રૂપિયા આપીને મનની વાત કરો:મૂવી જોવા, હરવા-ફરવા, પાર્ટી અને મીટિંગ અટેન્ડ કરવા માટે ભાડે મળશે મિત્ર, 1500થી 2000 રૂપિયા એક દિવસનો ચાર્જ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્ર ભાડે મળે તે ડેટિંગ વેબસાઈટ હોતી નથી
  • સીનિયર સિટીઝન સાથે સમય પસાર કરવા અનેક યુવાનો તેમના મિત્રો બને છે

ફેમિલી કે ફ્રેન્ડ્સની વ્યાખ્યા તો તમે સાંભળી કે વાંચી હશે, પણ હવે તે ભૂલી જાઓ. જો તમારે કોઈ મિત્ર ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, ચંડીગઢ, પુણે, બેંગ્લુરૂ અને અમદાવાદ જેવા શહેરમાં એકલવાયું જીવન જીવી રહેલા લોકો માટે ભાડે મિત્ર મળે છે. અહીં રહેતા લોકો વેબસાઈટ્સ અને કંપનીઓ દ્વારા પોતાની સાથે ફરવા, જમવા અને બર્થડે કેક શેર કરવા, મીટિંગ અટેન્ડ કરવા માટે પણ લોકો હાયર કરે છે. જે લોકો બહાર આવવા-જવામાં શરમાય છે તેઓ દોસ્ત ભાડે લઇ રહ્યા છે.

આમ તો એકલતા માત્ર એક શબ્દ છે. લોકો આને ગંભીરતાથી લેતા નથી, પરંતુ સમગ્ર દુનિયામાં યુવાનોના મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. આનું મોટું કારણ એકલતા જ છે. ઘણા દેશે આ શબ્દને ગંભીરતાથી લેવાનો શરુ કરી દીધો છે.

WHOના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 20 કરોડથી પણ વધારે લોકો ડિપ્રેશન સહિત અન્ય માનસિક બીમારીઓનો શિકાર છે, તો અન્ય એક રિપોર્ટ પ્રમાણે 42% કર્મચારી ડિપ્રેશન અને એન્ઝાયટીથી પીડિત છે.

જે રીતે ફ્લેટ, ગાડી કે ડ્રેસને અલગ-અલગ રીતે રેન્ટ પર લઇ શકત છે તેવી જ રીતે અલગ-અલગ રેંજમાં મિત્રો પણ અવેલેબલ છે. તમે ડિનર કે પછી મૂવી જ માટે પણ મિત્ર ભાડે લઇ શકો છો. નર્સિંગ કેર, Rentafriend.com, findfriends.comની મદદથી એક દિવસનું બુકિંગ કરવામાં આવે છે. ઘણા યુવા સંગઠનો પણ છે, જે વૃદ્ધજનોની દેખભાળ માટે આગળ આવ્યા છે.

આટલી વસ્તુઓ માટે દોસ્ત ભાડે મળી રહ્યા છે
જિમ જવા માટે, બિઝનેસ ઇવેન્ટ, બેન્કિંગ અને કુકિંગ, રમવા માટે, પાર્કમાં ફરવા, ફોટોગ્રાફી, ફરવા માટે, ડિનર, બાઇકિંગ, લોન્ગ ડ્રાઈવ અને પિકનિક પર સાથે જવા માટે.

સંતાન બનીને સીનિયર સિટીઝનની પડખે ઊભા રહે છે
હેલ્થ કેર નર્સિંગના શિવાંગ દ્વિવેદીએ કહ્યું, ઘણા લોકો પોતાના માતા-પિતાથી દૂર વિદેશ રહેતા હોય છે. આ બાળકોને તેમના પેરેન્ટ્સની ચિંતા તો છે પણ તેમની પોતાની મજબૂરી છે. ઘણા કેર કાઉન્સલર દેશના અલગ-અલગ શહેરમાં રહેતા અનેક વૃદ્ધજનોની દેખભાળ માટે પરિવારના મેમ્બરની જેમ રહે છે.

હેમલતા માટે કોઈ દીકરીથી ઓછી નથી કેર કાઉન્સલર
દિલ્હીમાં રહેતા 72 વર્ષીય હેમલતાએ કહ્યું, મારા બંને બાળકો વિદેશ રહે છે. હું મારા 72મા જન્મદિવસ પર ઘણી ખુશ હતી. કારણકે પહેલીવાર હું એકલી નહોતી. મારી સાથે કેર કાઉન્સલર રીતિકા હતી. કોરોનાકાળમાં દીકરી જેવી રીતિકાએ મને ઘણી હેલ્પ કરી.

કલાક પ્રમાણે ભાડું હોય છે
એક વેબસાઈટ સાથે જોડાયેલા દિલ્હીના અવિનાશ સિંહે કહ્યું, ભાડે મિત્ર લેવા માટે ભાડું તમારે જ ચૂકવવાનું હોય છે. આ ડેટિંગ વેબસાઈટ નથી હોતી, પણ ફ્રેન્ડલી એક્ટિવિટી માટે સર્વિસ આપવામાં આવે છે. એક કલાકના 500 રૂપિયા ચૂકવવાના હોય છે. તમે મિત્રને ડિનર માટે લઇ જાઓ છે કે મૂવી પર, તેના પર રેન્ટ આધાર રાખે છે. ઘણી વેબસાઈટમાં આ ચાર્જ 1500થી લઈને 2000 રૂપિયા સુધીનો હોય છે.

હાયર કરતા પહેલાં આટલી વાતોનું ધ્યાન રાખો
સાઈબર એક્સપર્ટ વિવેક તિવારીએ કહ્યું, હાલ ઓનલાઈન ફ્રેન્ડસને લઈને ઘણી ઘટનાઓ સામે આવી છે. વેબસાઈટ સાથે કનેક્ટેડ લોકોનું વેરિફિકેશન ના હોવાને લીધે જોખમની શક્યતા વધી જાય છે. નર્સિંગ કેર પ્રોવાઈડરમાં દેખભાળ કરવા ઉપરાંત પેશન્ટ્સ પ્રત્યે આત્મીયતા હોવી જરૂરી છે. કોઈ પણ પ્રકારની શંકા હોય તો કોલ કરીને કે મળીને પૂછપરછ કરી લેવી.