તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • From Weight Control To Immunity Strong Non Dairy Milk, Learn How To Make It And Its Benefits

દૂધનો વિકલ્પ:વજન કન્ટ્રોલ કરવાથી લઈને ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવે છે નોન ડેરી મિલ્ક, જાણો તેની બનાવવાની રીત અને ફાયદા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોડ, અનાજ અથવા ડ્રાય ફ્રુટ્સમાંથી નીકળતાં દૂધને નોન ડેરી મિલ્ક કહેવાય છે
  • નારિયેળ, સોયા, બદામ, ચોખા, હેમ્પ, કાજૂ અને કિનોઆનું દૂધ ડેરી મિલ્કનો ઓપ્શન
  • કોકોનટ મિલ્ક ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બનાવે છે
  • કોલેસ્ટેરોલ લેવલ કન્ટ્રોલ કરવા કિનોઆ મિલ્ક ફાયદાકારક

દૂધનો મતલબ ગાય, ભેંસ અથવા બકરીનું દૂધ જ માનવામાં આવતો હતો, પરંતુ હવે સમય બદલાતાં દૂધનો વિકલ્પ બદલાયો છે. હવે દૂધ ડેરી મિલ્ક અને નોન ડેરી મિલ્કમાં વહેંચાયું છે. હવે લોકો હેલ્ધી અને ન્યૂટ્રિશન્સથી ભરપૂર ડાયટ લેવાનું પસંદ કરે છે. મિનિમમ કેલરીઝ ઈન્ટેક સાથે ન્યુટ્રીશનલ જરૂરિયાતો પૂરી કરતો ખોરાક લેવાનો ટ્રેન્ડ બની રહ્યો છે.

નોન ડેરી મિલ્ક
છોડ, અનાજ અથવા ડ્રાય ફ્રુટ્સમાંથી નીકળતાં દૂધને નોન ડેરી મિલ્ક કહેવાય છે. નારિયેળ, સોયા, બદામ, ચોખા, હેમ્પ, કાજૂ અને કિનોઆનું દૂધ ટ્રેન્ડિંગમાં છે.

વીગન લોકોની પ્રથમ પસંદ નોન ડેરી મિલ્ક
દુનિયામાં ઘણા લોકો વીગન ડાયટ લેવાનું પસંદ કરે છે. આવા લોકો નોન ડેરી મિલ્ક પસંદ કરે છે. સાથે જ કેલરી કાઉન્ટ માટે અથવા ડેરી દૂધથી એલર્જી હોય તેવા લોકો ડેરી મિલ્ક પસંદ કરતાં નથી. આવા લોકો પોતાની ન્યૂટ્રિશનલ જરૂરિયાતો પૂરી કરવા માટે નોન ડેરી મિલ્કનો સહારો લે છે.

નોનડેરી મિલ્ક ન્યૂટ્રિશન્સનો ભંડાર
નોન ડેરી મિલ્ક નેચરલ પદાર્થોમાંથી બનતું હોવાથી તે સુરક્ષિત છે. રિલાયન્સ હોસ્પિટલના ચીફ ડાયટિશિયન વૈશાલી મરાઠે જણાવે છે કે, લેક્ટોસ ઈન્ટોલરન્સ અર્થાત દૂધમાં રહેલી પ્રાકૃતિક શર્કરાથી એલર્જીની સ્થિતિમાં નોન ડેરી મિલ્ક સારો વિકલ્પ બને છે. નોનડેરી મિલ્ક કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સની જરૂરિયાત પૂરી કરે છે.

આ નોન ડેરી મિલ્ક ટ્રાય કરી હેલ્ધી રહો
કોકોનટ મિલ્ક

નારિયેળનું દૂધ ભારતમાં ઘણું લોકપ્રિય છે. તેમાં કોપર, પોટેશિયમ, વિટામિન્સ, સેલેનિયમ, કેલ્શિયમ, ફાઈબર અને મેંગેનીઝ સહિતના તત્વો હોય છે. આ તમામ તત્વો ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બનાવે છે. વજન ઓછું કરવા અને હૃદયનાં સ્વાસ્થ્ય માટે આ દૂધ ફાયદાકારક છે.

સોયા મિલ્ક

માર્કેટમાં ઘણી કંપનીઓનું સોયા મિલ્ક અવેલેબલ છે. સોયાબીનને પાણીમાં રાખી તેનું દૂધ કાઢવામાં આવે છે. આ દૂધમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઘણી ઓછી હોય છે. આ દૂધ કોલેસ્ટેરોલ ફ્રી હોવાની સાથે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે. લેક્ટોઝ ન હોવાને કારણે તે ડાયાબિટીક લોકો માટે બેસ્ટ ઓપ્શન છે.

આલ્મંડ મિલ્ક

આ દૂધ ક્રીમી અને મીઠાશથી ભરપૂર હોય છે. તેમાં પોલી અનસેચ્યુરેટેડ અને મોનો અનસેચ્યુરેટેડ હેલ્ધી ફેટ્સ હોય છે. બદામના દૂધમાં મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન-E, પ્રોટીન, કેલ્શિયમ અને પોટેશિયમ ન્યૂટ્રિશનલ જરૂરિયાતો પૂરી કરે છે.

રાઈસ મિલ્ક

ચોખામાંથી બનતું આ દૂધ સ્વાદે ગળ્યું હોય છે અને લેક્ટોઝ ફ્રી હોય છે. તે બ્રાઉન રાઈસમાંથી બને છે. ડેરી મિલ્કથી એલર્જી હોય તેવાં લોકો રાઈસ મિલ્ક પર શિફ્ટ થઈ શકે છે.

ઓટ્સ મિલ્ક

ઓટ્સ મિલ્ક હાડકાં અને હૃદય સ્ટ્રોન્ગ બનાવે છે. ઓટ્સને પાણી સાથે પીસી આ દૂધ તૈયાર કરાય છે. તેમાં બીટ ગ્લુકેન અને સોલ્યુબલ ફાઈબર હોય છે. તે ઈમ્યુન સિસ્ટમ અને મેટાબોલિઝ્મ સ્ટ્રોન્ગ બનાવે છે.

હેમ્પ મિલ્ક

ભાંગના બીને પાણી સાથે પીસી આ દૂધ તૈયાર થાય છે. વીગન અને લેક્ટોઝ એલર્જિક લોકો માટે આ સારો ઓપ્શન છે. જોકે આ દૂધ વિવાદનું ઘર પણ છે.

કેશ્યુ મિલ્ક

કાજૂનું દૂધ સ્વાદે ચઢિયાતું લાગે છે પરંતુ તેમાં કેલરી વધુ હોય છે. ડૉક્ટરની સલાહ બાદ જ આ દૂધનું સેવન કરવું જોઈએ. આ દૂધમાં પ્રોટીન હોતું જ નથી. તેમાં કેલ્શિયમ, વિટામિન-A, D અને B12 હોય છે.

કિનોઆ મિલ્ક

તેમાં એમિનો એસિડ સિવાય ફાઈબર, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયન, ઝિંક, ઓમેગા 3 અને ઓમેગા 6 હોય છે. કબજિયાતની સમસ્યા નિવારવા માટે અને કોલેસ્ટેરોલ લેવલ કન્ટ્રોલ કરવા માટે આ દૂધ ઘણું કામનું છે.

દુનિયામાં 40થી વધારે નોન ડેરી મિલ્ક અવેલેબલ
ઉપરોક્ત જણાવેલાં તમામ નોન ડેરી મિલ્ક તમારી આસપાસના સ્ટોરમાં સરળતાથી અવેલેબલ છે, પરંતુ આ સિવાય દુનિયામાં કુલ 40થી પણ વધારે નોન ડેરી મિલ્ક ઉપલબ્ધ છે.

નોન ડેરી શબ્દ પર વિવાદ
નોન ડેરી મિલ્ક ટર્મ પર વિવાદ છે. FASSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ તેમનાં નોટિફિકેશનમાં નોન ડેરી મિલ્કને પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક શબ્દ વાપરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. FASSAIનું કહેવું છે દૂધ શબ્દનો પ્રયોગ માત્ર પશુઓમાંથી મળતાં દૂધ અને તેનાથી બનતી પ્રોડક્ટ્સ માટે કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...