તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Ghaziabad's Kamakshi Sharma Worked Tirelessly To Eradicate Cybercrime, Trained 50,000 Police And Set A Number Of Records.

સાહસને સલામ:ગાઝિયાબાદની કામાક્ષી શર્માએ સાઈબર ક્રાઈમનો જડમૂળમાંથી નાશ કરવા તનતોડ મહેનત કરી, 50 હજાર પોલીસને ટ્રેનિંગ આપી અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા

2 મહિનો પહેલા
આર્મી સાથે ફ્રી લાન્સર તરીકે પણ કામ કરે છે
  • કામાક્ષીનું નામ ઇન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે
  • જમ્મુથી લઈને કન્યાકુમારી સુધીના પોલીસ ઓફિસરને ટ્રેનિંગ આપી

જો કોઈ અપરાધી ઓનલાઈન ફ્રોડ કે છોકરીઓની છેડતી કરતો હોય તો તે સાવધાન થઈ જાય, કારણકે ગાઝિયાબાદની કામાક્ષી શર્મા આવા જ અપરાધીઓને સજા અપાવી રહી છે. સાઈબર ક્રાઈમ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે 50 હજાર પોલીસકર્મીઓને ટ્રેનિંગ આપવા બદલ આ બહાદુર યુવતીનું નામ ઇન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે.

કોલેજમાં દિવસોમાં મસ્તીમજાકમાં મિત્રોના ID હેક કરવાના શોખે તેને સાઈબર ક્રાઈમની દુનિયામાં ઓળખ આપી. કામાક્ષીએ કહ્યું, જ્યારે હેકર હેક કરીને છેતરપિંડી કરી શકે છે, તો પોલીસ તેમને કેમ પકડી શકતી નથી? આ જ વિચાર સાથે મેં પોલીસ અધિકારીઓ સાથે કામ કરવાનું શરુ કર્યું.

અનેક પોલીસ ઓફિસરને ટ્રેનિંગ આપી
અનેક પોલીસ ઓફિસરને ટ્રેનિંગ આપી

35 દિવસનાં મિશનમાં 50 હજાર પોલીસકર્મીને ટ્રેનિંગ આપી
કામની શરુઆતથી એટલે કે વર્ષ 2017થી પોલીસના સંપર્કમાં રહી. આ દરમિયાન ફોન ટ્રેસ કરવામાં અને IP એડ્રેસ જાણવામાં પોલીસની મદદ કરવા લાગી. તેના કામને લીધે બે વર્ષ પહેલાં સાઈબર મિશન પૂરું થયું. આ મિશન હેઠળ તેણે જમ્મુથી લઈને કન્યાકુમારી સુધીના પોલીસ ઓફિસરને ટ્રેનિંગ આપી. 35 દિવસના મિશનમાં 50 હજાર પોલીસકર્મીને ટ્રેનિંગ મળી.

કોરોના ટાઈમમાં સાઈબર ક્રાઈમ વધ્યો
કામાક્ષીએ જણાવ્યું, કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમમાં કામ કરી રહ્યા છે. તેવામાં સાઈબર બુલિંગના કેસ બધી ગયા છે. ઘણી છોકરીઓના ફોટો ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યા છે. લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. સાઈબર ક્રાઈમ પ્રત્યે જાગૃતતા જરૂરી છે. કામાક્ષી આ કામ ઉઓરાંત ઈન્વેસ્ટિગેશન એજન્સી સાથે પણ જોડાયેલી છે. તે આર્મીની સાથે ફ્રી લાન્સર તરીકે પણ કામ કરે છે. સાઈબર ક્રાઈમમાં જો કોઈને મદદ જોઈએ તો કોઈન પણ વ્યક્તિ ગમે ત્યારે કામાક્ષીનો સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...