• Gujarati News
  • Lifestyle
  • Funky Maharani, A Startup From Steven And Hansika In Mumbai And Singapore, Designs Mangatika With A New Twist For Traditional Fashion Lovers.

વીમેન આંત્રપ્રિન્યોરની સક્સેસ સ્ટોરી:મુંબઈ અને સિંગાપોરનાં સ્ટીવન તથા હંસિકાનું સ્ટાર્ટઅપ ફંકી મહારાની, ટ્રેડિશનલ ફેશન લવર્સ માટે માંગટીકાને નવું ટ્વિસ્ટ આપીને ડિઝાઈન કરે છે

4 મહિનો પહેલા
  • મોટાભાગની એસેસરિઝ રિસાઈકલ કરીને પિત્તળમાંથી બનાવી છે
  • આ બ્રાંડનાં ઘરેણાંની કિંમત 890 રૂપિયાથી લઈને 3050 રૂપિયા છે

ભારતીય પહેરવેશમાં માંગટીકાનું ખાસ મહત્ત્વ છે. સ્ટીવને જોયું કે, તેની પત્ની સપનાએ લગ્નમાં કિંમતી ટીકો પહેર્યો હતો. તે દિવસથી લઈને આજ સુધી તે સાચવેલો છે. એ પછી તેણે માંગટીકાને નવા ટ્વિસ્ટ સાથે મહિલાઓની એસેસરિઝમાં સામેલ કરવા પોતાના સ્ટાર્ટઅપ ફંકી મહારાનીની શરુઆત કરી. આ કામમાં તેણે પોતાની કઝિન હંસિકા જેઠાનીને પણ સામેલ કરી.

હંસિકાએ યુનિવર્સીટી ઓફ આર્ટસ લંડનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. હંસિકાએ પોતાના વિઝનને રિયાલીટીમાં બદલવા માટે ફ્રીલાન્સર જ્વેલરી ડિઝાઈનર સાથે કામ કર્યું.

સુરતના અમુક કારીગરો સાથે કામ કરીને ફંકી મહારાનીનાં કલેક્શનમાં માંગટીકો, ઝૂમકા અને પાયલ સામેલ થઈ. મોટાભાગની એસેસરિઝ રિસાઈકલ કરીને પિત્તળમાંથી બનાવી છે. આ બ્રાંડ દ્વારા ડિઝાઈન કરેલા ઘરેણાંની કિંમત 890 રૂપિયાથી લઈને 3050 રૂપિયા છે.

હંસિકાએ કહ્યું, ઓક્ટોબર 2020થી મે, 2021 દરમિયાન 52 માંગટીકા વેચ્યા હતા. મુંબઈ અને ગોવામાં ઘણા પોપ અપ સ્ટાર્સ છે જ્યાં આ બધી વસ્તુઓની ડિમાન્ડ ઘણી રહે છે. ગોવાનું નાઈટ માર્કેટ આ ઘરેણાં વેચવા માટે બેસ્ટ જગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...