તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • German Pensioner, 72, Is The Most Tattooed Man In The Country With 98% Covered Apart From The Soles Of His Feet

ટેટૂમેન:જર્મનીમાં 72 વર્ષીય નિવૃત્ત પોસ્ટ ઓફિસ વર્કરનું 98% શરીર ટેટૂથી ભરચક છે, અત્યાર સુધી 22 લાખ રૂપિયા ખર્ચ્યા

3 મહિનો પહેલા
નિવૃત્ત થયા પછી ટેટૂનો શોખ પૂરો કર્યો
  • પોસ્ટ ઓફિસમાં જોબને લીધે ટેટૂની પરવાનગી મળતી નહોતી
  • તેમણે નિવૃત્ત થયા પછી 46 વર્ષની ઉંમરે પ્રથમ ટેટૂ કરાવ્યું

ઘણા લોકોને ટેટૂનો શોખ હોય છે. તેઓ શરીરની અલગ-અલગ જગ્યાએ તેમને મનગમતી ડિઝાઈન ચીતરાવે છે. ટેટૂને લીધે જર્મનીમાં 72 વર્ષીય વ્યક્તિ ફેમસ થઇ ગઈ છે. તેમણે 98% શરીર પર ટેટૂ કરાવ્યા છે. તેઓ પોતાને મેગ્નેટો કહે છે. પગની પાની સિવાય આખું શરીર રંગબેરંગી ટેટૂથી ભરેલું છે.

મેગ્નેટોનું રિયલ નામ વોલ્ફગેંગ કિર્સ્ચ છે. છેલ્લા 20 વર્ષમા મેગ્નેટોએ 86 મોટા ટેટૂ કરાવ્યા છે. બર્લિનમાં રહેતા મેગ્નેટો નિવૃત્ત પોસ્ટ ઓફિસ વર્કર છે. વર્ષ 1989થી તેમણે ટેટૂ કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ એક પછી એક ટેટૂ કરાવવાનું ચાલુ જ રાખ્યું.

મેગ્નેટોનો જૂનો ફોટો
મેગ્નેટોનો જૂનો ફોટો
ટેટૂને લીધે દેખાવ બદલાઈ ગયો
ટેટૂને લીધે દેખાવ બદલાઈ ગયો

ટેટૂ માટે 17 ઇમ્પ્લાન્ટ
મેગ્નેટોએ કહ્યું, પોસ્ટ ઓફિસમાં કામ કરતો હતો ત્યારે મને ટેટૂ કરાવવા મળતું નહોતું. નિવૃત્ત થયા પછી મારો શોખ પૂરો થયો. ટેટૂ માટે ગળા અને આંગળીની સ્કિન સહિત અન્ય જગ્યાએ 17 ઇમ્પ્લાન્ટ કરાવ્યા છે.

46 વર્ષની ઉંમરે પ્રથમ ટેટૂ કરાવ્યું હતું
46 વર્ષની ઉંમરે પ્રથમ ટેટૂ કરાવ્યું હતું

ટેટૂ માટે રૂપિયા સામે ના જોયું
98% શરીરને ટેટૂથી ભરવા ટોટલ 730 કલાક લાગ્યા. આટલા કલાક સુધી તેમણે ટેટૂ માટે સોયની પીડા સહન કરી. 46 વર્ષની ઉંમરે પ્રથમવાર ટેટૂ કરાવ્યું. ટેટૂ કરાવવાના ચસકામાં મેગ્નેટોએ ટોટલ 25 હજાર યુરો(આશરે 22 લાખ રૂપિયા) ખર્ચ્યા.

પગની પાની હજુ કોરી છે
પગની પાની હજુ કોરી છે

લોકો ફોટો માટે પડાપડી કરે છે
મેગ્નેટોએ કહ્યું, મેં માત્ર મારા પગની પાની પર જ ટેટૂ કરાવ્યું નથી, આંખની કીકીમાં પણ ટેટૂ કરાવ્યું છે. હું જ્યારે પણ રસ્તા પર નીકળું છું ત્યારે લોકો મારો ઓટોગ્રાફ લેવા આવે છે અને મારી સાથે ફોટો પડાવે છે. આ બધું જોઈને મને ખુશી થાય છે.

અન્ય સમાચારો પણ છે...