાસ ઓક્ટોપસનાં સકર્સ નાના હોય છે. તેની આંખો ચોરસ હોય છે અને ઈંડાંની અંદર તેમનું ભ્રૂણ વિકસિત થાય છે. તે ત્યાં સુધી વિકસિત થાય છે જ્યાં સુધી તે બહાર આવવા લાયક ન બની જાય.

ડૉ. વીરમાની અને તેમની ટીમ ફીનિક્સ આઈલેન્ડ ડિસકવર કરવા માટે 34 દિવસની જળયાત્રા પર નીકળી હતી. ફીનિક્સ આઈલેન્ડ દુનિયાની સૌથી મોટી કોરલ ઈકોસિસ્ટમ છે. અહીં વૈજ્ઞાનિકોએ કોરલની નવી પ્રજાતિ શોધી છે. તેમાં ગોલ્ડન કોરલ પણ સામેલ છે.

સમુદ્ર યાત્રા દરમિયાન સમુદ્રી જીવોને જોનારા રોબોટે વ્હેલ શાર્ક પણ જોઈ અને તેનાં દૃશ્યો કેમેરામાં કેદ કર્યા. આ વ્હેલ શાર્કની લંબાઈ આશરે 40 ફૂટ હતી. આ સિવાય એક કરચલો પણ હતો જે અન્ય કરચલા પાસેથી માછલીઓ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ધ વુડ્સ હોલ ઓશિયનોગ્રાફિક ઈન્સ્ટિટ્યુટના બાયોલોજિસ્ટ ડૉ. ટિમ શેન્ક કહે છે કે, સમુદ્રના તળિયાના જીવોને જોઈએ તો માલુમ પડે છે કે આ જીવોએ પોતાને કેવી રીતે બદલી કાઢયા છે. અહીં એવી અનેક વસ્તુ મળે છે જે પહેલાં ક્યારેય ન શોધાઈ હોય.