રબ ને બના દી જોડી:બિહારના યુવકે ફ્રેન્ચ યુવતીનું દિલ જીત્યું, હિંદુ રિવાજથી લગ્ન કરવા માટે દુલ્હન પેરિસથી ઈન્ડિયા આવી

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિહારના નાનકડા ગામમાં કપલે લગ્ન કર્યા, વિદેશથી મહેમાનો આવ્યા
  • વિદેશી દુલ્હન જોવા માટે આખું ગામ ઊમટી પડ્યું

‘પ્રેમની કોઈ ભાષા નથી, કોઈ રંગ નથી, કોઈ ધર્મ નથી કે કોઈ હદ નથી.’ પેરિસમાં રહેતી ફ્રેન્ચ યુવતી બિહારના યુવકના પ્રેમમાં પડી. આ બંનેની લવ સ્ટોરીમાં ના ભાષા નડી કે ના ધર્મ કે ના દેશ. દુલ્હન સ્પેશિયલ પેરિસથી ઇન્ડિયા આવી અને બિહારના એક નાનકડા ગામમાં લગ્ન કર્યા.

બંનેની મુલાકાત 6 વર્ષ પહેલાં થઈ
મેરી લોરી હેરલ પેરિસમાં બિઝનેસવીમેન છે. મેરી અને રાકેશની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આશરે 6 વર્ષ પહેલાં મેરી ઈન્ડિયા આવી હતી અને તે સમયે તેની મુલાકાત રાકેશ સાથે થઇ. રાજેશ બિહારના બેગુસરાઈ જિલ્લામાં નાનકડા ગામ કથિરીયાનો રહેવાસી છે.

રાકેશ મેરી સાથે પેરિસ રહેવા લાગ્યો
​​​​​​​મેરી પોતાનું કામ પૂરું કરીને પાછી પેરિસ જતી રહી અને રાકેશ પણ દિલ્હી શિફ્ટ થઈ ગયો. બંને દૂર રહેતા હોવા છતાં એકબીજાના કોન્ટેક્ટમાં હતા. મિત્રતાથી શરૂ થયેલું આ રિલેશન પ્રેમમાં ફેરવાઈ ગયું. એકબીજાને ત્રણ વર્ષ સુધી ઓળખ્યા પછી મેરીએ રાકેશને પેરિસ શિફ્ટ થવાનું કહ્યું. બંનેએ પેરિસમાં ટેક્સસ્ટાઈલ બિઝનેસ શરૂ કર્યો. એકબીજા સાથે કામ કરવાથી અને રહેવાથી તેમનો પ્રેમ દિવસેને દિવસે વધુ મજબૂત થતો ગયો અને લગ્ન કરવાનું નક્કી કર્યું.

મેરીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ખૂબ ગમે છે
​​​​​​​રાકેશના પિતા રામચંદ્રએ કહ્યું, મેરીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી ખૂબ લગાવ છે. તેને ભારતીય રીતિ રિવાજથી જ લગ્ન કરવા હતા. આથી તે મેરેજ કરવા પેરિસથી સ્પેશિયલ બિહારના નાનકડા ગામમાં આવી. રવિવારે બંને પરિવારની હાજરીમાં આ કપલે અગ્નિની સાક્ષીએ ફેરાં કર્યા.

વિદેશી દુલ્હનને જોવા માટે આખું ગામ ઊમટી પડ્યું હતું
​​​​​​​મેરી અને રાકેશના લગ્નમાં મહેંદી અને પીઠી ફંક્શન રાખ્યું હતું. મેરીના માતાપિતા પણ ઇન્ડિયન ટ્રેડિશન જોઈને ખુશ થઈ ગયા. ઘણા વિદેશી મહેમાનો પણ આ યાદગાર લગ્નમાં સામેલ થયા હતા. વિદેશી દુલ્હનને જોવા માટે આખું ગામ ઊમટી પડ્યું હતું. લગ્નની તૈયારીઓ બંને પરિવારે સાથે મળીને કરી હતી. આ કપલ ભારતમાં એક અઠવાડિયું રોકાઈને પાછા પેરિસ જશે.

અન્ય સમાચારો પણ છે...