આજે દેશ હોય કે વિદેશ બળાત્કારની ઘટનાઓ તો ઘટતી રહે છે. ત્યારે વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએલસર અને કિકબોક્સર રહી ચૂકેલા એડ્ર્યુ ટેટની અપીલ રોમાનિયાઈની કોર્ટ ફગાવી દીધી છે. એડ્ર્યુ પર બળાત્કાર, માનવ તસ્કરી અને સંગઠિત અપરાધ જેવા અનેક કેસ નોંધાયા છે.
જો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો
એડ્ર્યુ 29 ડિસેમ્બર 2022 ના રોજ રોમાનિયાની રાજધાની બુકારેસ્ટમાંથી પિઝાના બોક્સને કારણે પકડાયો હતો. રોમાનિયાની અદાલતે તેની અને તેના ભાઈ ટ્રિસ્ટનની કસ્ટડીને 24 કલાકથી વધારીને 30 દિવસ સુધી માન્ય રાખી છે. બંને ભાઈઓ પર લગભગ 6 મહિલાઓ પર બળાત્કાર કરવાનો પણ આરોપ છે.
અશ્લીલ વીડિયો બનાવવા માટે ટેટ અને ટ્રિસ્ટન મજબુર કરતા હતા
આલીશાન ઘરમાં રહેતા બંને ભાઈઓ એડ્ર્યુ ટેટ અને ટ્રિસ્ટન, ગુનાઓ અને મહિલાઓના યૌન શોષણ માટેઇન્ટરનેશનલ લેવલે જાણીતા છે. તો આ ભાઈઓ પર આરોપ છે કે, 6 મહિલાને કામ પર રાખી છે અને અશ્લીલ વીડિયો બનાવવા માટે મજબુર કરી છે.
ટેટે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સાથે દલીલ કરવી મોંઘી પડી
થોડા સમય પહેલાં ટેટે તેની કારમાંથી પર્યાવરણીય એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનો Twitter પર માથાકૂટ થઇ હતી. ટેટે ટ્વિટર પર ગ્રેટા થનબર્ગની કારમાંથી પર્યાવરણીય ઉત્સર્જન વિશે જણાવ્યું હતું. ટેટે ગ્રેટા પાસે ઈમેલની માંગણી કરી હતી જેથી તે તેને સંપૂર્ણ વિગતો મોકલી શકે. બાદમાં એન્ડ્રુએ વીડિયો બનાવ્યો હતો, જેથી તેનું લોકેશન પોલીસને ખબર પડી ગઈ હતી.
તો ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર વીડિયોમાં એન્ડ્રુએ ટેબલ પર પિત્ઝાનું બોક્સ રાખ્યું હતું. પિઝા બોક્સ પર રેસ્ટોરન્ટની વિગતો પરથી તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.
ટેટે દાવો કર્યો હતો કે તેનું અને એક્ટ્રેસ કરિશ્મા શર્માનું 'હુક અપ' છે.
એન્ડ્રુ ટેટના નિવેદનો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. ભારતીય મોડલ અને એક્ટ્રેસ કરિશ્મા શર્મા વિશે વાત કરતાં, ટેટે કહ્યું હતું કે તેણે કરિશ્મા શર્મા સાથે 'હૂક અપ' એટલે કે એક રાત સાથે વિતાવી હતી.
તો બીજી તરફ કરિશ્માએ આ વાતનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, અમારી મુલાકાત 2014માં મુંબઈની એક હોટેલમાં થઇ હતી. તો આ મુલાકાત એક સારા માણસ સાથે સામાન્ય વાત સુધી જ સીમિત રહી હતી.
તો મહિલાઓને બેલ્ટ મારતો વીડિયો વાઇરલ થયો
અમેરિકામાં જન્મેલા એમોરી એન્ડ્રુ ટેટ તેમના દુરૂપયોગી નિવેદનો માટે જાણીતા છે. સોશિયલ મીડિયા પર તેના કરોડો ફોલોઅર્સ છે.
એન્ડ્રુ ટેટ ભૂતપૂર્વ પ્રો કિકબોક્સર છે. 2016 તે યુકે રિયાલિટી શો બિગ બ્રધરમાં જોવા મળ્યો હતો. પરંતુ આ દરમિયાન તેનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે એક મહિલાને બેલ્ટ વડે મારતો હતો, ત્યારબાદ તેને શોમાંથી બહારકરી દેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.