તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Four German Sisters Designed A Board Game Based On The Corona Virus Theme, A Game That Hit The Market Helping Each Other

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવરાશના સમયનો સદુપયોગ:જર્મનીમાં ચારેય બહેનોએ કોરોના વાઈરસ થીમ પર બોર્ડ ગેમ ડિઝાઈન કરી, એકબીજાની મદદનો મેસેજ આપતી ગેમ લોકોને ગમી

4 મહિનો પહેલા

લોકડાઉનના શરુઆતના દિવસોમાં જર્મનીમાં રહેતી ચાર બહેનોએ બોર્ડ ગેમ બનાવીને સારી કમાણી કરી. ચારેકોરથી આ બહેનોના વખાણ થઈ રહ્યા છે. તેમના નામ રેબેકા, લારા, સ્ટેલા અને સારા છે. તેમણે નવરાશના સમયે કોરોના વાઈરસ બોર્ડ ગેમ બનાવી. આ ગેમ ચાર લોકો ભેગા મળીને રમી શકે છે.

ગેમ માત્ર બાળકો જ નહિ પણ સિનિયર સિટીઝનને પણ ગમી રહી છે. તે રમતા પ્લેયર્સ ગેમ કાર્ડ કલેક્ટ કરીને વહેચે છે. સારાએ કહ્યું, ગેમ બનાવવા પાછળનો હેતુ એકલતા છે, લોકોને તે પસંદ આવી છે. ગેમમાં દરેક પડાવ પર કોરોના વાઈરસ રસ્તો રોકે છે પરંતુ દરેક ખેલાડી એકબીજાની મદદ કરીને રસ્તામાં આવતા અડચણ દૂર કરી આગળ વધે છે.

લોકડાઉનમાં ચારેય બહેનોએ સાંજ ગેમ ડિઝાઈન કરવામાં પસાર કરી. દીકરીઓમી લગન જોઇને પિતાએ તેને કમર્શિયલ કરવા માટે એક આર્ટિસ્ટ હાયર કર્યો અને તેણે કાર્ડ, બોર્ડ અને બોક્સ ડિઝાઈન કરવામાં મદદ કરી. અત્યારે સુધી આ બહેનોએ ગેમની 2000 કોપી વેચી છે. જર્મનીમાં દરેક જગ્યાએ આ ગેમ ડિમાન્ડમાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો