• Home
  • Lifestyle
  • Girls And Women Make Rakhi Every Year To Become Self sufficient

નિર્ભયા શેલ્ટર હોમ / આત્મનિર્ભર બનવા માટે દર વર્ષે છોકરીઓ અને મહિલાઓ રાખડીઓ બનાવે છે

Girls And Women Make Rakhi Every Year To Become Self sufficient
X
Girls And Women Make Rakhi Every Year To Become Self sufficient

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:49 PM IST

ભોપાલ. નિર્ભયા શેલ્ટર હોમમાં યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ વર્ષે રાખડી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ રાખડીઓને વેચાણ માટે ભોપાલના શ્રાવણના મેળામાં મોકલવાની હતી પરંતુ લોકડાઉનને લીધે હવે આં રાખડીઓ પોલીસ અધિકારીઓ, બાળ કલ્યાણ સદસ્યના મેમ્બર અને જજ ખરીદશે.

નિર્ભયા શેલ્ટર હોમના સંચાલક સમર ખાને કહ્યું કે, આ રાખડી સામાન્ય નાગરિકો પણ ખરીદી શકે છે. આ માટે નિર્ભયા શેલ્ટર હોમના મોબાઈલ નંબર 6261121962 પર સંપર્ક કરી શકે છે. 12 છોકરીઓ અને મહિલાઓએ આ વખતે 1,000 રાખડીઓ બનાવી છે.

શેલ્ટર હોમમાં રહેતી યુવતીઓ રાખડીઓ માટે પોતાની ડિઝાઈન બનાવે છે. યુવતીનું કહેવું છે કે, મારી પાસે મારું બાળક છે. મારી સાથે જે ઘટના થઇ તેને લઇને ક્યાં સુધી બેસી રહીશ? મેં જે રાખડીઓ બનાવી છે તેને વેચીને રૂપિયા મળશે. તે રૂપિયા હું બાળકના ભવિષ્ય માટે ભેગા કરીશ. હવે હું આત્મનિર્ભર બનવા માગું છું.

અન્ય યુવતીની કહાની પણ સંઘર્ષોથી ભરેલી છે. પોલિયો થવાને કારણે તેના પરિવારે તેને રસ્તા પર મૂકી દીધી હતી. રેલવે સ્ટેશન પર પોલીસે તેને જોઈ તો બાળ ગૃહ સુધી પહોંચાડી અને ત્યારબાદ નિર્ભયા શેલ્ટર હોમમાં આવી ગઈ. યુવતીએ કહ્યું કે, હવે અહિના લોકો જ મારો પરિવાર છે. મને રાખડીઓ બનાવવી ગમે છે. મેં બનાવેલી રાખડી જો કોઈ બહેન તેના ભાઈને બાંધશે તો મને ખુશી મળશે.

શેલ્ટર હોમની અન્ય એક યુવતીએ કહ્યું કે, હું 4 ભાઈઓ સાથે રહેતી હતી, માતા-પિતાના મૃત્યુ પછી ભાઈઓએ મને કાઢી મૂકી. એક દિવસ પોલીસે મને શેલ્ટર હોમમાં પહોંચાડી દીધી. જ્યારે પણ રક્ષાબંધન આવે છે ત્યારે હું ઈચ્છું છું કે મારી બનાવેલી રાખડીથી ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ વધે. મારા ભાઈઓએ મારા સાથે જે કર્યું તેવું કોઈ બહેન સાથે ન થવું જોઈએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી