તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Fresh Fruit Cake Movement Being Run By The Farmers Of Maharashtra, This Work Done To Increase The Sale Of Fruits Among The People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સો. મીડિયા વાઈરલ:ફળોનું વેચાણ વધારવા મહારાષ્ટ્રના ખેડૂતોએ ‘ફ્રેશ ફ્રૂટ કેક’ આંદોલન શરુ કર્યું, લોકોને ફ્રૂટ કેક ખરીદવા અપીલ કરી રહ્યા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલન વાઈરલ થતા ઘણા ખેડૂત સંગઠન ફ્રેશ ફ્રૂટની કેકની સ્પર્ધાનું આયોજન પણ કરી રહ્યા છે

કોરોના મહામારીથી પ્રભાવિત લોકોમાં ખેડૂતો પણ સામેલ છે. આખું વર્ષ આકરી મહેનત કર્યા હોવા છતાં તેમને પાકનાં જોઈએ તેવા ભાવ માર્કેટમાં મળતા નથી. આર્થિક તંગીને લીધે માર્કેટમાં ફળનું વેચાણ પણ ઓછું થયું છે. ફળનું વેચાણ વધારવા મહારાષ્ટ્રના ખેડૂતોએ એક નવી પહેલ શરુ કરી છે. જન્મદિવસે કે કોઈ સેલિબ્રેશન પર બેકરી કેકને બદલે ફ્રૂટ કેક લાવવાની માગ કરી રહ્યા છે જેથી વેચાણ અને ઉત્પાદન એમ બંને વધે.

હાલ આ આંદોલન સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ખેતી સાથે જોડાયેલા સંગઠનો તરબૂચ, દ્રાક્ષ, નારંગી, પાઈનેપલ અને કેળા ઉપરાંત અન્ય ફળના ઉપયોગ વધારવા કહી રહ્યા છે. હાલ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ફળનું ઉત્પાદન વધ્યું છે. આ કારણે ભાવ પણ ઘટી ગયા છે. ફળનું વેચાણ વધારવા માટે ખેડૂતો તેમના આંદોલન દ્વારા ફ્રૂટ કેક ખરીદવાની વિનંતી કરી રહ્યા છે.

ઇન્ટરનેટ પર આ આંદોલન વાઈરલ થતા ઘણા ખેડૂત સંગઠન ફ્રેશ ફ્રૂટની કેકની સ્પર્ધાનું આયોજન પણ કરી રહ્યા છે. કોમ્પિટિશનમાં ભાગ લેનારાને તાજા ફળમાંથી કેક બનાવવાની હોય છે અત્યાર સુધી 150 લોકોએ ભાગ લીધો.આશા છે કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ આંદોલન દરેક લોકો સુધી પહોંચશે અને ખેડૂતોની આવક વધારવા ફળ ખરીદશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો