તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Georgia Punches Her Twin Sister Melissa Several Times To Save Her From A Crocodile In The Lake, Has Been Attacked Three Times And Gives Her New Life.

હિંમતને સલામ:જ્યોર્જિયાએ પોતાની જોડિયાં બહેન મેલિસાને બચાવવા મગરને પંચ માર્યા, ત્રણવાર મગરનાં હુમલાનો સામનો કરીને બહેનની જિંદગી બચાવી

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ યુવતીઓ મેક્સિકોમાં તળાવમાં બોટિંગ કરી રહી હતી ત્યારે આ ઘટના બની
  • જ્યોર્જિયા હાલ કોમામાં છે અને મેલિસાને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે

હાલ સોશિયલ મીડિયામાં બે બ્રિટિશ જોડિયાં યુવતીઓનું બહાદુરીના વખાણ થઈ રહ્યા છે. આ ટ્વીન બહેનો મેક્સિકોમાં મેક્સિકન લાગૂનમાં ટૂર ગઈડની મદદથી બોટિંગ કરી રહી હતી. મેલિસા સ્વિમિંગ કરવા માટે તળાવમાં ઊતરી અને તે દરમિયાન જ મગરે બંને પર હુમલો કર્યો. આ દરમિયાન એક બહેને મગરનાં મોઢા પર જોરથી પંચ માર્યો અને બંનેનો જીવ બચાવ્યો.

તળાવમાં મગર હોવાની વાતથી મેલિસા અજાણ હતી
28 વર્ષીય મેલિસા અને જ્યોર્જિયા ઇંગ્લેન્ડનાં બર્કશાયરના રહેવાસી છે. લાગૂનમાં બંને બહેનો બોટિંગની મજા માણી રહ્યા હતા. મેલિસાને નહોતી ખબર કે એ તળાવમાં મગર છે. તે બોટમાંથી ઊતરીને સ્વિમિંગ કરી રહી હતી. તે દરમિયાન અચાનક મગર આવી ગયો અને મેલિસા પર તરાપ મારી. મેલિસાની બુમો સાંભળીને જ્યોર્જિયા મગરની નજીક ગઈ અને તેને પંચ મારવા લાગી. આ મગર મેલિસાને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. જ્યોર્જિયાએ તેની બહેન મેલિસાનો જીવ બચાવ્યો અને તેને બોટ સુધી લઇ આવી. મગર એ પછી પણ આ બોટ તરફ આવતો રહ્યો અને દર વખતે જ્યોર્જિયાએ પંચ મારીને તેને દૂર ભગાડ્યો.

આ ભયાનક હુમલામાં બંનેના જીવ તો બચી ગયા પણ મેલિસાને માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડી અને જ્યોર્જિયાને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. તેના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું. આ ઘટના થયા પછીથી ટૂર ગાઈડ ગાયબ થઈ ગયો છે. હજુ સુધી તે ફરાર છે. ઇન્ટરનેટ પર આ જોડિયાં બહેનોની સ્ટોરી વાઈરલ થતા યુઝર્સ તેમની હિંમતનાં વખાણ કરવાનું ભૂલતા નથી.

અન્ય સમાચારો પણ છે...