તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Freedom Fighter Sarojini Naidu Struggled A Lot For Women's Rights, National Women's Day Is Celebrated On Her Birthday Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશને નામ જીવન:સ્વાતંત્ર્યસેનાની સરોજિની નાયડુએ મહિલાઓને હક અપાવવા ઘણો સંઘર્ષ કર્યો, તેમના જન્મદિવસે આજે ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ ઊજવવામાં આવે છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વાતંત્ર્યસેનાની અને કવયિત્રી સરોજિની નાયડુના જન્મદિવસે ભારતમાં 13 ફેબ્રુઆરીએ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ મહાન સ્વાતંત્ર્યસેનાનીએ ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879ના રોજ થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં તેમણે કવિતાઓ લખવાની શરૂ કરી હતી. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાં મેટ્રિક પરીક્ષામાં ટોપ કર્યું હતું.

સરોજિનીએ મહિલાઓને અધિકાર અપાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. તેઓ ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં હતાં. 16 વર્ષની ઉંમરે તેઓ હાયર એજ્યુકેશન માટે ઇંગ્લેન્ડ ગયાં હતાં. ત્યાં તેમણે કિંગ્સ કોલેજ, લંડન અને ગિરટન કોલેજમાં અભ્યાસ કર્યો. તેમના લગ્ન 19 વર્ષની ઉંમરે ગોવિંદ રાજાલુ નાયડુ સાથે થયા હતા.

સરોજિની નાયડુ પ્રથમવાર 1914માં મહાત્મા ગાંધીને મળ્યાં અને ત્યારથી તેઓ દેશ માટે જીવ રેડી દેવા તૈયાર થઈ ગયાં. 1925માં તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયાં હતાં. 1928માં તેમને કેસર-એ-હિંદથી સન્માનિત કરવામાં આવ્યાં. આ મેડલ તેમને ભારતમાં પ્લેગની મહામારી દરમિયાન કરેલી કામગીરી બદલ આપવામાં આવ્યો હતો. 2 માર્ચ, 1949ના રોજ લખનઉમાં હાર્ટ-અટેક આવવાને લીધે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. સરોજિની નાયડુની 135મી જન્મજયંતી એટલે કે 13 ફેબ્રુઆરી, 2014થી ભારતમાં ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ ઊજવવાની શરૂઆત થઈ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો