એવું કહેવાય છે કે, જોડી તો ભગવાનના ઘરેથી બનીને આવે છે અને પ્રેમમાં ઉંમરનો કોઈ બાધ નથી હોતો. આવો જ એક કિસ્સો બ્રિટનમાંથી સામે આવ્યો છે. અહીં એક 82 વર્ષની મહિલાએ 36 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા છે. ઉંમરમાં 46 વર્ષનું અંતર હોવાથી આ લગ્ન અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે.
ફેસબુક પર મુલાકાત થઈ, પછી લગ્ન
બ્રિટનની રહેવાસી 82 વર્ષીય આઈરિસ જોન્સની ફેસબુક પર વર્ષ 2019માં 36 વર્ષના મોહમ્મદ ઈબ્રાહિમ સાથે મુલાકાત થઈ હતી. ફેસબુક પર મિત્રતા પછી આ બંને એકબીજા સાથે કલાકો સુધી વાતો કરતા હતા. ધીમે ધીમે આ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી આ બંનેએ 2020માં લગ્ન કરી લીધા. આઈરિસના 27 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા.
ફેસબુક પર જ પ્રેમ વ્યક્ત કર્યો
હવે લગ્નના બે વર્ષ પછી આઈરિસે એક ફેસબુક પોસ્ટ દ્વારા ઈબ્રાહિમની સાથે પોતાના રિલેશનને દુનિયાની સામે ખુલીને શેર કર્યા. આઈરિસે જણાવ્યું કે, તે પોતાના પતિથી અંતર સહન કરી શકતી નથી. હકીકતમાં ઈબ્રાહિમ છેલ્લા એક મહિનાથી ઇજિપ્તમાં હતો.
લગ્ન માટે આઈરિસે ધર્મ બદલ્યો
કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં બંને એક બીજાને કિસ કરી રહ્યા છે અને મોહમ્મદ કહી રહ્યો છે કે હું આવી પત્ની મેળવીને ધન્ય થઈ ગયો છું. આઈરિસે ઈબ્રાહિમ સાથે લગ્ન માટે ઈસ્લામ ધર્મ પણ અંગીકાર કર્યો હતો. મોહમ્મદ ઈબ્રાહિમનું કહેવું છે કે તે આઈરિસને ઘણો પ્રેમ કરે છે અને તે આઈરિસ સાથે ખુશ છે. તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે. આઈરિસે થોડા દિવસ પહેલાં એક ટીવી શોમાં ઈબ્રાહિમની સાથે શારીરિક સંબંધો વિશે ખુલીની વાત પણ કરી હતી. અત્યારે મોહમ્મદે વિઝા માટે અપ્લાય કર્યું હતું, જ્યારે મોહમ્મદને સ્પાઉઝલ વિઝા મળી જશે તો તે કાયમી યુકે શિફ્ટ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.