સ્કોટલેન્ડના પ્રખ્યાત પેન્ટર જેક વેટ્રિયાનો પર આજે પણ ‘સેક્સિસ્ટ’ હોવાનો આરોપ છે. તેનું કારણ એ છે કે, તે મહિલાઓની ઘણી બોલ્ડ પેન્ટિંગ્સ બનાવે છે. જેના કારણે તેના પર મહિલાઓએ ઓબ્જેક્ટિફાઈ કરવાનો પણ આરોપ લગાવ્યો છે, પરંતુ જેકને તેના પર લાગેલા આરોપોથી કોઈ ફરક નથી પડતો. ‘ધ સન્ડે ટાઈમ્સ’ના એક રિપોર્ટ અનુસાર, જેકે જણાવ્યું કે, તેની પેન્ટિંગ્સને સૌથી વધારે મહિલાઓ જ પસંદ કરે છે.
‘મહિલાઓ મારી પેન્ટિંગ્સને પસંદ કરે છે’
‘ધ સન્ડે ટાઈમ્સ’ના રિપોર્ટ મુજબ, જેક વેટ્રિયાનોનું કહેવું છે કે, મહિલાઓ તની પેન્ટિંગ્સને પસંદ કરે છે. તેથી લોકો શું કહે છે તેનાથી તેણે કોઈ ફરક નથી પડતો. જેકની પેન્ટિંગ્સમાં દેહવેપાર કરતી મહિલાઓને મુખ્ય રીતે દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત તેમની પેન્ટિંગ્સમાં મહિલાઓના શરીરને મુખ્ય રીતે દર્શાવવામાં આવે છે.
વૃદ્ધ ગ્રાહકોની સાથે જોવા મળે છે મહિલાઓ
જેક વેટ્રિયાનોની ઘણી પેન્ટિંગ્સમાં દેહવેપાર કરતી મહિલાઓને તેમના વૃદ્ધ ગ્રાહકોની સાથે દર્શાવવામાં આવે છે. જેકના ટીકાકારોનું કહેવું છે કે, તેની પેન્ટિંગ્સમાં જેક પોતાની જાતને જ બતાવે છે, કારણ કે, તેની પત્ની સાથે તેણા છૂટાછેડા થઈ ગયા છે અને એક ઈન્ટરવ્યુમાં જેકે મસાજ પાર્લર અને વેશ્યાગૃહમાં જવાનું કબૂલ્યું છે. જેક ઘણી વખત કહી ચૂક્યો છે કે ‘તેની પેન્ટિંગ્સ તેનું જીવન છે.’
માઈનિંગનું કામ કરતો હતો, ગર્લફ્રેન્ડના બ્રશથી બન્યો પેન્ટર
પેન્ટર બનતા પહેલાં જેક પોતાના પિતાની સાથે માઈનિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. 22 વર્ષની ઉંમરમાં તેની ગર્લફ્રેન્ડે તેણે બ્રશ અને પેન્ટ ગિફ્ટ કર્યું હતું. જેના પછી જેકને પેન્ટિંગ કરવાનો શોખ જાગ્યો. ધીમે ધીમે આ શોખ તેનું જનૂન બની ગયું. પછી તે યુરોપનો સૌથી પ્રખ્યાત અને ‘બદનામ’ પેન્ટર બન્યો.
કરોડોમાં વેચાય છે પેન્ટિંગ, ડુપ્લિકેટના ખરીદનારા પણ લાખોમાં છે
જેક વેટ્રિયાનોની ગણતરી દુનિયાના સૌથી મોંઘા પેન્ટર્સમાં થાય છે. 1992માં બનાવવામાં આવેલી તેની પ્રખ્યાત પેઈન્ટિંગ ‘ધ સિંગિગ બટલર’2004માં 6 કરોડમાં રૂપિયામાં વેચાઈ હતી. આ પેન્ટિંગની ડુપ્લિકેટ કોપી પણ લાખોની સંખ્યામાં વેચાઈ ચૂકી છે. સામાન્ય લોકોમાં ખૂબ લોકપ્રિય હોવા છતાં જેકને કલા સમીક્ષકો દ્વારા વધુ પ્રાધાન્ય આપવામાં નથી આવતું. કારણ કે જેક પોતાની પેન્ટિંગ્સમાં બનાવવામાં આવેલી ધારણાને તોડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.