અમેરિકાના ઈન્ડિયાનાપોલિસમાં એક ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને એક બીજી છોકરી સાથે જોઈ જતા તેની હત્યા કરી નાખી. મૃતક યુવક પોતાની એક મહિલા મિત્રની સાથે પબમાં ગયો હતો. શંકા થવા પર આરોપી ગર્લફ્રેન્ડ પણ તેનું લાઈવ લોકેશન ટ્રેસ કરી ત્યાં પહોંચી ગઈ. ઝઘડા પછી ગર્લફ્રેન્ડે યુવકને કારથી કચડી નાખ્યો. જ્યાર સુધી બોયફ્રેન્ડનું મોત ન થઈ જાય ત્યાં સુધી તે કારથી કચડી રહી હતી.
સાથે જોવા મળેલી યુવતીને પણ મારવાનો પ્રયાસ કર્યો
પબમાં બીજી યુવતી સાથે જોયા પછી 26 વર્ષની આરોપી ગર્લફ્રેન્ડ ગુસ્સામાં હતી. તેણે પબમાં જ દારૂની બોટલ વડે યુવતીના માથા પર મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પબના સ્ટાફે તેને બચાવી લીધી. ઘટના પછી આરોપી ગર્લફ્રેન્ડની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
પાર્કિંગ એરિયામાં કાર ચઢાવી, જીવ લીધા પછી કાર ઊભી રાખી
પબમાં ઝઘડા પછી આરોપી ગર્લફ્રેન્ડ ગેલિન મોરિસને પાર્કિંગ એરિયામાં તેનો બોયફ્રેન્ડ સ્મિથ જોવા મળ્યો. બોયફ્રેન્ડના વિશ્વાસઘાતથી નારાજ ગેલિને અહીં જ તેના પર ગાડી ચઢાવી દીધી. તેને ત્રણ વખત સ્મિથની ઉપર ગાડી ચઢાવી અને ઉતારી. જ્યારે તેને ખાતરી થઈ કે સ્મિતનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે તેને ગાડી રોકી દીધી.
શંકા હોવાથી એપલ એર ટેગમાંથી લોકેશન લીધું
આરોપી ગર્લફ્રેન્ડ ગેલિન મોરિસને પહેલાથી શંકા હતી કે સ્મિતનું કોઈ બીજી છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને એપલ એરટેગથી તેનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું. મૃતકનું લોકેશન ઈન્ડિયાનાપોલિસના પબમાં મળ્યા પછી ગર્લફ્રેન્ડ ત્યાં પહોંચી હતી. બીજી છોકરી સાથે જોયા બાદ તેણે પોતાના બોયફ્રેન્ડને કાર વડે ક્રૂરતાપૂર્વક કચડી હત્યા કરી દીધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.