• Home
  • Lifestyle
  • Friendship Day 2020: Know What Is The Three Real Story Of Friendship Day? What Is Friendship Day And How Did It Start?

3 કહાનીઓથી શરૂઆત થઈ / 2 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે, કોઈકે મિત્રોને ગ્રીટિંગ્સ કાર્ડ આપ્યા, તો કોઈકે ડિનર પાર્ટી કરીને સેલિબ્રેશનનો પાયો નાખ્યો, અમેરિકામાં આત્મહત્યાની સ્ટોરી ફેમસ થઈ

Friendship Day 2020: Know What Is The Three Real Story Of Friendship Day? What Is Friendship Day And How Did It Start?
X
Friendship Day 2020: Know What Is The Three Real Story Of Friendship Day? What Is Friendship Day And How Did It Start?

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 11:11 AM IST

ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સેલિબ્રેટ કરવામાં આવતા ફ્રેન્ડશિપ ડેની શરૂઆત દુનિયામાં અલગ-અલગ સમય પર થઇ પરંતુ તેનો હેતુ તો એક જ છે, એક દિવસ મિત્રને નામ. આ દિવસને ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડેનું નામ આપવામાં આવ્યું છે. આ સેલિબ્રેશનની શરૂઆતની 3 સ્ટોરી છે અને બધી રસપ્રદ છે. આ વર્ષે ફ્રેન્ડશિપ ડે 2 ઓગસ્ટના રોજ સેલિબ્રેટ કરવામાં આવશે. જાણીએ આ દિવસ સાથે જોડાયેલી ખાસ ત્રણ કહાનીઓ...

પ્રથમ કહાની: એક વેપારીએ એકબીજાને કાર્ડ આપવાની પરંપરા શરુ કરી
એક પ્રચલિત કહાની પ્રમાણે, આ દિવસની શરૂઆત કરવાનો શ્રેય વેપારીને જાય છે. વર્ષ 1930માં જોએસ હોલ નામના વેપારીએ દરેક લોકો એકબીજાને ગ્રીટિંગ કાર્ડ આપી શકે તેવો દિવસ નક્કી કર્યો અને તે દિવસને વધુ યાદગાર બનાવ્યો. જોએસે આ માટે 2 ઓગસ્ટનો દિવસ સિલેક્ટ કર્યો. ત્યારબાદ યુરોપ અને એશિયાના ઘણા દેશોમાં ફ્રેન્ડશિપ દિવસ મનાવવાની શરૂઆત થઇ.

બીજી કહાની: ડિનર પાર્ટી કરીને ફ્રેન્ડશિપ ડેનો પાયો નાખ્યો
ફ્રેન્ડશિપ ડે સાથે જોડાયેલી બીજી કહાની પ્રમાણે, 20 જુલાઈ 1958ના રોજ ડૉ. રમન આર્ટિમિયોએ એક ડિનર પાર્ટી દરમિયાન મિત્રો સાથે દિવસ સેલિબ્રેટ કરવાનું વિચાર્યું. સાઉથ અમેરિકામાં થયેલી આ ઘટના પછી વિશ્વમાં ફ્રેન્ડશિપ ડે ઉજવવા લોકોએ ડિનર પાર્ટી રાખી અને તે પછી આ પરંપરા ચાલુ રહી.

ત્રીજી કહાની: દોસ્તનાં મૃત્યુની યાદમાં આત્મહત્યા કરી
ફ્રેન્ડશિપ ડેની શરૂઆત વર્ષ 1935માં અમેરિકાથી થઇ હતી. એક પ્રખ્યાત કહાની પ્રમાણે, અમેરિકન સરકારે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે એક વ્યક્તિને મારી નાખી હતી. આ સમાચાર સાંભળીને તેના મિત્રએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના પછી સરકારે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી