તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Girls Posting Their Photos In Ripped Jeans On Social Media, This Trend Started After Uttarakhand Chief Minister Tirath Singh Criticized This Jeans

#રિપ્ડ જીન્સ:ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહે જાહેરમાં ફાટેલા જીન્સની આલોચના કરી, સોશિયલ મીડિયા પર છોકરીઓએ કહ્યું, ‘તમારા કામથી કામ રાખો’

6 મહિનો પહેલા
  • સ્વરા ભાસ્કર અને નવ્યા નવેલી નંદાએ સમર્થન આપ્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રિપ્ડ જીન્સની આલોચના કર્યા પછી સોશિયલ મીડિયા પર છોકરીઓ રિપ્ડ જીન્સ પહેરીને ફોટો પોસ્ટ કરી રહી છે. હાલમાં જ તીરથ સિંહે એક કાર્યક્રમમાં કહ્યું હતું, આજે મહિલાઓ ફાટેલા જીન્સ પહેરી રહી છે. તેવામાં બાળકોમાં કેવા સંસ્કાર આવશે?

તેમના આ શબ્દો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ જતા ઘણા સેલેબ્સે ટ્વિટર પર ફોટો શેર કર્યા છે. ત્યારથી # રિપ્ડ જીન્સ ટ્રેન્ડ થઇ રહ્યું છે. એક્ટ્રેસ ગુલ પનાગે અકાઉન્ટમાં તેના દીકરા સાથે રિપ્ડ જીન્સમાં ફોટો શેર કર્યો અને લખ્યું કે ટેક આઉટ રિપ્ડ જીન્સ. સ્વરા ભાસ્કર અને નવ્યા નવેલી નંદાએ પણ સમર્થન આપ્યું છે.

ટ્વિટર યુઝર પૂજાએ રિપ્ડ જીન્સમાં ફોટો શેર કરીને લખ્યું, મારા કપડાં મારું કેરેક્ટર નક્કી કરતું નથી.

અન્ય યુઝર ટીનાએ કહ્યું, હું એક માતા છું અને રિપ્ડ જીન્સ પહેરું છું.

ઘણા યુઝર્સ સીએમની વાત પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને ઘણાએ લખ્યું, તમારા કામથી કામ રાખો.