તહેવારો પર રોશનીથી ઝગમગતું શહેર અને બજારોમાં તેજ પ્રકાશથી ચકાચૌંધ કરતી રોશની ખૂબ જ સારી લાગે છે પણ તે જાણીને તમને આશ્ચર્ય થશે કે, આ જ રોશની તમને ડાયાબિટીસનો શિકાર પણ બનાવી શકે છે. દરેક પ્રકારની આર્ટિફિશિયલ લાઈટ જેમ કે, ગેજેટ્સ, શો-રુમની બહાર લાગેલી LED, કારની હેડલાઈટ કે ફરી હોર્ડિંગ્સને આકર્ષિત કરતો તેજ પ્રકાશ તમને ડાયાબિટીસનો શિકાર બનાવી શકે છે.
આર્ટિફિશિયલ લાઈટથી ડાયાબિટીસ થવાનું જોખમ 25%
ચીન પર 1 લાખ લોકો પર થયેલ સંશોધનમાં જાણવા મળ્યું કે, સ્ટ્રીટ લાઈટ્સ અને સ્માર્ટફોન જેવી આર્ટિફિશિયલ લાઈટ્સ તમારા ડાયાબિટીસનાં જોખમને 25% સુધી વધારી શકે છે. રાતમાં પણ દિવસનો અનુભવ આપનારી આ રોશની માણસનાં બોડી ક્લોકમાં ખલેલ પહોંચાડે છે, તેમાં ફેરફાર કરે છે જેના કારણે શરીરનું બ્લડસુગર લેવલ નિયંત્રિત કરવાની ક્ષમતા ઘટી જાય છે. શાંઘાઈનાં રુઈજીન હોસ્પિટલનાં ડૉક્ટર યૂજુ કહે છે કે, વિશ્વની 80% વસ્તી રાતનાં અંધારામાં લાઈટ પોલ્યુશનની ઝપેટમાં આવી જાય છે.
ચીનમાં લાઈટ પોલ્યુશનનાં કારણે ડાયાબિટીસનાં દર્દીઓ વધ્યા
જરુરિયાત કરતાં વધુ રોશની એટલે લાઈટ પોલ્યુશન. ફક્ત ચીનમાં જ લાઈટ પોલ્યુશનનાં કારણે 90 લાખ લોકો ડાયાબિટીસનાં શિકાર બની ગયા છે. આ લોકો ચીનનાં 162 શહેરોમાં રહે છે. ચીનની નોન કોમ્યુનિકેબલ ડિઝિઝ સર્વિલાન્સ સ્ટડીમાં તેની ઓળખ થઈ. તેમાં તેમની સંપૂર્ણ જીવનશૈલીની માહિતી આપવામાં આવેલી છે. અહીં સુધી કે, તેમાં તેમની આવક, શિક્ષા અને પારિવારિક ઈતિહાસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
સંશોધન દરમિયાન જે લોકો અંધારામાં લાંબા સમય સુધી આર્ટિફિશિયલ રોશનીમાં રહે છે તેમાંનાં 28% લોકોને ખાવાનું પાચન કરવામાં તકલીફ થઈ શકે કારણ કે, રોશનીનાં કારણે શરીરમાં મેલાટોનિન હાર્મોન બનવાનું ઓછું થઈ ગયું. આ હોર્મોન આપણું મેટાબોલિક સિસ્ટમ યોગ્ય રાખે છે.
લાઈટ શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે
ખરેખર તો જે લોકો હંમેશાં આર્ટિફિશિયલ લાઈટનાં સંપર્કમાં રહેતાં હોય છે, તેમનાં શરીરમાં ગ્લુકોઝનું સ્તર કશું પણ ખાધા વિના વધવા લાગે છે. તે આપણા શરીરમાં બીટા કોષોની સક્રિયતાને ઘટાડે છે. આ કોષ સક્રિય થવાને કારણે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન હોર્મોન મુક્ત થાય છે. ડૉ. જૂ કહે છે કે, ‘આર્ટિફિશિયલ લાઈટનો મહત્તમ સંપર્ક એ સમગ્ર વિશ્વમાં આધુનિક સમાજની સમસ્યા છે અને તે ડાયાબિટીસનું બીજું મુખ્ય કારણ પણ બની ગયું છે.’
લાઈટ પોલ્યુશનને કારણે જંતુઓ અકાળે મરી રહ્યા છે
ડૉ. જૂ કહે છે કે, ‘અમેરિકા અને યુરોપનાં 99 ટકા લોકો લાઈટ પ્રદૂષણયુક્ત આકાશમાં જીવે છે. પૃથ્વી પર 24 કલાકની દિવસ-રાતની ઘડિયાળ છે. તે સૂર્યનાં પ્રકાશ અને અંધકાર દ્વારા નિર્ધારિત થાય છે. આ વાત આ ગ્રહ પર રહેતા દરેક સજીવોને લાગુ પડે છે, પરંતુ માનવીએ તેની સાથે છેડછાડ કરી છે.
લાઈટ પોલ્યુશનને કારણે જીવજંતુઓ, પક્ષીઓ અને અનેક પ્રાણીઓનું જીવનચક્ર બદલાઈ ગયું છે. આવામાં તેઓ અકાળે મૃત્યુ પામી રહ્યા છે અને તેનાં કારણે વિશ્વભરની બાયોડાયવર્સિટી (જૈવવિવિધતા) ને પણ ઘણું નુકસાન થઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.