તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓસ્ટ્રેલિયા:પૂરગ્રસ્ત વિસ્તારમાં કરોળિયાઓ જાળની ચાદર બિછાવી, પાણીથી બચવા માટે દૂર સુધી મોટી અને પારદર્શી જાળ બનાવી

3 મહિનો પહેલા
  • જમીન પર પૂર આવતાં પાણીથી બચવા માટે કરોળિયાઓ આ રીતે ઊંચાઈ પર જાળ બનાવે છે
  • વૈજ્ઞાનિક ભાષામાં તેને 'બેલૂનિંગ' કહેવાય છે

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા રાજ્યના ગિપ્સલેન્ડમાં આવેલા પૂરમાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં કરોળિયાના જાળની ચાદર ફેલાયેલી છે. આ જાળ મોટી અને ટ્રાન્સપરન્ટ છે. અહીં ઘણા વિસ્તારોમાં પૂર આવ્યા બાદ કરોળિયાએ વૃક્ષો, થાંભલાઓ અને રસ્તાના કિનારે ઊંચાઈ પર હોર્ડિંગ બોર્ડ પર પોતાનું ઘર બનાવી લીધું છે.

કરોળિયાના આ વ્યવહારને બેલૂનિંગ કહેવાય છે
પૂર આવ્યા બાદ ગિપ્સલેન્ડ વિસ્તારમાં વિજળી વ્યવસ્થા ધ્વસ્ત છે અને ઘણી ઈમારતો ડેમેજ થઈ ચૂકી છે. જમીન પર પાણીનું લેવલ વધવાથી કરોળિયાઓ ઊંચાઈવાળી જગ્યાએ પોતાનું ઘર બનાવી લે છે. bbcના રિપોર્ટ પ્રમાણે, કરોળિયાઓ પોતાને બચાવવા માટે મોટા પાયે જાળ બનાવી રહ્યા છે. આ પદ્ધતિને વૈજ્ઞાનિક ભાષામાં 'બેલૂનિંગ' કહેવાય છે. તેની મદદથી કરોળિયા ઊંચાઈ પર પહોંચી શકે છે.

માણસોને તેનાથી જોખમ નહિ
એક્સપર્ટનું માનવું છે કે, આવી જાળ બનાવતા કરોળિયાથી માણસોને કોઈ જોખમ નથી. કરોળિયા ડંખે તો સામાન્ય ખંજવાળ થઈ શકે છે. આ કરોળિયા આકારમાં નાના હોય છે તેમના માટે માણસના શરીરની ચામડી ભેદવી મુશ્કેલ હોય છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ
વૈજ્ઞાનિક ડૉક્ટર કેન વોકરનું કહેવું છે કે, આ જાળ ખુબ સુંદર છે. પૂરને લીધે કરોળિયાએ હવે જમીન છોડવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ શેર કરવામાં આવી રહી છે.

બર્ડવોચર કેરોલિન ક્રોસલેએ પૂરગ્રસ્ત વિસ્તારનો વીડિયો શેર કરતાં લખ્યું કે, હવામાં ઉડતી આ જાળને શેર કરતાં હું ખુદને રોકી શકી નહિ. આ વાઈરલ થઈ રહ્યું છે. મહેરબાની કરી ગિપ્સલેન્ડ ઈમર્જન્સી રાહત ફંડમાં દાન કરો.