સિરિયલ રેપિસ્ટ:ફ્રાન્સના પોપ્યુલર જર્નલિસ્ટ પર 20 મહિલાઓએ એક સાથે રેપનો આરોપ લગાવ્યો, પત્રકારે બાળકીઓને પણ બક્ષી નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્રાન્સના સૌથી લોકપ્રિય ટીવી જર્નલિસ્ટ રહી ચૂકેલ પેટ્રિક પાઈવર ડાઈવોર પર 20 મહિલાઓએ રેપનો આરોપ લગાવ્યો છે. તમામ મહિલાઓએ એક સાથે ઓન સ્ક્રીન આવી પોતાની આપવીતી વ્યક્તિ કરી.

પેટ્રિક પર આરોપ છે કે તેણે પોતાની લાંબા સમયની કરિયર દરમિયાન અનેક મહિલાઓ અને બાળકીઓ સાથે બળાત્કાર કર્યો છે. જો કે, પેટ્રિકે પોતાના પર લાગેલા ઓરોપોને નકારી કાઢ્યા છે. તેણે આરોપ લગાવનાર આવી 16 મહિલાઓ સામે માનહાનિનો દાવો પણ કર્યો છે. પેટ્રિક ફ્રાન્સમાં ઘણો લોકપ્રિય છે. 1975થી 2008 સુધી પોતાની કરિયર દરમિયાન તે ફ્રાન્સનો સૌથી પોપ્યુલર ટીવી જર્નલિસ્ટ રહી ચૂક્યો છે.

ટીવી કિંગથી સિરિયલ રેપિસ્ટ સુધીની સફર
74 વર્ષીય પેટ્રિક પાઈવર ડાઈવોરે 1975થી એન્કરિંગ શરૂ કર્યું હતું. તેના શોને ફ્રાન્સમાં એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે, તે ટીવી કિંગ તરીકે ઓળખાવવા લાગ્યો. પેટ્રિક ફ્રાન્સના યુવાનો માટે આદર્શ હતો, પરંતુ રિટાયર પછી જીવનના અંતિમ દિવસોમાં પેટ્રિક પર ગંભીર આરોપો લાગ્યા છે.

જે મહિલાઓ આગળ આવી તેઓ કહે છે કે તેઓ પહેલા કંઈ કહી શકતી નહોતી કેમ કે ત્યારે પેટ્રિક ઘણો ફેમસ હતો. ત્યારે કોઈ તેમની વાતો પર વિશ્વાસ કરતું નહોતું.

28થી 63 વર્ષ સુધીની મહિલાઓ સામે આવી
પેટ્રિક પર અત્યાર સુધી 20થી વધુ મહિલાઓને સેક્સ્યુઅલ હરેસમેન્ટ અને રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધીમે ધીમે બીજી મહિલાઓ સામે આવી રહી છે. ફ્રાન્સમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો #Metoo મામલો છે. અત્યાર સુધી કોઈના પર પણ આટલી બધી મહિલાઓએ એક સાથે રેપનો આરોપ નથી લગાવ્યો. પેટ્રિક પર આરોપ લગાવનારી મહિલાઓની ઉંમર 28 વર્ષથી 63 વર્ષ સુધીની છે. રેપ અને સેક્સ્યુઅલ હરેસમેન્ટના મોટાભાગના કેસ 1980-90ના છે. ત્યારે પેટ્રિક પોતાની સફળતાના શિખર પર હતો.

આસિસ્ટન્ટથી માંડી જર્નલિસ્ટ અને ટીચરે આરોપ લગાવ્યા
પેટ્રિક પર આરોપ લગાવનારી મહિલાઓમાં તેની પૂર્વ આસિસ્ટન્ટથી માંડી એક સ્કૂલ ટીચર, લાઈબ્રેરિયન, તેની સાથે કામ કરનારી જર્નલિસ્ટ અને તેની જાણતી મહિલાઓ સામેલ છે.

ફ્રાન્સીસ વેબ ટીવી ‘મીડિયાપોર્ટ’ના એક શોમાં 20 મહિલાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.
ફ્રાન્સીસ વેબ ટીવી ‘મીડિયાપોર્ટ’ના એક શોમાં 20 મહિલાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.

ફ્રાન્સીસ વેબ ટીવી ‘મીડિયાપોર્ટ’ના એક શોમાં 20 મહિલાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમાંથી કેટલીક મહિલાઓનું કહેવું હતું કે જ્યારે પેટ્રિકે તેની સાથે રેપ કર્યો ત્યારે તે સગીર હતી. આ મહિલાઓએ પેટ્રિકના કાવતરાના આરોપને પણ પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે, ‘અહીં આવતા પહેલા અમારામાંથી મોટાભાગના લોકો એકબીજાને ઓળખતા પણ નહોતા.'