તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Get The Right Hair Cut To Give Hair A Bouncy Look, Combing From Top To Bottom Will Give Instant Volume

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યુટી ટ્રેન્ડ:વાળને બાઉન્સી લુક આપવા માટે યોગ્ય હેર કટ કરાવો, બેક કૉમ્બિંગ કરવાથી ઈન્સ્ટન્ટ વોલ્યુમ મળશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાળને બાઉન્સી લુક આપવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે તમારા ચહેરાના આકારને ધ્યાનમાં રાખીને હેર કટ કરાવો તો તમને બાઉન્સી લુક મળશે. આ સિવાય પણ અનેક રીત છે જેનાથી તમે બાઉન્સી લુક મેળવી શકો છો.

1. ચહેરાના આકાર પર ધ્યાન આપો
વાળનો બાઉન્સી લુક ચહેરાના આકાર પર નિર્ભર કરે છે. તેથી પહેલાં જાણી લો કે તમારા ચહેરા પર વોલ્યુમિનસ લુક સારો લાગશે કે કેમ. તે પ્રમાણે યોગ્ય હેર કટ કરાવો.

2. રેગ્યુલર હેર પાર્ટિંગથી બ્રેક લો
મોટા ભાગના લોકો લાંબા સમય સુધી એક જ પાર્ટિંગ રાખે છે જેનાથી વોલ્યુમ રહેતું નથી. પાર્ટિંગ બદલવાથી વાળને ઈન્સ્ટન્ટ વોલ્યુમ મળે છે. તમારા ભીના વાળમાં જ પાર્ટિંગ બદલો.

3. વોલ્યુમાઈસિંગ પ્રોડક્ટ
માર્કેટમાં મળનારા વોલ્યુમાઈઝિંગ પ્રોડક્ટ્સ પણ અસરદાર સાબિત થઈ શકે છે. પાતળા વાળ તૈયાર કરવા માટે રૂટ બૂસ્ટિંગ પ્રોડક્ટ્સ લગાવી શકાય છે, જે વાળને વધારે વોલ્યુમ આપશે.

4. લેયર્સથી પણ ફરક પડશે
વાળને લેયર્સ આપો. લેયર્સથી વાળમાં વોલ્યુમ આવે છે અને એફર્ટલેસ સ્ટાઈલ મળશે. વોલ્યુમ વાળના ઉપરના ભાગો પર આપો. ટેક્સચરાઈઝિંગ પ્રોડક્ટ્સથી વાળ લોક કરો.

5. બેક કોમ્બિંગ
વાળને નીચેથી ઉપરની તરફ કોમ્બિંગ કરી વોલ્યુમ આપી શકાય છે. આમ કરવાથી રૂટ્સને વોલ્યુમ મળે છે. તેને હોલ્ડ કરવા માટે હેર સ્પ્રેની મદદ લઈ શકાય છે.

6. જૂની રીત
બ્લો ડ્રાય કરતા સમયે હૉટ અથવા વેલ્ક્રો રોલર્સનો ઉપયોગ કરો. રોલર્સ સાથે વાળ સેટ કરી વિન્ટેજ ગ્લેમર લુક મળે છે. રાતે નોટ બનાવી સૂઈ જશો તો વાળમાં સવાર સુધી વોલ્યુમ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો