સ્ટ્રેચ માર્ક્સ:પ્રેગ્નન્સી દરમિયાન પડેલાં સ્ટ્રેચ માર્ક્સથી છૂટકારો મેળવવો છે? એક્સપર્ટે સજેસ્ટ કરેલી આ ટિપ્સ અપનાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રેચ માર્ક્સથી બચવા માટે પ્રોટીન અને લૉ ફેટ ડાયટ લેવું જરૂરી

સ્ટ્રેચ માર્ક્સ મહિલાઓ માટે સૌથી પડકાર છે. વર્કઆઉટ બાદ સ્લિમ થયેલી બોડી પર ફેટને કારણે કે પછી ડિલીવરી દરમિયાન પેટ પર પડેલાં સ્ટ્રેચ માર્ક્સ મહિલા માટે મોટી મુસીબત સાબિત થાય છે. આયુર્વેદિક ડૉ. શ્રીલલિથા અવિનાશ પાસેથી જાણો સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાની રેમેડીઝ....

આ ઘરેલું ઉપાય અપનાવી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરી શકો છો
કોફી પાઉડર: ડિલીવરી બાદ કે પછી ફેટ દૂર થયા બાદ પડેલાં નિશાન દૂર કરવા માગો છો તો 1 ચમચી કોફી પાઉડરમાં 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણથી માર્ક્સ પર 5થી 7 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ તેને 15-20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને ઠંડાં પાણીથી ધોઈ માર્ક્સ ઉપર બોડી લોશન લગાવો. દરરોજ આ ઉપાય કરવાથી સ્ટ્રેચ માર્ક્સ ઓછા થવા લાગશે.

બટેટાંનો રસ ફાયદાકારક: એક બટેટાંનો રસ માર્ક્સવાળી જગ્યાએ તે સૂકાઈ જાય ત્યાં સુધી લગાવી રાખો. બટેટું અડધું કાપી તેને માર્ક્સ પર મસાજ કરવાથી પણ ફાયદો થાય છે.

ખાંડ ફાયદો કરશે: 1 ચમચી ખાંડમાં 1/4 લીંબુંનો રસ અને અડધી ચમચી મધ ઉમેરી માર્ક્સ પર લગાવાથી તે લાઈટ થવા લાગશે. 5 મિનિટ સુધી આ મિશ્રણ લગાવ્યા બાદ મસાજ કરો. 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને ધોઈ લોશન લગાવી દો.

એગ વ્હાઈટ પણ અસરકારક: ઈંડાંની અંદરનો પીળો ભાગ દૂર કરી વ્હાઈટ ભાગ સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. દરરોજ તેના ઉપયોગથી થોડાક દિવસની અંદર માર્ક્સ દૂર થશે. આ મિશ્રણ સૂકાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દો.

એલોવેરાની કમાલ: એલોવેરા એન્ટિ ઓક્સીડન્ટ્સથી ભરપૂર છે. તેનો ઉપયોગ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા દરરોજ કરી શકો છો. માર્કેટમાં મળતી જેલને બદલે તાજો એલોવેરા લગાવાથી વધારે ફાયદો થશે.

ડૉ. શ્રીલલિથા જણાવે છે કે સ્ટ્રેચ માર્ક્સના નિશાન પહેલાં માત્ર પ્રેગ્નન્સીના નિશાન ગણાતા હતા, પરંતુ હવે બદલાતાં સમયમાં તે હવે મેદસ્વિતાથી પીડિત લોકોને પણ થવા લાગ્યા છે. ઈવન બાળકોને પણ સ્ટ્રેચ માર્ક્સ થાય છે. તેનાથી બચવા માટે પ્રોટીન અને લૉ ફેટ ડાયટ લેવું જરૂરી છે.