ઈંગ્લેન્ડની એક મહિલાએ પોતાના પુરુષ સાથીના માથા પર છરી વડે હુમલો કર્યો કારણ કે તેણે તેને કિસ કરવાની ના પાડી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો, પરંતુ તપાસ અને સુનાવણી પછી યુવતીને નિર્દોષ છોડી દેવામાં આવી હતી.
એક સ્થાનિક અદાલતે બુધવારે આ કેસની સુનાવણી કરતાં ચુકાદો આપ્યો હતો કે 23 વર્ષની અલીશા ઓકલીએ જ્યારે પીડિત રીસ ટાયલરના માથા પર હુમલો કર્યો હતો ત્યારે તે માનસિક રીતે બીમાર હતી.
કેન્ટબરી ક્રાઉન કોર્ટમાં મહિલા આરોપી ઓકલીને બે વર્ષની સજા આપવામાં આવી હતી, પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાતા અને માફી માગ્યા પછી 18 મહિનાની સજા ઓછી કરી દેવામાં આવી. અદાલતે સજા ઓછી કરવાની સાથે જ આદેશ આપ્યો છે કે આરોપી મહિલાને 6 મહિના માટે વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેવું પડશે.
સુનાવણી દરમિયાન આરોપીના વકીલ એન્ના ચેસ્ટનટે કોર્ટમાં કહ્યું, મારા અસીલે આ પહેલાં અને તેના પછી ક્યારેય પણ આ પ્રકારની હિંસા નથી કરી. જે સમયે તેણે હુમલો કર્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી અને ઈમોશનલ ઈનસ્ટેબિલિટી ડિસઓર્ડરથી પીડિત હતી. તેની સારવાર ચાલી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના વર્ષ 2018ની છે. ઈંગ્લેન્ડના ડોવર શહેરના એક મકાનમાં ઓકલી, તેના પુરુષ સાથી ટાયલર અને કેટલાક મિત્રો પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન ઓકલીએ ટાયલરને ‘કિસ’ કરવા અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાયલરે ના પાડી દીધી. ઓકલીને જે મહિલા નહોતી ગમતી ટાયલર તે મહિલાની સાથે બીજા રૂમમાં સૂવા જતો રહ્યો. આ દરમિયાન ઓકલી ગુસ્સામાં આવી ગઈ અને એણે ટાયલરના માથા પર છરીથી હુમલો કરી દીધો.
હુમલામાં ટાયલર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેને તરત હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, જ્યાં થોડા દિવસ તેની સારવાર ચાલી. જોકે તેનો જીવ બચી ગયો હતો.
પીડિત હજી પણ ડરમાં છે
પીડિત ટાયલરે કોર્ટના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો. તેનું કહેવું છે કે તે હુમલા પછી તેને યુવતીઓ સાથે વાત કરવામાં ડર લાગે છે. એટલે સુધી કે પોતાની દીકરી સાથે પણ વાત કરવાથી ડરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.