• Gujarati News
  • Lifestyle
  • Increased Problems From Work From Home, Neck And Back Pain Is The Reason Behind Leaving The Job In Corona

ધરમ કરતા ધાર પડી:વર્ક ફ્રોમ હોમથી વધી તકલીફો, કોરોનામાં નોકરી છોડવા પાછળનું કારણ ગરદન અને કમરનો દુખાવો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના નામની બીમારીને પગ પેસારો થયાને 3 વર્ષ જ જેટલો સમય થવા આવ્યો છે. ધીરે-ધીરે હવે બધું સામાન્ય થવા લાગ્યું છે. પરંતુ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં કર્મચારીની અછત જોવા મળી છે. આ દેશોમાં ગરદન અને કમરના દુખાવાથી હેરાન-પરેશાન હજારો લોકોએ નોકરી છોડી દીધી છે. આ લોકોનું નોકરી છોડવાનું કારણ વર્ક ફ્રોમ હોમ દરમિયાન મહિનાઓ સુધી ખોટી રીતે બેસી રહેવાને કારણે ગરદન અને પીઠના દુખાવો હતો.

બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સનો રિપોર્ટ જણાવે છે કે, જ્યાં 3 વર્ષ પહેલા 2019માં બીમારીને કારણે કામ ન કરી શકતા લોકોની સંખ્યા 20 લાખ હતી, હવે તે વધીને 25 લાખ થઈ ગઈ છે. તે પૈકી 62 હજાર લોકોને ગરદન અને કમરના દુખાવાના કારણે નોકરી છોડવી પડી હતી. માનસિક બીમારી પછી યુકેમાં નોકરી છોડવાનું બીજું સૌથી મોટું કારણ છે.

25થી 45 વર્ષના લોકોમાં ગરદન અને કમરના દુખાવાની સમસ્યા વધી રહી છે.
25થી 45 વર્ષના લોકોમાં ગરદન અને કમરના દુખાવાની સમસ્યા વધી રહી છે.

લેપટોપ પર કામ કરવાને કારણે ગરદનનો દુખાવો વધ્યો
લંડનમાં બેક્સ એન્ડ બિયોન્ડ ક્લિનિકના ડિરેક્ટર ઓર્થોપેડિશિયન ગેવિન બર્ટ જણાવે છે કે, 25 થી 45 વર્ષની વયના લોકોમાં પીઠ અને ગરદનના દુખાવાની સમસ્યા ઝડપથી વધી છે. કલાકો સુધી લેપટોપ પર વાંકા વળીને કામ કરવાને કારણે એ હદે તકલીફ વધી ગઈ છે કે, તેઓ બેસીને કામ કરવાની સ્થિતિમાં નથી.

ઘરમાં ખોટી રીતે બેસીને કામ કરવાથી પણ નુકસાન થાય છે
ઘરમાં ખોટી રીતે બેસીને કામ કરવાથી પણ નુકસાન થાય છે

તો વધુમાં જણાવ્યું હતું કે, તેઓ જણાવે છે કે, ઓફિસમાં કામ કરવા માટે એક ખાસ ડિઝાઈન હોય છે, જે આપણા શરીરને સપોર્ટ કરે છે, પરંતુ ઘરમાં બેડ કે સોફા પર કલાકો સુધી કામ કરવાથી શરીરમાં દુખાવો થાય છે. જો જલ્દી આ બીમારીનો ઈલાજ કરવામાં ન આવે તો બીમારી કાયમી ઘર કરી જાય છે.

કોરોનાથી વધ્યું વર્ક ફ્રોમ હોમનું ચલણ
કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ કરવાનો ટ્રેન્ડ વધ્યો હતો, પરંતુ ઘરે કામ કરવાની કોઈ સારી વ્યવસ્થા ન હતી. આ લોકો શરીરના હિસાબે યોગ્ય સ્થિતિમાં બેસવા પર વધુ ધ્યાન આપતા ન હતા. લાંબા સમય સુધી શરીર પર દબાણ રહેતું હોય તો કમર અને ગરદનના દુખાવાની બીમારી થાય છે. આ બીમારીના ભોગ સૌથી વધુ શ્રમજીવી યુવાનો બન્યા છે. આ યુવાનો વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઘરે બેસીને ખોટી રીતે કામ કરી રહ્યા હતા.

ઘરમાં જ તૈયાર કરો ઓફિસનું સેટઅપ, કસરત તો અચૂક કરો
ગેવિન બર્ટ સલાહ આપે છે કસ, કર્મચારીઓએ પીઠ અને ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટે પહેલા હાઇબ્રિડ મોડમાં વર્કઆઉટ કરવાનું શરૂ કરવું જોઈએ, જેમ કે અઠવાડિયામાં કેટલાક દિવસ ઓફિસથી અને કેટલાક દિવસ ઘરેથી કામ કરવું જોઈએ. ત્યાં સુધી કે ઘરે પણ ઓફિસ જેવો સેટઅપ તૈયાર કરવું જોઈએ જેથી શરીરનું પોઈશ્ચર બગડે નહીં. એક જ જગ્યા પર સતત બેસી ન રહો. દર કલાકે તમારી ખુરશી પરથી ઉઠો અને ચાલો. બેસીને ગરદન ફેરવવાની કસરત કરો. કામ દરમિયાન ચા કે કોફી નહીં પરંતુ પાણી વધારે પીવો.