ઘરેલુ ઉપાય:શિયાળામાં માથામાં ખોડો થતો હોય તો છૂટકારો મેળવવા આ રીતે ઘરે બનાવો હેર ઓઇલ્સ, સમય ઓછો લાગશે અને રિઝલ્ટ પણ સારું મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીની સીઝનમાં વાળને મજબૂત બનાવવા માટે લસણનું તેલ પણ ફાયદાકારક છે.

ઠંડી આવતાની સાથે જ વાળની તકલીફ પણ વધી જાય છે. ક્યારેક વાળ ખરવા, ડેન્ડ્રફ વધવો કે સ્કલ્પની સમસ્યા વગર આંમંત્રણે આવી જાય છે. જો તમે પણ આવી જ તકલીફોનો સામનો કરી રહ્યા હો તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બે આયુર્વેદિક ડોક્ટર્સની એક્સપર્ટ એડવાઇઝ. તેનાથી શિયાળામાં વાળ ડેમેજ નહીં થાય. આયુર્વેદિક ડૉ. શ્રીલલિતા અવિનાશ અને ડૉ. સુરભિ સક્સેનાએ જણાવેલી ટિપ્સ.....

તુલસી-ઓલિવ ઓઇલ: તુલસીના પાનમાં રહેલા ઔષધીય ગુણોથી આપણને રાહત પહોંચે છે. આ પાનનો ઉપયોગ ખોડો દૂર કરવામાં થાય છે. શિયાળામાં સ્કલ્પની તકલીફ કોમન હોય છે. તુલસીના પાનને ક્રશ કરી તેમાં ઓલિવ ઓઇલ મિક્સકરી 15 મિનિટ સુધી ઉકાળીને ગાળી લો. અઠવાડિયાંમાં બેથી ત્રણવાર આ ઓઇલ વાપરવાથી ડેન્ડ્રફની તકલીફ દૂર થાય છે.

અજમો-મીઠા લીમડાનું તેલ: મીઠો લીમડો ભોજનમાં ટેસ્ટ પણ વધારે છે અને વાળ માટે જબરદસ્ત રેમેડી છે. તેલ લગાવવાથી 350 ml કોલ્ડ પ્રેસ્ડ કોકોનટ ઓઈલને ગરમ કરી લો. તેલ સરખી રીતે ગરમ થઈ જાય, તો તેમાં 50 ગ્રામ ક્રશ કરેલો મીઠો લીમડો નાખો. તેની સ્મેલ આવવા લાગે એટલે અજમો નાખીને ધીમી આંચ પર 5થી 7 મિનિટ સુધી ગેસ પર રાખો. હવે તેને ગાળીને એક બોટલમાં ભરી લો, સારા રિઝલ્ટ માટે તેને તડકામાં ના મૂકો.

કલોન્જી-મેથીનું તેલ: કલોન્જી વાળને સમય પહેલાં સફેદ થતા બચાવે છે. આ ઓઇલ બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન કલોન્જી અને 3 ટેબલ સ્પૂન મેથીને ક્રશ કરીને નારિયેળ તેલમાં મિક્સ કરો. આ મિશ્રણને ગાળીને એક એર ટાઈટ ડબ્બામાં મૂકી દો અને સાતથી આઠ દિવસ સુધી તડકામાં રાખ્યા પછી ઉપયોગ કરો.

લીમડા-નારિયેળનું તેલ: લીમડાના પાન ઘણી રીતે શારીરિક તકલીફોમાં રાહત આપે છે, પરંતુ શું તમને ખબર છે કે તેનો ઉપયોગ લાંબા અને ઘટ્ટ વાળ માટે કરી શકાય? 2 વાટકી લીમડાના પાનને ત્રણ દિવસ સુધી તડકામાં સૂકવી દો. તેનો પાઉડર નારિયેળ તેલમાં 20 મિનિટ સુધી ઉકાળી લો. ગાળ્યા પછી 2 દિવસ સુધી તડકો દેખાડીને એક બોટલમાં ભરી ઉપયોગ કરો.

લસણ-સરસિયાનું તેલ: ઠંડીની સીઝનમાં લસણ શરીરને ગરમ રાખે છે. વાળને મજબૂત બનાવવા માટે પણ ફાયદાકારક છે. આ માટે 200 મિલી સરસિયાનું તેલ ગરમ કરી લો. તેમાં 7થી 8 લસણની કળી અને 1 ટેબલ સ્પૂન મેથીના દાણા લાલ થાય ત્યાં સુધી ગરમ કરો. તેલ ઠંડું કર્યા પછી વાળમાં લગાવો, ફાયદો થશે.