• Gujarati News
  • Lifestyle
  • Girl Booked Cab In Full Rain, Driver Said, 'I Don't Want To Go Anywhere In This Weather'

સ્ક્રીનશોટ વાઇરલ:યુવતીએ ભર વરસાદે કેબ બુક કરી, ડ્રાઈવરે કહ્યું કે, 'આ વાતાવરણમાં ક્યાંય જવાનું મન નહીં'

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના લગભગ બધા જ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા લોકો એવા હોય છે વરસાદનો આનંદ લેવા માટે ચાર છાંટા પડે તો બહાર નીકળી જતા હોય છે. તો જે લોકો ઓફિસ કે ધંધા પરથી ઘરે જવા માટે સીટી બસ કે મેટ્રોમાં ભીડ હોવાને કારણે કેબનો ઉપયોગ કરતા હોય છે.

આપણે જોઈએ છીએ કે, છેલ્લા ઘણા સમયથી કેબ ડ્રાઈવર ને રાઇડરની ચેટના સ્ક્રીનશોટ વાઇરલ થાય છે. હાલમાં જ આ પ્રકારનો એક સ્ક્રીનશોટ વાઇરલ થઇ રહ્યો છે. જે જોઈને તમને પણ આચંકો લાગશે.

સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો વરસાદની ઋતુમાં એક રાઈડરે કેબ બુક કરી હતી. તો કેબ ડ્રાઈવરે રાઈડ એ માટે કેન્સલ કરી દીધી કે તેનું મન ન હતું. હવે ડ્રાઈવરની આ ચેટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે

યુવતીએ કેબ બુક કરી તો ડ્રાઈવરે આપ્યો જોરદાર જવાબ
એક ટ્વિટર યુઝરે જણાવ્યું હતું કે, એક કેબ બુક કરી હતી. જયારે લોકો UBER બુક કરે છે ત્યારે ડ્રાઈવરનો મેસેજ આવે છે કે ક્યાં જવું છે. આ બાદ રાઇડર જવાબ આપે છે ને ડ્રાઈવરને બોલાવે છે. પરંતુ આ વખતે ગજબ સીન થઇ ગયો હતો.

દિલ્હીમાં વરસાદને કારણે યુવતીએ કેબ બુક કરી હતી. આ બાદ યુવતીએ ડ્રાઈવરને એપના મેસેજ ફીચરનો ઉપયોગ કરીને કહ્યું કે, તેમને ક્યાં જવું છે. પરંતુ ડ્રાઈવરનો જવાબ સાંભળીને તમે આશ્ચર્યચક્તિ રહી જશો.

વાતચીતનો સ્ક્રીનશોટ વાઇરલ
ડ્રાઇવરે પહેલા પૂછ્યું કે ક્યાં જવું છે? ત્યારબાદ યુવતીએ જવાબ આપ્યો કે ગ્રીન પાર્ક સર. ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, આ વાતાવરણમાં. પેલી છોકરીએ પૂછ્યું, "તમે આવો છો ને?" પછી ડ્રાઇવરે મને પૂછ્યું કે શું કરવું? છોકરીએ ડ્રાઇવરને ફરી પૂછ્યું, "સાહેબ, તમે આવી રહ્યા છો?" ત્યારે ડ્રાઇવરે જવાબ આપ્યો કે તેનું મન નથી.

આ વાતચીત બાદ યુવતીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. લોકો આ સ્ક્રીનશોટની મજાક ઉડાવવા લાગ્યા અને આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.