તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટનના વેલ્શ દરિયાકિનારે ડાયનોસોરના 22 કરોડ વર્ષ જૂના પગનાં નિશાન મળ્યા છે. તેને 4 વર્ષની લિલી વાઈલ્ડરે સૌથી પહેલા જોયા. તેને આ વિશે તેના પિતાને જણાવ્યું. લિલીના પિતાએ તેનો ફોટો ક્લિક કરીને પોતાની પત્નીને મોકલ્યો, જેમણે નિષ્ણાતોની સાથે આ જાણકારી શેર કરી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પગના નિશાનથી એ સમજવામાં મદદ મળશે કે ડાયનોસોર કેવી રીતે ચાલતા હતા. લિલીની માતા સૈલી વાઈલ્ડરે કહ્યું, જ્યારે લિલીએ અમને આ વિશે જણાવ્યું તો અમે એક્સપર્ટ્સને કોલ કર્યો. તેઓ આવ્યા અને તેના પર રિસર્ચ શરૂ કર્યું. ક્યૂરેટર સિંડી હોવેલ્સે આ શોધને ‘સમુદ્ર કિનારે જોવા મળેલો સૌથી શ્રેષ્ઠ નમૂનો’ગણાવ્યો.
તેનાથી એ શોધી શકાશે કે ડાયનોસોર કેવી રીતે ચાલતા હતા. પગના નિશાન 10 સેમી લાંબા છે. તેથી અંદાજ છે કે ડાયનાસોર 75 સેમી લાંબા હોઈ શકે છે. આ પગની નિશાનીને નેશનલ મ્યુઝિયમ કાર્ડિફમાં સુરક્ષિત રાખવામાં આવશે. જ્યારે લિલીને પૂછવામાં આવ્યું કે શું તને ડાયનોસોરથી ડર લાગે છે તો તેને કહ્યું કે, હું ડાયનોસોરથી નથી ડરતી. તેને જણાવ્યું કે, આ નિશાન જોઈને તેને ડર નહોતો લાગ્યો કેમ કે તે ઘણા નાના છે. 23 જાન્યુઆરીએ વાઈલ્ડર ફેમિલીએ આ નિશાન જોયા હતા અને તે જ દિવસે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેથી લોકો જલ્દીથી તેને ઓળખી શકે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.