તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Get Vaccinated Against Corona In This Country And Get Rs 10 Lakh, You Too Will Be Surprised To Know The Offer

અમેરિકા:કોરોના વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અનોખી રીત, રસી મૂકાવો અને જીતો 7 કરોડ રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓહિયો શહેરમાં કોવિડ વેક્સિન લેવા પર લોકો 7.35 કરોડ રૂપિયા જીતી શકે છે. શહેરના ગવર્નરે સોશિયલ મીડિયા પર જાણકારી આપી - Divya Bhaskar
ઓહિયો શહેરમાં કોવિડ વેક્સિન લેવા પર લોકો 7.35 કરોડ રૂપિયા જીતી શકે છે. શહેરના ગવર્નરે સોશિયલ મીડિયા પર જાણકારી આપી
  • અમેરિકામાં વેક્સિન લગાવવા પર ફ્રી બેઝબોલ ગેમ્સની ટિકિટો, બિયર, ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રીમાં આપવામાં આવી રહી છે
  • ઓહિયો શહેરમાં કોવિડ વેક્સિન લેવા પર લોકો 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 7.35 કરોડ જીતી શકે છે.

કોરોનાવાઈરસ મહામારીની વચ્ચે સમગ્ર વિશ્વની સરકાર લોકોને સતત વેક્સિન લેવા માટે પ્રેરિત કરી રહી છે. કોવિડ વેક્સિનથી ન માત્ર લોકો પોતાની જાતને સુરક્ષિત રાખી શકશે પરંતુ આ વાઈરસને ફેલાતો પણ અટકાવી શકાશે. જો કે, અમેરિકામાં એક શહેર આ બાબતે એક ડગલું આગળ વધ્યું છે.ભારતમાં જ્યાં સેલેબ્સ લોકોને વેક્સિન લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકામાં વેક્સિન લગાવવા પર ફ્રી બેઝબોલ ગેમ્સની ટિકિટો, બિયર, ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રીમાં આપવામાં આવી રહી છે.

પરંતુ અમેરિકાના ઓહિયો શહેરમાં કોવિડ વેક્સિન લેવા પર લોકો 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 7.35 કરોડ જીતી શકે છે. આ શહેરના ગવર્નરે તાજેતરમાં એક ટ્વીટ દ્વારા આ જાહેરાત કરી છે.​​​​​​ ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, કોરોના વેક્સિન લીધેલા પુખ્ત વયના લોકો માટે 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 7.35 કરોડ રૂપિયાની લોટરી શરૂ કરવામાં આવી છે. કોઈપણ વયસ્ક વેક્સિન લઈને લોટરી જેકપોટમાં ભાગ લઈ શકે છે.

5 વિજેતાઓને જેકપોટનું ઈનામ મળશે
માઈક ડેવાઈને ટ્વીટ કરીને જણાવ્યું કે, 26મેથી અમે તે વયસ્કો માટે લોટરી યોજના શરૂ કરી રહ્યા છીએ, જેમને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. આ લોટરીનો ડ્રો દર સપ્તાહે બુધવારે કરવામાં આવશે અને આ લોટરી આગામી 5 સપ્તાહ સુધી ચાલુ રહેશે. દરેક લોટરીના વિજેતાને 10 લાખ ડોલર (અંદાજે 7.35 કરોડ રૂપિયા) નું ઈનામ આપવામાં આવશે.

લોટરીમાં સામેલ થવા માટે આ શરતો છે
માઈક ડેવાઈને ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે, લોટરીમાં ભાગ લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અથવા તેનાથી વધુ હોવી જોઈએ. તે સિવાય તમે ઓહિયોના રહેવાસી હોવા જરૂરી છે. લોટરીના દિવસ પહેલા તમારે વેક્સિન લેવી પડશે.

ઉલ્લેખનીય છે કે, ઓહિયોએ ભલે વેક્સિન લગાવવા પર લોટરીનો કોન્સેપ્ટ શરૂ કર્યો હોય પરંતુ આ પહેલા બાકીના રાજ્યો અને સ્થાનીક સરકારોએ લોકોને વેક્સિન લગાવવા માટે આર્થિક રીતે મદદની જાહેરાત શરૂ કરી દીધી હતી. વેસ્ટ વર્જિનિયાના ગવર્નર જીમ જસ્ટિસે ગત મહિને આ અંગે જાહેરાત કરી હતી.

જ્યોર્જિયા શહેરના પ્રશાસને જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી
જીમે જાહેરાત કરી હતી કે 35 વર્ષથી ઓછી ઉંમરના લોકો જો વેક્સિન લગાવશે તો તેમને 100 ડોલર્સના સેવિંગ્સ બોન્ડ આપવામાં આવશે. તે સિવાય જ્યોર્જિયા શહેરના પ્રશાસને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરી હતી કે જો શહેરના લોકો એક વખત પણ કોરોના વેક્સિન લે છે તો તેઓ વોલમાર્ટના 200 ડોલર્સના ગિફ્ટ કાર્ડ્સ માટે અપ્લાય કરી શકે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અનુસાર, અત્યાર સુધી અમેરિકામાં 154 મિલિયન ( લગભગ 15.4 કરોડ) લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમેરિકાની વસ્તીના 53 ટકા લોકો ઓછામાં ઓછી એક વખત વેક્સિન લીધી છે. તેમજ ઓહિયો શહેરની વાત કરીએ તો આ શહેરની વસ્તી 1 કરોડ 10 લાખ છે અને અહીં અત્યાર સુધી 90 લાખથી વધારે લોકોએ વેક્સિન લીધી છે.