અમેરિકા:34 વર્ષ મોટા પુરુષ સાથે યુવતીએ સગાઈ કરી લીધી, ગર્લફ્રેન્ડ માટે પ્રેમીએ પોતાની પત્નીને આપી દીધા છૂટાછેડા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
57 વર્ષીય વ્યક્તિએ થોડા મહિના પહેલા જ તેની 23 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી. તે પોતાની ગર્લફ્રેન્ડ માટે થઈને પત્નીને છૂટાછેડા આપી દીધા. - Divya Bhaskar
57 વર્ષીય વ્યક્તિએ થોડા મહિના પહેલા જ તેની 23 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી. તે પોતાની ગર્લફ્રેન્ડ માટે થઈને પત્નીને છૂટાછેડા આપી દીધા.
  • વ્યક્તિએ 23 વર્ષની પ્રેમિકા માટે 15 વર્ષના લગ્નજીવન અંત લાવી દીધો અને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા
  • પ્રેમિકાની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા માત્ર 3 મહિના વધારે છે

પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. આ વાતને 57 વર્ષીય વ્યક્તિએ સાચી કરી બતાવી છે. આ વ્યક્તિ પોતાના કરતા 34 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વ્યક્તિની પ્રેમિકાની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા માત્ર 3 મહિના વધારે છે. આ 57 વર્ષીય વ્યક્તિએ થોડા મહિના પહેલા જ તેની 23 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી.

57 વર્ષના પીટરે 23 વર્ષની એલિસા સાથે સગાઈ કરી
વ્યક્તિએ 23 વર્ષની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પોતાના 15 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો અને પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા. વ્યક્તિનું કહેવું છે કે, તે પોતાની પ્રેમિકાને બહુ જ પ્રેમ કરે છે. પોતાની પ્રેમિકાને ખુશ રાખવા માટે તે તેના પર ઘણા પૈસા ખર્ચ કરે છે અને ગીફ્ટની હારમારા કરી દીધી છે. 57 વર્ષના પીટર અમેરિકાના લાસ વેગાસમાં રહેતી પોતાની 23 વર્ષીય ગર્લફ્રેન્ડ એલિસા રેની ગ્યુટેરેજ સાથે સગાઈ કરી લીધી છે. તેનું કહેવું છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે.

ગર્લફ્રેન્ડે ઘણા રહસ્યો ખોલ્યા
રિપોર્ટ્સના અનુસાર, વ્યક્તિએ ગર્લફ્રેન્ડ એલિસાએ સોશિયલ મીડિયા પર પોતાના અને પોતાના પ્રેમીના સંબંધો વિશે ઘણા રહસ્યો ખોલ્યા છે. ગર્લફ્રેન્ડે જણાવ્યું કે, તેનો પ્રેમી તેનું ઘણું ધ્યાન રાખે છે અને તેના માટે કિંમતી ગિફ્ટ લાવે છે. ગર્લફ્રેન્ડે જણાવ્યું કે, તેના પ્રેમીને લાગે છે કે તે બહુ જ સુંદર છે. એટલા માટે તેને સ્પષ્ટ કહ્યું છે કે, તેને કામ કરવાની જરૂર નથી. તેનો પ્રેમી તેની દરેક જરૂરિયાતને પૂરી કરે છે.

57 વર્ષના પીટર અમેરિકાના લાસ વેગાસમાં રહેતી પોતાની 23 વર્ષીય ગર્લફ્રેન્ડ એલિસા રેની ગ્યુટેરેજ સાથે સગાઈ કરી લીધી.
57 વર્ષના પીટર અમેરિકાના લાસ વેગાસમાં રહેતી પોતાની 23 વર્ષીય ગર્લફ્રેન્ડ એલિસા રેની ગ્યુટેરેજ સાથે સગાઈ કરી લીધી.

ગર્લફ્રેન્ડ માટે થઈને 15 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો
ગર્લફ્રેન્ડે જણાવ્યું કે, પીટરે પોતાની 15 વર્ષ જૂની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે. તેણે તેના બે બાળકોને પણ છોડી દીધા. એલિસાએ જણાવ્યું કે, તેના પ્રેમીની એક દીકરી તેનાથી માત્ર 3 મહિના જ નાની છે. એલિસાના અનુસાર, બંને જ્યારથી રિલેશનશિપમાં આવ્યા છે, તેમનો દરેક દિવસ ક્રિસમસ જેવો પસાર થાય છે. પીટર તેણે લગભગ દરરોજ ગીફ્ટ આપે છે. એક વખત તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તેના પછી પીટરે તેના માટે ગુચીની બેગ અને ઘણી કિંમતી ગિફ્ટ લાવ્યો હતો. પીટરે સગાઈમાં તેને કિંમતી હીરાની વીંટી પહેરાવી હતી.

જો કે, સોશિયલ મીડિયા પર લોકો એલિસાના પ્રેમને લોભ ગણાવે છે. લોકો કહે છે કે એલિસા પીટરનો ઉપયોગ માત્ર પૈસા માટે કરી રહી છે, તેથી તે સોશિયલ મીડિયા પર તેની કિંમતી ગિફ્ટ બતાવે છે.